Dharma & Bhakti/ આજે મહાદેવની આરાધનાનો પાવન દિન…મહાશિવરાત્રિ 2026…જાણો રુદ્રાભિષેકનું શુભ મુહૂર્ત…

Mahashivratri 2026 (મહાશિવરાત્રિ) ના પવિત્ર દિને રુદ્રાભિષેકનું વિશેષ મહત્વ છે…અહિં આજે એની પૂજન વિધિ અને શુભ મુહૂર્ત અંગે સવિસ્તાર જાણીશું…

Trending Religious Rashifal Dharma & Bhakti
Mahashivratri 2026,રુદ્રાભિષેક,શુભ સમય

Dharm & Bhakti: મહાશિવરાત્રિ (Mahashivratri 2026) હિન્દુ સનાતન ધર્મના સૌથી મહત્વપૂર્ણ પર્વ પૈકીનો એક છે જે દર વર્ષે ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ મનાવવામાં આવે છે.

આ વર્ષ 2026માં આજે અર્થાત્ 15 ફેબ્રુઆરીના રોજ આ પર્વ મનાવવામાં આવશે.

ધાર્મિક માન્યતાનુસાર, આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીનો વિવાહ (Shiv-Parvati Vivah) થયો હતો. અમુક પૌરાણિક કથાઓ મુજબ, આ દિવસે ભગવાન ભોળાનાથ લિંગ સ્વરુપમાં પ્રગટ થયા હતા. આથી આ દિવસે શિવલિંગ (Shivling)ની વિશેષ પૂજા-અર્ચના કરવાનું મહાત્મ્ય અનેરું છે. એવું કહેવાય છે કે, મહાશિવરાત્રિએ શિવલિંગ પર રુદ્રાભિષેક કરવાથી ભગવાન શિવ (Lord Shiva)ની અસીમ કૃપા પ્રાપ્ત થશે. પરંતુ, પ્રશ્ન એ છે કે આ દિવસે રુદ્રાભિષેકનું શુભ મુહૂર્ત કયું રહેશે…તો ચાલો જાણીએ એનો શુભ સમય…

 

મહાશિવરાત્રિ 2026 નું રુદ્રાભિષેકનું શુભ મુહૂર્ત (Mahashivratri 2026 Rudrabhishek Shubh Mahurat)

આ વર્ષે 2026માં આજે 15 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રિ છે અને આજના પાવન દિને રુદ્રાભિષેકનું શુભ મુહૂર્ત સાંય કાળ 05:04 થી શરુ થઇને આગલા દિવસે 06:59 સુધીનું રહેશે.

Mahashivratri 2026,રુદ્રાભિષેક,શુભ સમય

મહાશિવરાત્રિના 4 પ્રહરના પૂજા મુહૂર્ત

રાત્રિનો પ્રથમ પ્રહર પૂજા સમય– 06:11 PM થી 9:23 PM

રાત્રિનો દ્વિતિય પ્રહર પૂજા સમય– 09:23 PM થી 12:35 AM, ફેબ્રુઆરી 16

રાત્રિનો તૃતિય પ્રહર પૂજા સમય– 12:35 AM થી 3:47 AM, ફેબ્રુઆરી 16

રાત્રિનો ચતુર્થ પ્રહર પૂજા સમય– 03:47 થી 06:59, ફેબ્રુઆરી 16

પૂજા સામગ્રી

આ પૂજન અર્થે તમારે આટલી સામગ્રીની આવશ્યકતા રહેશે.

શુદ્ધ જળ, દહીં, મધ, ગુલાબજળ, શેરડીનો રસ, દૂધ, શ્રૃંગી, બીલીપત્ર, નારિયેળ, ધૂપ, કપૂર, ઘી, પાન, સોપારી, નાડાછડી, ભાંગ, દીપક, અગરબત્તી, મેવો, મીઠાઈ, ધતૂરાના ફૂલ, ફળ (બોર હોય તો ઉત્તમ) અને એક પાત્ર…જેમાં રુદ્રાભિષેક કરી શકાય.

Mahashivratri 2026,રુદ્રાભિષેક,શુભ સમય

પૂજા વિધિ ( Rudrabhishek Puja Vidhi)

1. સૌપ્રથમ તમામ પૂજન સામગ્રીને ગંગાજળ વડે પવિત્ર કરો.

2. જમણા હાથમાં જળ, અક્ષત અને ફૂલ લઇને જે મનોકામના અર્થે તમે રુદ્રાભિષેક કરવા ઇચ્છતા હો એનો સંકલ્પ કરવો.

3. પૂજાના પ્રારંભે સૌપ્રથમ ભગવાન ગણેશની પૂજા કરવી.

4. પછી શિવ, કાર્તિકેય અને નંદીની પૂજા કરવી.

5. શ્રૃંગી થી શિવલિંગનો અભિષેક કરવો. જો તમારી પાસે એ ઉપલબ્ધ ન હોય તો જળની ધાર કરીને અભિષેક કરવો.

6. હવે તમે દૂધ, દહીં, ઘી, શેરડીનો રસ, જળ, સરસવનું તેલ વગેરેમાંથી કોઇ પણ વસ્તુથી તમે અભિષેક કરી શકો છો.

7. અભિષેક દરમિયાન સતત ॐ નમ શિવાય અથવા તો મહામૃત્યુંજય મંત્ર જાપ કરતા રહેવું. ઓછામાં ઓછા 108 વાર મંત્ર જાપ કરવા.

Mahashivratri 2026,રુદ્રાભિષેક,શુભ સમય

 

8. અભિષેક બાદ શિવલિંગને સ્વચ્છ કરીને એનો શૃંગાર કરવો. ચંદનનું તિલક કરવું.

9. ત્યાર બાદ, બીલીપત્ર, શમીપત્ર, ભાંગ અને ફૂલ અર્પણ કરવા. આ ઉપરાંત, અત્તર લગાવી જનોઈ પહેરાવવી.

10. કપૂર પ્રગટાવીને મહાદેવની આરતી કરવી અને કર્પૂરગૌરં મંત્રનો પાઠ કરવો.

11. અંતે ક્ષમા પ્રાર્થના કરવી કે જો પૂજામાં કોઈ પણ ત્રુટિ રહી ગઈ હોય તો એના માટે ભોળાનાથ ક્ષમા કરે!

અંતે ફળ અને મીઠાઈનો પ્રસાદ ધરાવવો અને સૌને વહેંચવો.

Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.


આ પણ વાંચો: 5 રાશિઓ પર શનિની વક્ર દ્રષ્ટિ…મહાશિવરાત્રિની સાંજે ચૂપચાપ કરવા આ 5 દાન…સંકટ ટળી જશે!

આ પણ વાંચો: જો લગ્ન થવામાં વિઘ્ન નડી રહ્યાં છે તો કુંવારી કન્યાઓએ આ વિધિથી મહાશિવરાત્રિની પૂજા કરવી…

આ પણ વાંચો: મહાશિવરાત્રિએ 4 ગ્રહોનો ચતુર્ગ્રહી યોગ…શિવ-શનિ 4 રાશિઓને બનાવશે ધનવાન!