Navsari News/ નવસારીના ધોલાઈ બંદર નજીક મધદરિયે ફિશિંગ બોટ ફસાઈ: 9 માછીમારોના જીવ જોખમમાં, હેલિકોપ્ટરથી રેસ્ક્યૂ ઓપરેશન

Navsari Fishing Boat: મધદરિયે અચાનક એન્જિન બંધ થયું અને બોટમાં પાણી ભરાવા લાગ્યું! નવસારીના ધોલાઈ બંદર નજીક ફસાયેલી બોટમાં 9 માછીમારોના જીવ જોખમમાં મુકાયા હતા. કોસ્ટ ગાર્ડની બોટ પહોંચી ન શકતાં હેલિકોપ્ટરથી રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરાયું.

Gujarat Top Stories Others
Navsari Fishing Boat: ફસાયેલી બોટમાંથી 9 માછીમારોનું SUCCESSFUL Rescue

Navsari News: નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના ધોલાઈ બંદર નજીક મધદરિયે ફિશિંગ બોટ (Navsari Fishing Boat) ફસાઈ જતાં મોટી દુર્ઘટના ટળી છે. ધોલાઈ બંદરથી અંદાજે 2થી 2.5 નોટિકલ માઈલ દૂર દરિયામાં માટીના ઢગલામાં બોટ ફસાઈ ગઈ હતી. બોટમાં સવાર આશરે 9 માછીમારો (Dholai Port Boat Rescue) મુશ્કેલીમાં મુકાતાં વહીવટી તંત્ર અને સુરક્ષા એજન્સીઓ તાત્કાલિક હરકતમાં આવી હતી.

Navsari Fishing Boat: એન્જિન બંધ પડતાં બોટમાં પાણી ભરાવા લાગ્યું

મળતી માહિતી મુજબ, માછીમારો સવારે દરિયામાં માછીમારી માટે નીકળ્યા હતા. દરમિયાન બોટનું એન્જિન અચાનક બંધ પડી ગયું હતું. ત્યારબાદ બોટમાં ધીમે ધીમે પાણી ભરાવા લાગતાં માછીમારોએ તાત્કાલિક ઈમરજન્સી રેસ્ક્યૂ કોલ કર્યો હતો. ઘટનાની માહિતી જલાલપોર મામલતદાર કચેરીના ડિઝાસ્ટર કંટ્રોલ રૂમને મળતાં જ અધિકારીઓ સક્રિય થઈ ગયા હતા. જલાલપોર મામલતદાર, પ્રાંત અધિકારી અને સ્થાનિક પોલીસનો કાફલો ધોલાઈ બંદર પહોંચ્યો હતો અને સમગ્ર રેસ્ક્યૂ કામગીરીનું મોનિટરિંગ શરૂ કર્યું હતું.

Navsari Fishing Boat: ફસાયેલી બોટમાંથી 9 માછીમારોનું SUCCESSFUL Rescue

દરિયામાં પાણીની ઊંડાઈ ઓછી હોવાથી ભારતીય કોસ્ટ ગાર્ડની મોટી રેસ્ક્યૂ બોટ ઘટનાસ્થળ સુધી પહોંચી શકી નહોતી. સ્થિતિને ધ્યાનમાં રાખીને હેલિકોપ્ટર મારફતે માછીમારોને બહાર કાઢવાનો (Fishermen Rescue) નિર્ણય લેવામાં આવ્યો હતો.

હેલિકોપ્ટરથી 4 માછીમારોનું એરલિફ્ટિંગ

રેસ્ક્યૂ ઓપરેશન દરમિયાન પ્રથમ તબક્કામાં હેલિકોપ્ટરની મદદથી 4 માછીમારોને (Helicopter Rescue) સુરક્ષિત રીતે બોટમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમને વલસાડના દાંતી નજીક દાંડી કિનારે પહોંચાડવામાં આવ્યા હતા. બોટમાં હજુ 5 માછીમારો બાકી હોવાથી તેમને પણ સુરક્ષિત બહાર કાઢવા માટે હેલિકોપ્ટર ફરી ઘટનાસ્થળ તરફ રવાના કરવામાં આવ્યું હતું. બોટ દરિયામાં ડૂબી જવાની આશંકાને (Fishing Boat Accident) કારણે કેટલાક માછીમારો શરૂઆતમાં બોટ છોડવા તૈયાર ન હોવાની વિગતો પણ સામે આવી હતી.વહીવટી તંત્ર અને બચાવ ટીમ દ્વારા માછીમારોને સમજાવીને તમામને સુરક્ષિત બહાર કાઢવા માટે રેસ્ક્યૂ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

Navsari Fishing Boat: ફસાયેલી બોટમાંથી 9 માછીમારોનું SUCCESSFUL Rescue
Navsari Fishing Boat: 9 માછીમારો માટે હાથ ધરાયું મોટું રેસ્ક્યૂ ઓપરેશન

મહારાષ્ટ્ર પાસિંગની બોટ હોવાની માહિતી

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ ફિશિંગ બોટ કૃષ્ણપુર ગામના દીપક ટંડેલ નામના વ્યક્તિની હોવાનું જાણવા મળ્યું છે. બોટ મહારાષ્ટ્ર પાસિંગની હોવાનું પણ સામે આવ્યું છે.

ગુજરાતના દરિયામાં માછીમારીની મંજૂરી હતી કે નહીં?

પ્રાથમિક માહિતી મુજબ બોટને ગુજરાતના દરિયાઈ વિસ્તારમાં માછીમારી કરવાની કાયદેસર મંજૂરી ન હોવાની વિગતો સામે આવી છે. આ મુદ્દે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. હાલ સમગ્ર ઘટનામાં સૌથી મહત્વનું પાસું તમામ માછીમારોને સુરક્ષિત રીતે બહાર કાઢવાનું છે. સાથે જ બોટ કયા સંજોગોમાં દરિયામાં ફસાઈ, તેના પરવાનગી દસ્તાવેજો અને ગુજરાતના દરિયાઈ વિસ્તારમાં માછીમારી અંગેના નિયમોનું પાલન થયું હતું કે નહીં તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.


આ પણ વાંચો: રૂ.68 કરોડ ખર્ચાયા, પણ માર્કેટ ધૂળ ખાય! અમદાવાદમાં રસ્તા પર જ શાકભાજી વેચતા ફેરિયાઓ

આ પણ વાંચો: ગોંડલના ભોજપરામાં ભેળસેળવાળા તેલનો પર્દાફાશ, મુરલીધર પ્રોટિન્સના માલિક સામે કાર્યવાહી

આ પણ વાંચો: જૂનાગઢમાં માસૂમ પર માતા દ્વારા અત્યાચારનો મામલો, પોલીસની તાત્કાલિક કાર્યવાહી