Banaskantha News/ પાલનપુરમાં કાયદો-વ્યવસ્થા લથડી, તલવારો અને ધોકા વડે બે જૂથ વચ્ચે અથડામણ

પોલીસ ઘટનાસ્થળે પહોંચીને ચાર શખસ સામે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

Gujarat Others

Banaskantha News : બનાસકાંઠાના પાલનપુરમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઊડ્યાં હોવાનો ઘટના સામે આવી છે. જેમાં તલવારો અને ધોકા વડે બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. ઘટના અંગે જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચીને ચાર શખસ સામે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, પાલનપુરના બારડપુરાથી ભક્તોની લીમડી વિસ્તારમાં બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. જેમાં કેટલાક શખસો તલવારો અને ધોકા લઈને એકબીજા પર હુમલો કરતો જોવા મળ્યા હતા. ઘટનાને પગલે સ્થાનિકોમાં ભય જોવા મળ્યો હતો, જ્યારે અસામાજિક તત્ત્વો બેફામ બન્યા છે ત્યારે પોલીસ સુરક્ષાને લઈને અનેક સવાલો ઊભા થયા છે.

ખંડણી ઉઘરાવવા મામલે મનદુખ રાખીને બંને જૂથ વચ્ચે અથડામણ થઈ હોવાની સ્થાનિકોમાં ચર્ચા છે, ત્યારે પોલીસે મારામારીને ઘટના પગલે 4 લોકો સામે ફરિયાદ દાખલ કરીને આરોપીને ઝડપી પાડવા આગળની કાર્યવાહી હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: મધ્યપ્રદેશથી સારવાર અર્થે વડોદરા લઇ ગયેલા દર્દી બોડેલી રજડતી હાલતમા જોવા મળ્યો

આ પણ વાંચો: અંકલેશ્વરમાં કંપનીઓ દ્વારા કેમિકલયુક્ત પાણી છોડાતા અસંખ્ય માછલીના મોત

આ પણ વાંચો: જામનગર માસુમ બાળકીને ખોળામાં બેસાડી આધેડે તમામ હદ વટાવી