petrol diesel/ પેટ્રોલ-ડીઝલના ભાવવધારાને લઈને કેન્દ્ર પર કોંગ્રેસના પ્રહારો

કેન્દ્ર સરકારે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કરતાં વિપક્ષ કોંગ્રેસે (Congress) આકરા પ્રહારો કર્યા છે. કોંગ્રેસે જણાવ્યું છે કે સરકારે પ્રજા પર મોંઘવારીનો બોમ્બ ફોડ્યો છે.

Top Stories NATIONAL India Breaking News

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે પેટ્રોલ-ડીઝલ (Petrol-Diesel)ના ભાવવધારાને લઈને કોંગ્રેસ (Congress) પર પ્રહારો કર્યા છે. સોશિયલ મીડિયા (Social Media) માં પણ સરકાર પર નિશાન સાધ્યું છે. સોશિયલ મીડિયામાં કોંગ્રેસે ટ્વીટ મૂકીને કેન્દ્ર સરકા (Central Government) રને બરોબરની સાણસામાં લીધી છે. કોંગ્રેસે જણાવ્યું હતું કે ચૂંટણી પૂરી થવાની સાથે જ મોદીએ વસૂલી શરૂ કરી દીધી છે. મોંઘવારી મેન મોદીએ જનતા પર ભાવવધારાનું હંટર ચલાવ્યુ હોવાનો દાવો કોંગ્રેસે કર્યો છે.

Congressના Petrol-Dieselના ભાવ વધતા કેન્દ્ર પર આકરા પ્રહારો
Congressના Petrol-Dieselના ભાવ વધતા કેન્દ્ર પર આકરા પ્રહારો

Petrol-Diesel વધારી ભાજપ સરકારે લોકોને દીધા મોંઘવારીના ડામઃ Congress

કોંગ્રેસે જણાવ્યું હતું કે આ તો ચૂંટણીનો આભાર માનો કે કેન્દ્ર સરકારે તેના કારણે તેના કારણે ભાવવધારો રોકી રાખ્યો હતો. જો ચૂંટણી હોત જ નહીં તો કેન્દ્રએ 15 મે નહીં પણ 28મી ફેબ્રુઆરીએ યુદ્ધ શરૂ થતાં પહેલી માર્ચના રોજથી પેટ્રોલ-ડીઝલના ભાવનો વધારો કરી દીધો હોત. તેમની પાસે તો યુદ્ધના સ્વરૂપમાં સબળ બહાનું હતું. કોંગ્રેસે જણાવ્યું હતું કે હવે વિચારો કે ક્રૂડ ઓઇલનો ભાવ 120 ડોલર થતાં કેન્દ્રને પ્રતિ લિટર 94 રૂપિયે પેટ્રોલ આપવું પોષાતું નથી. જ્યારે આ અગાઉ યુપીએની સરકાર 2009માં હતી તે સમયે કોંગ્રેસે સબ પ્રાઇમ કટોકટીમાં ક્રૂડ ઓઇલનો ભાવ પ્રતિ બેરલ 147 ડોલરને સ્પર્શી ગયો હોવા છતાં પણ 70 રૂપિયાની આસપાસના ભાવે પેટ્રોલ આપ્યું હતું અને લોકો પર જરા પણ મોંઘવારીનો માર પડવા દીધો ન હતો. તે સમયે એક-એક રૂપિયાના ઉહાપોહને લઈને ભાવવધારો મચાવતું ભાજપ આજે ચૂપ છે. ક્રૂડ ઓઇલ 100 ડોલરને પાર શું ગયુ તંત્ર આખુ હલી ગયું.

Congressના Petrol-Dieselના ભાવ વધતા કેન્દ્ર પર આકરા પ્રહારો
Congressના Petrol-Dieselના ભાવ વધતા કેન્દ્ર પર આકરા પ્રહારો

યુપીએ સરકારે 147 ડોલર હોવા છતાં 70ના ભાવે પેટ્રોલ આપ્યું

જ્યારે વર્તમાન સરકારને લોકો મોંઘવારીનો સામનો કરે તેની ચિંતા નથી. લોકોની તકલીફોની પરવા નથી. સરકાર ઇચ્છે તો પણ તે અમારા સમયની જેમ ઓઇલ બોન્ડ જારી કરીને ઓઇલ કંપનીઓની ખોટનો બોજો પ્રજા પર જતાં અટકાવી શકે છે. જો ક્રૂડ ઓઇલનો ખર્ચ લોકો પર પસાર ન કરાય અને સરકાર વેઠી લે તો દરેક સ્તરે મોંઘવારી રોકી શકાય છે, પરંતુ જો સરકાર આ ખર્ચ લોકો પર પાસ કરે તો પ્રજા પર કમરતોડ મોંઘવારીનો માર પડે છે.

આગામી દિવસોમાં લોકો પર બોજો વધશે તેવો કોંગ્રેસનો દાવો

કોંગ્રેસે જણાવ્યા મુજબ અમને લાગે છે કે આ તો મોંઘવારીનો માર પડવાની હજી શરૂઆત છે. હજી આ વધારો આગળ વધશે તો આશ્ચર્ય નહીં લાગે. સરકાર પોતે જ જણાવી રહી છે કે તેને પેટ્રોલમાં પ્રતિ લિટર 20 અને ડીઝલમાં 40 રૂપિયાની ખોટ જઈ રહી છે. આ બોજો વહેલાં કે મોડા ચોક્કસપણે પ્રજાના માથે મારવામાં આવે તેવી સંભાવના છે. લોકોએ પેટ્રોલ-ડીઝલમાં અહીંથી કમસેકમ પ્રતિ લિટર રૂ. 10ના વધારાને સમજીને જ તૈયારી કરવી જોઈએ. આગામી મહિનાઓ સરકાર માટે કપરા હોય કે ન હોય, પરંતુ પ્રજા માટે તો ચોક્કસ કપરા જ છે.


આ પણ વાંચો: રાજ્યની 15 મહાનગરપાલિકાઓ, 84 નગરપાલિકાઓ વર્ષે 600-700 કરોડથી વધુ રકમનું પેટ્રોલ-ડીઝલ પાછળ કરે છે આંધણ

આ પણ વાંચો: શું ભારતમાં પેટ્રોલ-ડીઝલની ખરીદી પર લાગશે બ્રેક? જાણો મિડલ ઈસ્ટ વોર અને ક્વોટા સિસ્ટમની અસર

આ પણ વાંચો: આજથી મોંઘી બનશે મુસાફરી, પેટ્રોલ ₹3.14 અને ડીઝલ ₹3.11 મોંઘું