આઝમગઢ,
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શનિવારે ઉત્તરપ્રદેશની બે દિવસની મુલાકાતે છે. આ મુલાકાત દરમિયાન તેઓ અનેક મોટી યોજનાઓની શરૂઆત કરાવશે તેમજ સાથે સાથે ત્રણ જાહેરસભાઓને પણ સંબોધવાના છે. ત્યારે તેઓ બે દિવસીય મુલાકાતના પહેલા પડાવમાં આઝમગઢ પહોચ્યા હતા.
#WATCH: PM Narendra Modi addresses at a public event in Azamgarh, UP https://t.co/uETnWo6JRb
— ANI (@ANI) July 14, 2018
આઝમગઢ પહોચ્યા બાદ પીએમ મોદીએ ઉત્તરપ્રદેશની સૌથી મોટી યોજનાઓમાંની એક ૩૪૦ કિલોમીટર લાંબા પૂર્વાચલ એક્સપ્રેસવેનો શિલાન્યાસ કરાયો હતો. આ એક્સપ્રેસવેની શરૂઆત કારાવવાના છે તે રાજધાની લખનઉ, બારાબંકી, અમેઠી, સુલ્તાનપુર, ફૈજાબાદ, આંબેડકરનગર, આઝમગઢ, મઉ અને ગાજીપુર જેવા પૂર્વી ઉત્તર પ્રદેશના મહત્વપૂર્ણ અને ઐતિહાસિક શહેરોને જોડશે.
PM Narendra Modi lays the foundation stone of Purvanchal Expressway in Azamgarh. pic.twitter.com/RdVxoPBVIC
— ANI UP/Uttarakhand (@ANINewsUP) July 14, 2018
યુપીના ૩૪૦ કિમી લાંબા પૂર્વાચલ એક્સપ્રેસવેની આધારશિલા રાખ્યા બાદ તેઓએ એક જાહેરસભાને સંબોધી હતી. જાહેરસભાને સંબોધતા તેઓએ કહ્યું, “યુપીમાં વિકાસની ગંગા વહેશે”.
આઝમગઢ ખાતે રેલીને સંબોધતા પીએમ મોદીએ કહ્યું,
તમામ પરિવારવાદી પાર્ટીઓ મળીને તમારા વિકાસને રોકવા માટે લાગી છે.
તેઓએ ગરીબ, દલિત લોકોના વોટ માંગ્યા અને તેઓના નામ પર જ પોતાની રાજનીતિ કરી છે.
બાબા સાહેબ અને રામ મનોહર લોહિયાના નામ પર માત્ર રાજનીતિ કરવામાં આવી રહી છે.
૨૦૧૪ પહેલા દેશમાં જેટલી લંબાઈના નેશનલ હાઇવે હતા, આજે તે બેગણા થઈ ચુક્યા છે. આઝાદી પહેલા દશમાં જેટલું કાર્ય થયું છે તેનાથી પણ વધુ કામ ૪ વર્ષમાં ભાજપની સરકારે કરીને બતાવ્યું છે.
કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં ખેડૂત, ગરીબ, શોષિત, વંચિત લોકોના જીવનસ્તરને ઉપર લાવવા માટે નિરંતર કાર્ય કરવામાં આવી રહ્યું છે.
હું યોગીજીની સરકારને ધન્યવાદ કહું છું કે, તેઓની સરકારે માટી કલા બોર્ડ બનાવવાનો નિર્ણય કર્યો છે.
બનારસી સાડીના બુનકરો માટે સરકારે આધુનિક મશીનો અને ઓછા વ્યાજે લન જેવી સુવિધાઓ લઈને આવી છે.
સરકાર દ્વારા ૧૪ ખરીફ પાકો માટે MSP વધારવામાં આવ્યું છે.
કેન્દ્ર સરકાર અને યુપીની સરકાર માટે દેશ જ એક પરિવાર છે.
I have read in newspaper that Congress President has said that Congress is a party of Muslims, I am not surprised by this. All I want to ask is, is their party only for Muslim men or for women too? Ye log sansad mein kanoon dabakar baith jaate hain: PM Narendra Modi pic.twitter.com/xfiEbakWaY
— ANI UP/Uttarakhand (@ANINewsUP) July 14, 2018
એક તરફ જ્યાં કેન્દ્ર સરકાર મહિલાઓના જીવનને આશાન બનાવવા માટે પ્રયાસો કર્યા છે, બીજી બાજુ આ દળ મળીને મહિલાઓ અને વિશેષ કરીને મુસ્લિમ બહેનો-બેટીઓના જીવનને અને સંકટ ઉભું કરવાનું કામ કરી રહ્યા છે.
મનમોહન સિંહ કહી ચુક્યા છે કે, દેશમાં સંશાધનો પર પહેલો હક મુસલમાનોનો છે, પરંતુ કોંગ્રેસ એ બતાવે છે કે, તેઓની પાર્ટી મુસ્લિમ મહિલાઓ માટે છે કે નહિ.
The take of these parties on triple talaq have exposed them. On one side the Centre is trying to make the lives of women easy, on the other side these people have grouped together to make the lives of women, especially Muslim women, difficult: PM Modi pic.twitter.com/aNKk6RPdp1
— ANI UP/Uttarakhand (@ANINewsUP) July 14, 2018
આ તમામ રાજકીય દળોની પોલ ટ્રિપલ તલાક પર તેઓના રવૈયાએ પણ ખોલી દીધી હતી.
ગરીબ અને ખેડૂત જયારે સશક્ત થઈ જશે ત્યારે તેઓની દુકાન હંમેશા માટે બંધ થઈ જશે.
મહત્વનું છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શનિવારથી ઉત્તરપ્રદેશની બે દિવસની મુલાકાતે છે. આ મુલાકાત દરમિયાન તેઓ અનેક મોટી યોજનાઓની શરૂઆત કરાવશે તેમજ સાથે સાથે ત્રણ જાહેરસભાઓને પણ સંબોધશે. ત્યારે માનવામાં આવી રહ્યું છે કે, અહિયાથી ભાજપના મિશન ૨૦૧૯ની પણ શરૂઆત થશે.
