Maharashtra News: મહારાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. ત્યારે મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં આ ભારે વરસાદે ખૂજ તારાજી સર્જી છે. અનેક વિસ્તારોમાં રોડ-રસ્તા પર પાણી ભરાઈથી તૂટી ગયા છે. જેથી વાહન વ્યવહાર ખોરવાયો છે. અને ઘણા વિસ્તારોમાં વૃક્ષો પડી જવા અને દિવાલો ધરાશાયી થવાના બનાવો નોંધાયા છે.
મહારાષ્ટ્રમાં ભારે વરસાદ (Heavy rain in Maharashtra) ઝાડ પડવાથી 1 વ્યક્તિનું મોત
રવિવારે મુંબઈના કુર્લા વિસ્તારમાં ભારે વરસાદ (Mumbai Rain) દરમિયાન દુકાન પર ઝાડ પડવાથી 63 વર્ષીય એક વ્યક્તિનું મોત થયું હતું. એક અઠવાડિયાથી ઓછા સમયમાં શહેરમાં ઝાડ પડવાથી આ બીજું મૃત્યુ છે. કુર્લા પશ્ચિમના નૌપાડા વિસ્તારમાં હિન્દી બીએમસી સ્કૂલ પાસે આ ઘટના બપોરે 12:40 વાગ્યાની આસપાસ બની હતી.
થોડા દિવસો પહેલા, એક બાળકનું ઝાડ પડવાથી મૃત્યુ થયું હતું.
એક અધિકારીએ જણાવ્યું કે, ભોગ બનનાર બાળક યુનુસ કુંડાવાલાને કાટમાળમાંથી બહાર કાઢીને ફૌઝિયા હોસ્પિટલમાં લઈ જવાયો હતો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. ફાયર બ્રિગેડ, પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને બચાવ અને સફાઈ કામગીરી શરૂ કરી હતી.
પુણેમાં દિવાલ ધરાશાયી થતાં બે શ્રમિક ઈજાગ્રસ્ત

પિંપરી-ચિંચવાડમાં રહેણાંક મકાનની દિવાલ ધરાશાયી થતાં બે શ્રમિકો ઈજાગ્રસ્ત થયા હતા. ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી.
ફાયર વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે, “આ ઘટના બપોરે 1 વાગ્યાની આસપાસ બની હતી. જ્યારે અમે ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે અમને ખબર પડી કે રિટેનિંગ વોલ ધરાશાયી થઈ ગઈ હતી. આ ઘટનામાં બે શ્રમિકો ઈજાગ્રસ્ત થયા છે. બંનેને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. જો વરસાદ ચાલુ રહેશે તો અમારે નજીકના ઘરો ખાલી કરવા પડી શકે છે.”
