Gujarat Local Body Election 2026: ગુજરાતમાં આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણીઓ માટે રાજ્ય ચૂંટણી આયોગે કમર કસી છે. આયોગ દ્વારા રાજ્યની 15 મહાનગરપાલિકાઓ, 84 નગરપાલિકાઓ, 34 જિલ્લા પંચાયતો અને 260 તાલુકા પંચાયતોની ચૂંટણી માટેની આખરી મતદારયાદી તા. 1 એપ્રિલ 2026ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવી છે.
કુલ 4 કરોડથી વધુ મતદારો
રાજ્ય ચૂંટણી આયોગના સચિવ આર. જી. ગોહિલ દ્વારા બહાર પાડવામાં આવેલી અખબારી યાદી મુજબ, રાજ્યની વિવિધ સ્થાનિક સંસ્થાઓમાં નોંધાયેલા મતદારોની વિગત નીચે મુજબ છે:
| સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા | પુરૂષ મતદારો | મહિલા મતદારો | અન્ય | કુલ મતદારો |
| 15 મહાનગરપાલિકાઓ | 57,16,838 | 53,22,160 | 475 | 1,10,39,473 |
| 84 નગરપાલિકાઓ | 17,32,258 | 17,33,817 | 259 | 34,66,334 |
| 34 જિલ્લા / 260 તાલુકા પંચાયત | 1,41,68,709 | 1,33,17,005 | 231 | 2,74,85,945 |
પેટા ચૂંટણી (Election) ની પણ તૈયારી
સામાન્ય ચૂંટણીઓ ઉપરાંત, રાજ્યની 11 નગરપાલિકાઓની ખાલી પડેલી 13 બેઠકો માટે પણ પેટા ચૂંટણી યોજાવાની છે. જેની મતદારયાદી પણ આખરી કરી દેવામાં આવી છે. મતદારો હવે સ્થાનિક નોંધણી અધિકારીની કચેરીએ જઈને પોતાનું નામ ચેક કરી શકશે.
કઈ સંસ્થાઓની ચૂંટણી યોજાશે?
15 મહાનગરપાલિકાઓ: અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિતની મુખ્ય પાલિકાઓ.
84 નગરપાલિકાઓ: રાજ્યના નાના અને મધ્યમ શહેરો.
34 જિલ્લા પંચાયતો: ગ્રામીણ ક્ષેત્રની સર્વોચ્ચ સંસ્થા.
260 તાલુકા પંચાયતો: તાલુકા કક્ષાની પંચાયત વ્યવસ્થા.
આ પણ વાંચો: સુરત મનપાની ચૂંટણીને લઈને ભાજપમાં જબરદસ્ત ધમધમાટ
આ પણ વાંચો: અમદાવાદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપમાં શરૂ થઈ સેન્સ મેળવવાની પ્રક્રિયા
આ પણ વાંચો: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાતઃ 26 એપ્રિલે મતદાન, 28એ મતગણતરી
