- અમિત શાહ બે દિવસ ગુજરાત પ્રવાસે
- કલોલના વડસર ગામની લેશે મુલાકાત
- વડસર તળાવના બ્યુટિફિકેશનના કામનું ખાતમુર્હૂત કરશે
- ગાંધીનગરના NFSUના કાર્યક્રમમાં રહેશે હાજર
- NFSUના પદવીદાન સમારોહમાં રહેશે હાજર
- પોતાના મતક્ષેત્રમાં વિવિધ કાર્યકર્મોમાં રહેશે હાજર
- અમિત શાહ સોમવારે દિલ્હી જવા થશે રવાના
ગુજરાતમાં કેન્દ્રીય ગૃહમત્રી અમિત શાહ બે દિવસ ગુજરાતના પ્રવાસે છે, આજે તેઓ કલોલ વડસર ગામની મુલાકાત લેવાના છે, તેમના મતવિસ્તારમાં વડસર તળાવના બ્યુટિફિકેશનના કામનું ખાતમુર્હત કરશે,આ ઉપરાંત ગાંધીનગરના NFSUના કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહેશે,પદવીદાન સમારોહમાં હાજર રહીને વિધાર્થીઓને માર્ગદર્શ આપશે. આ સાથે તે ગાંધીનગર મત વિસ્તારના અનેક કાર્યક્રમોમાં ભાગ લેશે આ સાથે તેઅનેક નેતાઓ સાથે વાતચીત કરીને રાજકીય પરિસ્થિતિનો તાગ પણ મેળવશે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતની પ્રજાને વિવિધ વિકાસ કાર્યોની ભેટ આપી રહ્યા છે. એક બાજુ પીએમ મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે છે, ત્યારે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. રવિવારે ગાંધીનગર પોતાના મતક્ષેત્રમાં યોજાનારા વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. ગાંધીનગરમાં નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં હાજર રહેશે.
અમિત શાહ કલોલ તાલુકાના વડસર ગામના તળાવના બ્યુટિફિકેશનના કામનું ખાતમુર્હૂત કરશે. અમિત શાહ સોમવારે સવારે દિલ્લી પરત ફરશે. આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે કેન્દ્રીય નેતાઓના ગુજરાત પ્રવાસ પણ વધી રહ્યા છે.
