National News/ અમેરિકી રાજદૂતનું મોટું નિવેદન: જમ્મુ-કાશ્મીરને ગણાવ્યું ભારતનું અભિન્ન અંગ, ઉમર અબ્દુલ્લા સાથે કરી મહત્વની મુલાકાત

Jammu Kashmir: Article 370 બાદ પ્રથમ વખત જમ્મુ-કાશ્મીર પહોંચેલા અમેરિકી રાજદૂત સર્જિયો ગોરના એક નિવેદને ચર્ચા જગાવી છે. ઉમર અબ્દુલ્લા સાથે મુલાકાત બાદ તેમણે જમ્મુ-કાશ્મીરને ભારતનું અભિન્ન અંગ ગણાવ્યું અને અમેરિકાની ટ્રાવેલ એડવાઈઝરીની સમીક્ષા અંગે પણ મોટો સંકેત આપ્યો.

Top Stories India Trending
Jammu Kashmir: America’s Shocking Revelation! Article 370 બાદ ‘J&K ભારતનું અભિન્ન અંગ’

Jammu Kashmir News: ભારતમાં અમેરિકી રાજદૂત સર્જિયો ગોરે જમ્મુ-કાશ્મીરની (Jammu Kashmir) મુલાકાત દરમિયાન (Sergio Gor Kashmir Visit) મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે જમ્મુ-કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે. આર્ટિકલ 370 હટાવ્યા બાદ અમેરિકી રાજદૂતની જમ્મુ-કાશ્મીરની આ પ્રથમ મુલાકાત હોવાનું સામે આવ્યું છે.

Jammu Kashmir: ઉમર અબ્દુલ્લા સાથે રાજદૂતની મુલાકાત

સર્જિયો ગોરે જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા સાથે મુલાકાત (Omar Abdullah Meeting) કરી હતી. બેઠક બાદ મીડિયા સાથે વાતચીતમાં તેમણે ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો તેમજ જમ્મુ-કાશ્મીરની સ્થિતિ અંગે ચર્ચા કરી હતી. ગોરે કહ્યું કે તેઓ પ્રથમ વખત આ વિસ્તારની મુલાકાતે આવ્યા છે અને જમ્મુ-કાશ્મીરની કુદરતી સુંદરતાની પ્રશંસા કરી હતી.

અમેરિકાની ટ્રાવેલ એડવાઈઝરી પર વિચારણા

જમ્મુ-કાશ્મીરને લઈને અમેરિકાની હાલની ટ્રાવેલ એડવાઈઝરી અંગે પણ સર્જિયો ગોરે ( US Ambassador India) મહત્વપૂર્ણ સંકેત આપ્યો છે. તેમણે જણાવ્યું કે અમેરિકા સમયાંતરે પોતાની પ્રવાસ સલાહની સમીક્ષા કરે છે. તેમણે કહ્યું કે આ મુદ્દે તેઓ તાત્કાલિક કોઈ મોટી જાહેરાત કરી શકતા નથી, પરંતુ જમ્મુ-કાશ્મીરની યાત્રા અંગેની એડવાઈઝરી પર ફરીથી વિચારણા કરવામાં આવશે. ગોરે જમ્મુ-કાશ્મીરને સુંદર વિસ્તાર ગણાવતા કહ્યું કે ઘણા અમેરિકન નાગરિકો અહીંની સુંદરતા અને તકોને જોવા માટે મુલાકાત લેવા ઈચ્છી શકે છે.

ઓપરેશન સિંદૂર બાદ મહત્વપૂર્ણ મુલાકાત

ઓપરેશન સિંદૂર બાદ અમેરિકી રાજદૂતની જમ્મુ-કાશ્મીરની આ પ્રથમ મુલાકાત હોવાનું જણાવવામાં આવ્યું છે. આ મુલાકાતને ભારત-અમેરિકા સંબંધોના સંદર્ભમાં પણ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. સર્જિયો ગોર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના દક્ષિણ અને મધ્ય એશિયા માટેના વિશેષ દૂત તરીકે પણ જવાબદારી સંભાળી રહ્યા છે.

ઉમર અબ્દુલ્લાએ શું કહ્યું?

મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ મુલાકાતને સકારાત્મક ગણાવી હતી. તેમણે જણાવ્યું કે બેઠક દરમિયાન ભારત-અમેરિકા સંબંધો અંગે ચર્ચા થઈ હતી અને ખાસ કરીને જમ્મુ-કાશ્મીર સાથે જોડાયેલા મુદ્દાઓ પર વાતચીત કરવાનો અવસર મળ્યો હતો.

ઉમર અબ્દુલ્લાના જણાવ્યા મુજબ, બંને પક્ષો વચ્ચેના સંબંધો ઉપરાંત જમ્મુ-કાશ્મીરને લઈને અમેરિકાની ભૂમિકા અંગે પણ ચર્ચા થઈ હતી. તેમણે કહ્યું કે કેટલાક જૂના મુદ્દાઓ છે, જેને સમય સાથે ઉકેલવાનો પ્રયાસ કરવામાં આવશે અને આ વાતચીતને આગળ વધારવા માટે તેઓ ઉત્સુક છે.

અમેરિકી રાજદૂત દ્વારા જમ્મુ-કાશ્મીરને ભારતનું અભિન્ન અંગ ગણાવવાનું નિવેદન અને ત્યારબાદ ટ્રાવેલ એડવાઈઝરીની સમીક્ષા અંગે આપવામાં આવેલા સંકેતને કારણે આ મુલાકાત ચર્ચામાં આવી છે. હવે આગામી સમયમાં અમેરિકાની પ્રવાસ સલાહમાં કોઈ ફેરફાર થાય છે કે નહીં તેના પર નજર રહેશે.


 આ પણ વાંચો: સિંધુ જળ સંધિ બાદ એક્શન મોડમાં સરકાર, જમ્મુ-કાશ્મીરમાં હાઈડ્રો પ્રોજેક્ટ્સને મળી નવી ગતિ

 આ પણ વાંચો: જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓનો અંત, ગુફા બની કબર, સેનાએ લીધો શહીદોનો બદલો

 આ પણ વાંચો: જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં ખામૈનીના પોસ્ટર લહેરાતા ભારે હોબાળો!, ઈઝરાયેલ-અમેરિકા મુર્દાબાદના લાગ્યા નારા