- સુરતની શાળાઓમાં ઓનલાઇન હાજરીમાં ગુલ્લી
- 724 શાળાઓને ઓનલાઈન હાજરી ફરમાન
- શિક્ષકો અને વિદ્યાર્થીઓની ઓનલાઈન હાજરીમાં ગુલ્લી
- 724 શાળાઓએ 15 દિવસથી વધારે હાજરી પુરી નથી
@દિવ્યેશ પરમાર
Surat News: સુરત જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા શહેર અને ગ્રામ્યની મળી કુલ 724 શાળાઓમાં ઓનલાઈન હાજરીમાં છબરડા જોવા મળતા તમામને તાકીદ કરવામાં આવી છે.શાળા માં શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા 15 દિવસ ની ઓનલાઈન હાજરી નહિ પૂરતા જિલ્લા શિક્ષણાધિકારી એ લિસ્ટ બનાવી તમામ ને તાકીદ કરી છે..
ગુજરાત સરકાર દ્વારા ઓનલાઈન અટેન્ડન્સ માટે થઈ ઓનલાઈન હાજરી માટે નું સોફ્ટવેર અને મશીન બનાવી તમામ શાળાઓ માં મુકવામાં આવ્યું છે.અલગ અલગ શાળાઓ માં વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ આમાં હાજરી આપવાની હોય છે.
જોકે સુરત શહેરની 724 જેટલી શાળાઓ માં હાજરી પુરવામાં ગેરરીતિ થઈ હોવાનું ધ્યાને આવ્યું હતું..કારણ કે આ તમામ હાજરીના ડેટા નો સર્વે મુખ્યમંત્રી ની ઓફિસ ખાતે થતો હોય છે..અને ત્યાથીજ જિલ્લા શિક્ષણાધિકારી ને માહિતી આપવામાં આવી હતી.
જેમાં શહેર ની 724 જેટલી શાળાઓ 15 દિવસથી ઓનલાઈન હાજરી પુરવામાં અક્ષમ રહ્યા હતા. જેને લઈ જિલ્લા શિક્ષણાધિકારી લાલઘૂમ થયા હતા. ઓનલાઈન હાજરી નહિ પુરનાર શાળાઓ નું લિસ્ટ બનાવી તમામ ને હાજરી પુરવા તાકીદ કરવામાં આવી હતી..આગામી સમય માં શાળાઓ યોગ્ય પાલન નહિ કરે તો શાળા સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો:‘ધ સ્ટાર્ટઅપ ગાઈડ’ના કવર પેજનું કરાયું અનાવરણ
આ પણ વાંચો:વિદ્યાનગરમાં પતિએ પત્નીની હત્યા કરીને કર્યો આપઘાતનો પ્રયાસ
આ પણ વાંચો:ગુજરાતની સદાય અગ્રેસર રહેવાની પરંપરામાં વધુ એક ગૌરવ સિદ્ધિ
આ પણ વાંચો:PCR વાનમાં દારૂની મહેફિલ માણતા કોન્સ્ટેબલ બે મિત્રો ઝડપાયા
