Surat News: સુરતના લિંબાયત વિસ્તારમાં પોલીસકર્મીઓ દ્વારા એક યુવક સાથે કથિત રીતે મારપીટ (Surat Police Brutality) અને અમાનવીય વર્તન કરવામાં આવ્યું હોવાના આક્ષેપો સાથેનો મામલો હવે ગુજરાત હાઈકોર્ટ (Gujarat High Court) સુધી પહોંચ્યો છે. ‘યાદવ ટી-સેન્ટર’ના સંચાલક મનોજ સરોજે આક્ષેપ કર્યો છે કે મફતમાં નાસ્તો અને અન્ય સામાન આપવાનો ઇનકાર કરતાં લિંબાયત પોલીસના કેટલાક કર્મચારીઓએ તેની સાથે મારપીટ કરી હતી.
મનોજે આ મામલે અગાઉ સુરત પોલીસ કમિશનર કચેરીમાં રજૂઆત કરી હતી. જોકે, એક મહિના બાદ પણ સંતોષકારક કાર્યવાહી ન થતાં તેણે પોલીસ અધિકારીઓ અને સંબંધિત કર્મચારીઓ સામે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી છે. આ દરમિયાન ઘટનાના કથિત CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં પોલીસકર્મીઓ યુવકને પકડીને લઈ જતા અને માર મારતા હોવાના દૃશ્યો જોવા મળે છે.
CCTVમાં શું જોવા મળ્યું?
સામે આવેલા CCTV ફૂટેજ મુજબ, રાત્રે આશરે 8:58 વાગ્યે મનોજને પકડવા બે પોલીસકર્મીઓ તેની પાછળ જતા દેખાય છે. એક પોલીસકર્મી તેને પકડે છે, જ્યારે અન્ય કર્મચારી દંડા સાથે ત્યાં પહોંચે છે. ફરિયાદી પક્ષના આક્ષેપ મુજબ, એક પોલીસકર્મી (Surat Police Brutality) મનોજના વાળ પકડીને ખેંચતો જોવા મળે છે અને બીજો દંડાથી મારતો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
ત્યારબાદ રાત્રે આશરે 9:50 વાગ્યે વધુ બે પોલીસકર્મી (Surat Police Brutality)ઓ દંડા સાથે ત્યાં પહોંચતા જોવા મળે છે. મનોજ લોખંડની જાળી પકડીને ઉભો રહેવાનો પ્રયાસ કરતો હોવાનું CCTVમાં દેખાય છે. આક્ષેપ મુજબ, ત્યારબાદ પોલીસકર્મીઓ તેને ત્યાંથી લઈ જવાનો પ્રયાસ કરે છે અને મારપીટ (Surat Police Brutality) ચાલુ રહે છે. રાત્રે આશરે 10:45 વાગ્યે વધુ એક પોલીસકર્મી (Surat Police Brutality) સ્થળ પર પહોંચે છે. ત્યારબાદ કુલ પાંચ પોલીસકર્મીઓ દ્વારા મનોજને બળજબરીથી ત્યાંથી લઈ જવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે.
મફતમાં સામાન ન આપતાં અદાવત રાખ્યાનો આક્ષેપ
મનોજ સરોજે આક્ષેપ કર્યો છે કે લિંબાયત પોલીસ સ્ટેશનના ડી-સ્ટાફના કેટલાક કર્મચારીઓ તેની દુકાનેથી દરરોજ ચા, પાણી, એનર્જી ડ્રિંક, સિગારેટ અને માવો સહિતનો સામાન મફતમાં લઈ જતા હતા. મનોજના જણાવ્યા મુજબ, આ રીતે દરરોજ આશરે ₹700થી ₹800નું નુકસાન થતું હતું. આર્થિક નુકસાન સહન ન થતાં તેણે સામાનના પૈસા માગ્યા હતા. મનોજનો દાવો છે કે આ બાબતને લઈને પોલીસકર્મી (Surat Police Brutality)ઓ તેની સામે અદાવત રાખતા હતા અને 13 જુલાઈની રાત્રે દુકાન બંધ કરતી વખતે તેને પોલીસ મથકે લઈ જવામાં આવ્યો હતો.
Surat Police Brutality: પોલીસ સ્ટેશનમાં થર્ડ ડિગ્રીનો પણ આક્ષેપ
મનોજે વધુ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું છે કે તેને લિંબાયત પોલીસ સ્ટેશનના ડી-સ્ટાફ રૂમમાં લઈ જઈને માર મારવામાં આવ્યો હતો. તેના જણાવ્યા મુજબ, તેને ભોંય પર ઊંધો સુવડાવી પગ અને મોં દબાવી રાખવામાં આવ્યા હતા અને શરીરના પાછળના ભાગે અનેક વખત દંડા મારવામાં આવ્યા હતા. મનોજે દાવો કર્યો છે કે તેને લાંબા સમય સુધી માર મારવામાં આવ્યો હતો. મનોજનું કહેવું છે કે તેની પાસે ગુમાસ્તા લાઇસન્સ અને ફૂડ લાઇસન્સ સહિતના જરૂરી દસ્તાવેજો હોવા છતાં તેની સાથે આવું વર્તન કરવામાં આવ્યું હતું.
કમિશનર કચેરીમાં પુરાવા સાથે રજૂઆત
આ મામલે મનોજે સુરત પોલીસ કમિશનર કચેરીમાં લેખિત રજૂઆત કરી હતી. તેણે પોતાની અરજી સાથે પેનડ્રાઇવ અને વીડિયો રેકોર્ડિંગ સહિતના પુરાવા રજૂ કર્યા હોવાનો દાવો કર્યો છે. મનોજના જણાવ્યા પ્રમાણે, DCP ડો. કાનન દેસાઈ (DCP Dr. Kanan Desai) દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. જોકે, તેની ફરિયાદ ફરી ઝોન-2 મારફતે સ્થાનિક પોલીસ સુધી પહોંચતાં તેણે તપાસની નિષ્પક્ષતા અંગે સવાલો ઉઠાવ્યા છે. તેનો આક્ષેપ છે કે જે પોલીસકર્મી (Surat Police Brutality)ઓ સામે ફરિયાદ છે, તેમની જ વ્યવસ્થામાં તપાસ થવાથી મામલો દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
હાઈકોર્ટમાં પિટિશન બાદ ધમકી મળ્યાનો આક્ષેપ
સ્થાનિક સ્તરે ન્યાય ન મળ્યો હોવાનો દાવો કરતા મનોજે ગુજરાત હાઈકોર્ટ (Gujarat High Court)નો દરવાજો ખખડાવ્યો છે. પોલીસ સામે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કર્યા બાદ તેને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી હોવાનો પણ તેણે આક્ષેપ કર્યો છે. મનોજના જણાવ્યા મુજબ, તેના ભાઈને પણ બળજબરીથી વાહનમાં બેસાડી લઈ જવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. હાલમાં પોલીસના ભયને કારણે તે છુપાઈને રહેતો હોવાનો દાવો મનોજે કર્યો છે. સોશિયલ મીડિયા પર લાઇવ થઈને તેણે પોતાની આપવીતી રજૂ કરી હતી અને કહ્યું હતું કે સ્થાનિક સ્તરે કાર્યવાહી ન થતાં અંતે તેને હાઈકોર્ટનો સહારો લેવો પડ્યો.
હવે હાઈકોર્ટની કાર્યવાહી પર નજર
સુરતમાં પોલીસની કામગીરી સામે અગાઉ પણ વિવાદો થયા છે. ત્યારે લિંબાયતના આ કેસમાં CCTV ફૂટેજ સામે આવ્યા બાદ મામલો વધુ ગંભીર બન્યો છે. હવે હાઈકોર્ટમાં દાખલ થયેલી પિટિશન પર શું કાર્યવાહી થાય છે અને પોલીસ તથા સંબંધિત અધિકારીઓ તરફથી શું જવાબ રજૂ કરવામાં આવે છે તેના પર સૌની નજર છે. બીજી તરફ, CCTV ફૂટેજ, ફરિયાદી દ્વારા રજૂ કરાયેલા પુરાવા અને અન્ય વિગતોની તપાસ બાદ જ સમગ્ર ઘટનાની હકીકત સ્પષ્ટ થશે.
આ પણ વાંચો:સુરતમાં પોલીસને ગાળો આપતો Instagram વીડિયો વાયરલ, મોનુ યાદવ સામે અમરોલી પોલીસમાં ગુનો
આ પણ વાંચો:સુરત પોલીસ બની જીવન રક્ષક, આ રીતે બચાવી યુવકની જીંદગી
આ પણ વાંચો:સુરત પોલીસ કમિશનરનો સપાટો : એક સાથે 12 PIની બદલી કરી
