Virat Kohli Secret: ભારતીય ક્રિકેટના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી (Kohli) ની મેદાન પરની આક્રમકતા અને શાનદાર ફોર્મ પાછળ કયું રહસ્ય છે? તાજેતરમાં પ્રખ્યાત ફિલ્મ ડાયરેક્ટર પ્રિયદર્શને (Priyadarshan) એક એવો ખુલાસો કર્યો છે જે સાંભળીને ફેન્સ પણ હેરાન થઈ ગયા છે. પ્રિયદર્શને દાવો કર્યો છે કે વિરાટ કોહલી મહત્વની મેચો પહેલા મન શાંત રાખવા અને રિલેક્સ થવા માટે વર્ષ 2007 માં આવેલી કોમેડી ફિલ્મ ‘ઢોલ’ (Dhol) જોવાનું પસંદ કરે છે.આ ખુલાસા પાછળની મુખ્ય વિગતો.
ફ્લોપ ફિલ્મ હવે બની Kohli ની ફેવરિટ
ડાયરેક્ટર પ્રિયદર્શને એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે, જ્યારે ‘ઢોલ’ સિનેમાઘરોમાં રિલીઝ થઈ ત્યારે તે બોક્સ ઓફિસ પર ખાસ કમાલ કરી શકી નહોતી. તેમને આ વાતનું દુઃખ હતું, પરંતુ હવે જ્યારે તેઓ સાંભળે છે કે વિરાટ કોહલી જેવા દિગ્ગજ ખેલાડીઓ મેચના ટેન્શનને દૂર કરવા માટે આ ફિલ્મ જુએ છે, ત્યારે તેમને ખૂબ આનંદ થાય છે. પ્રિયદર્શને કહ્યું, “વિરાટ અને અન્ય ખેલાડીઓ મેચ પહેલા રિલેક્સ થવા ‘ઢોલ’ જુએ છે અને તેઓ એકબીજા સાથે ફિલ્મના ડાયલોગ્સ પણ બોલે છે.”
‘ઢોલ’ ફિલ્મ હવે છે ‘કલ્ટ ક્લાસિક’
શરૂઆતમાં નિષ્ફળ રહેલી આ ફિલ્મમાં રાજપાલ યાદવ, તુષાર કપૂર, શરમન જોષી અને કુણાલ ખેમુની મુખ્ય ભૂમિકા હતી. OTT પ્લેટફોર્મ્સ અને સોશિયલ મીડિયા પર આ ફિલ્મના મીમ્સ (Memes) અત્યંત વાયરલ થયા બાદ તે હવે ‘કલ્ટ ક્લાસિક’ બની ગઈ છે. રાજપાલ યાદવનું પાત્ર ‘માર્તંડ ધામધેરે’ આજે પણ લોકોના દિલમાં વસેલું છે.
કોહલી અને પ્રિયદર્શનનું કનેક્શન
તમને જણાવી દઈએ કે વિરાટ કોહલી (Kohli) અને પ્રિયદર્શને ભૂતકાળમાં સાથે કામ કર્યું છે. પ્રિયદર્શને IPL ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) માટે એક એડવર્ટાઈઝમેન્ટ ડિરેક્ટ કરી હતી, જેમાં વિરાટ કોહલી સાથે ક્રિસ ગેલ અને શેન વોટસન પણ હતા. તે સમયે જ પ્રિયદર્શને વિરાટના અભિનયના વખાણ કર્યા હતા અને તેને એક્ટિંગમાં પણ હાથ અજમાવવાની સલાહ આપી હતી.
પ્રિયદર્શન હવે કોમેડી ફિલ્મોથી ડરે છે?
આ ઇન્ટરવ્યુમાં પ્રિયદર્શને વધુ એક ચોંકાવનારી વાત કહી કે તેઓ હવે કોમેડી ફિલ્મો બનાવતા ડરે છે. તેમણે સ્વીકાર્યું કે તેમની પાસે હવે નવા આઈડિયાઝ ખૂટી રહ્યા છે અને તેઓ હવે ગંભીર વિષયો પર ફિલ્મો (Kohli) બનાવવા માંગે છે. જોકે, અક્ષય કુમાર સાથેની તેમની આગામી ફિલ્મ ‘ભૂત બંગલા’ (Bhoot Bangla) થી ચાહકોને ફરીથી હાસ્યના ડોઝની આશા છે.

