Accident/ હાલોલ પાસે અકસ્માત સર્જાતા 3 લોકોના મોત,પાવાગઢ દર્શન કરીને પરત ફરતા પરિવાર અકસ્માતનો ભોગ બન્યો

ભરૂચથી પાવાગઢ દર્શેને ગયેલા પરિવારનો અકસ્માત થતાં 3 લોકોના ઘટનાસ્થળે મોત નિપજ્યા છે.ઉલ્લેખનીય છે કે દર્શન કરીને પરત ફરી રહેલા ભરૂચના પરિવારને અકસ્માતનો ભોગ બન્યો હતો.

Top Stories Gujarat

રાજ્યમાં અકસ્માતના કેસો દિન-પ્રતિદિન વધી રહ્યા છે, લોકો ટ્રાફિના નિયમનોને નેવે મૂકતા આ અકસ્માત સર્જાતા હોય છે,પાવાગઢથી અકસ્માતના સમાચાર આવી રહ્યા છે. ભરૂચથી પાવાગઢ દર્શેને ગયેલા પરિવારનો અકસ્માત થતાં 3 લોકોના ઘટનાસ્થળે મોત નિપજ્યા છે.ઉલ્લેખનીય છે કે દર્શન કરીને પરત ફરી રહેલા ભરૂચના પરિવારને અકસ્માતનો ભોગ બન્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર ઇકો કારના ડ્રાઇવરે બેફિકર અને ઓવરસ્પીડ કાર ચલાવતા સ્ટેરિંગ પર કાબુ ગુમાવતા અકસ્માત થયો હતો જેમા એક બાળક ,મહિલા અને એક પુરૂષના મોતના સમાચાર સામે આવી રહ્યા છે, પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છેે