india news/ મહારાષ્ટ્રમાં મધરાતે 2 કલાકમાં ભૂકંપના 4 આંચકા, લોકોમાં ભયનો માહોલ

મહારાષ્ટ્ર (Maharashtra )ના નાંદેડ, હિંગોલી અને પરભણી જિલ્લામાં મધરાતે બે કલાકમાં ભૂકંપના સતત ચાર આંચકા અનુભવાતા લોકો ગભરાઈને ઘરની બહાર દોડી આવ્યા.

Top Stories India
Maharashtra 

Maharashtra Earthquake News: મહારાષ્ટ્રના મરાઠવાડા વિસ્તારના નાંદેડ, હિંગોલી અને પરભણી જિલ્લામાં ગુરુવારે મધરાત બાદ ભૂકંપના એક પછી એક ચાર આંચકા અનુભવાયા હતા. આંચકાઓથી લોકો ઊંઘમાંથી જાગી ગયા અને ગભરાઈને ઘરોની બહાર દોડી આવ્યા હતા. જોકે, સદનસીબે અત્યાર સુધી કોઈ જાનહાનિ કે મોટા નુકસાનના અહેવાલ સામે આવ્યા નથી.

મળતી માહિતી મુજબ, રાત્રે 1:37 વાગ્યાથી 3:23 વાગ્યા વચ્ચે કુલ ચાર વખત ભૂકંપના આંચકા નોંધાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.6થી 4.6 વચ્ચે નોંધાઈ હતી. પ્રથમ આંચકો હિંગોલી જિલ્લાના સિરલી-પાંગરા શિંદે ગામ નજીક આવ્યો હતો, જેનું કેન્દ્ર જમીનથી અંદાજે 10 કિલોમીટર નીચે હતું. આંચકો એટલો તીવ્ર હતો કે લોકો ગભરાઈને તરત જ ઘરની બહાર નીકળી ગયા હતા.

ત્યારબાદ રાત્રે 2:15 વાગ્યે કકડધાબા ગામ નજીક 3.6ની તીવ્રતાનો બીજો આંચકો નોંધાયો હતો. તેના માત્ર બે મિનિટ બાદ રાત્રે 2:17 વાગ્યે ત્રીજો અને સવારે 3:23 વાગ્યે ચોથો આંચકો અનુભવાયો હતો. સતત આવતા આંચકાઓને કારણે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો.

ઉલ્લેખનીય છે કે, આ વર્ષે એપ્રિલ મહિનામાં પણ હિંગોલી જિલ્લામાં 4.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તે સમયે પાંગરા શિંદે ગામમાં કેટલાક મકાનો અને કોમ્યુનિટી હોલમાં તિરાડો પડી હતી. ઉપરાંત નાંદેડ, અર્ધાપુર, હદગાંવ, હિમાયતનગર અને પરભણી સહિતના વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. હાલ સ્થાનિક પ્રશાસન પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે.


આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં ચોમાસાએ તબાહી મચાવી: મુંબઈમાં ઝાડ પડવાથી વૃદ્ધનું મોત, પિંપરી-ચિંચવાડમાં દિવાલ ધરાશાયી થતાં બે લોકો દટાયા

આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં વોટરફોલમાં 100 પ્રવાસીઓ ફસાતા દોરડાથી બચાવાયા

આ પણ વાંચો : મહારાષ્ટ્રના પંઢરપુરમાં પિક-અપ વાન કૂવામાં પડતા આઠનાં મોત