Dharma & Bhakti/ શિવ પૂજામાં કયા ફૂલો અર્પણ કરવા અને કયા નહિં? મહાશિવરાત્રિ 2026 ની પૂજા વિધિ અંગે વિશેષ જાણકારી….

Mahashivratri (મહાશિવરાત્રિ)નું પાવન પર્વ કેવળ મહાદેવની ભક્તિ જ નથી પણ કુંડળીના ક્રૂર ગ્રહોને શાંત કરવા માટેનો સુઅવસર છે. આ માટે પૂજામાં કયા ફૂલો…

Trending Religious Rashifal Dharma & Bhakti
Mahashivratri,, ભગવાન શિવ, ફૂલો

Dharm & Bhakti: પૂજા-પાઠમાં ફૂલો (Flowers) ચડાવવાનું વિશેષ મહત્વ ગણાય છે અને હવે મહાશિવરાત્રિ આવનાર છે તો ચાલો જાણીએ કે, ભગવાન શિવના પ્રિય ફૂલ કયા છે? મહાશિવરાત્રિ આ વર્ષે 15 ફેબ્રુઆરી 2026 (Mahashivratri, 15 February 2026) ના રોજ આવનાર છે.

મહાશિવરાત્રિ 2026 (Mahashivratri 2026)ની પૂજાના ફૂલો

મહાશિવરાત્રિનું પાવન પર્વ કેવળ મહાદેવની ભક્તિ જ નથી પણ કુંડળીના ક્રૂર ગ્રહોને શાંત કરવા માટેનો સુઅવસર છે. વર્ષ 2026ની મહાશિવરાત્રિ એ લોકો માટે સંજીવની સમાન છે જે શનિની સાડાસાતી (Shani Sade Sati) કે ઢૈયાનો માર પણ ઝીલી રહ્યાં છે! મહાદેવ શનિ દેવના ગુરુ છે આથી એમને પ્રસન્ન કરવાથી એમના ભક્તો પર ભોળાનાથની વિશેષ કૃપા વરસે છે.

આમ તો ભગવાન ભોળાનાથ એક લોટાભર જળથી જ પ્રસન્ન થઇ જાય છે પણ એમને ભક્તજનો વિશેષ રીઝવવા માગતા હોય અને મનગમતું ફળ મેળવવા માગતા હોય એ માટે શિવજીને જુદા જુદા પુષ્પ ચડાવવાનું શાસ્ત્રોમાં કહેવાયું છે. ભક્તો જેટલી શ્રદ્ધા અને આસ્થાથી ભગવાન શિવની પૂજા કરે તેમના પર શિવકૃપા સદૈવ રહેતી હોય છે. વહેલી સવારથી જ શિવાલયોમાં આ દિવસે ભકતો ઉમટી પડતા હોય છે, શિવલિંગ પર જળ અને દૂધનો અભિષેક કરતા હોય છે. બિલીપત્ર એ ભોળાનાથની સૌથી પ્રથમ પસંદગી છે પરંતુ અહીં આપણે એવા પુષ્પોની વાત કરીશું જેને અર્પણ કરવાથી શિવજીની અપાર કૃપા શ્રદ્ધાળુ પર વરસે છે!

ભગવાન શિવના પ્રિય ફૂલો કયા છે?

શિવપુરાણ અનુસાર, ભગવાન શિવ (Lord Shiva)ના પરમ પ્રિય પુષ્પો (Flowers) છે ધતૂરો, આકડો, શમી, ચમેલી, કરેણ, સફેદ કમળ અને બેલા (Dhaturo, Akdo, Shami, Jasmine, Karen, White Lotus and Bela)…

ધતૂરો

શિવપુરાણ અનુસાર, ધતૂરાનું ફૂલ ભગવાન શિવને અત્યંત પ્રિય હોય છે. એને અર્પિત કરવાથી રોગ, ભય અને નકારાત્મક ઊર્જાથી મુક્તિ મળે છે.

જ્યારે સમુદ્ર મંથન (Samudramanthan) દરમિયાન નીકળેલું હળાહળ ઝેર શિવજીએ પીધું, ત્યારે તેમના શરીરમાં ખૂબ જ દાહ ઉત્પન્ન થયો હતો. ધતૂરો અને બીલીપત્ર (Bili Patra) જેવી ઠંડી તાસીરના દ્રવ્યો ચઢાવવાથી તેમને શીતળતા મળી હતી. ત્યારથી આ વસ્તુઓ તેમની પ્રિય બની ગઈ છે.

Mahashivratri,, ભગવાન શિવ, ફૂલો

આકડો

આકડાનું ફૂલ ભોળાનાથને પ્રિય ગણાય છે, જેને કોઇ પસંદ નથી કરતા એને શિવ શરણમાં લે છે. એવું કહેવાય છે કે, આકડાનું ફૂલ શિવલિંગ પર ચડાવવાથી જીવનની તમામ અડચણો દૂર થાય છે અને સાહસમાં વૃદ્ધિ થાય છે.

Mahashivratri,, ભગવાન શિવ, ફૂલો

શમી

શમીનું ફૂલ જો ઉપલબ્ધ હોય તો અવશ્ય શિવલિંગ પર ચડાવવું. શમીના પાન પણ તમે ચડાવી શકો છો.

Mahashivratri,, ભગવાન શિવ, ફૂલો

કરેણ

કરેણનું ફૂલ અનેક રંગોમાં ઉગે છે, સફેદ, લાલ, પીળા, ગુલાબી…આ પૈકીનું કોઈ પણ ફૂલ તમે શિવલિંગ પર અર્પણ કરી શકો છો.

Mahashivratri,, ભગવાન શિવ, ફૂલો

ચમેલી

સુંદર શુભ્ર ચમેલીના ફૂલો ચડાવવાથી ભોળાનાથ અવશ્ય પ્રસન્ન થશે.

Mahashivratri,, ભગવાન શિવ, ફૂલો

સફેદ કમળ

શિવલિંગ પર સફેદ કમળ અર્પણ કરવાથી શિવજીની કૃપા પ્રાપ્ત થશે. પૂજામાં શાંતિ, શુદ્ધતા અને સકારાત્મક ઉર્જાનો સંચાર થશે અને તે મહાદેવ ઉપરાંત લક્ષ્મી માતાને પણ પ્રસન્ન કરીને મનોવાંચ્છિત ફળ મેળવવા માટે અર્પણ કરવામાં આવે છે.

Mahashivratri,, ભગવાન શિવ, ફૂલો

બેલા કે મોગરા

બેલા અથવા મોગરા (Mogra) તરીકે ઓળખાતા આ ફૂલને શિવ અર્પણ કરવાથી સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે અને ઘરમાં સકારાત્મક ઊર્જા બની રહે છે.

Mahashivratri,, ભગવાન શિવ, ફૂલો

શિવ પૂજામાં વર્જીત ફૂલો

ચંપાનું ફૂલ અને કેતકી (Champa & Ketki)નું ફૂલ ભૂલથી પણ શિવલિંગ (Shivling) પર ન ચડાવવું જોઇએ. શાસ્ત્રોક્ત રીતે એ વર્જીત છે. આ ઉપરાંત, કરમાયેલા, તૂટેલા-ફૂટેલાં કે સૂકા ફૂલો પણ અર્પણ ન કરવા જોઇએ. કાંટા ધરાવતા છોડ હોય એમના ફૂલો જેમ કે, ગુલાબ વગેરે પણ શિવલિંગ પર ન ચડાવવા જોઇએ.

Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.


આ પણ વાંચો: 5 રાશિઓ પર શનિની વક્ર દ્રષ્ટિ…મહાશિવરાત્રિની સાંજે ચૂપચાપ કરવા આ 5 દાન…સંકટ ટળી જશે!

આ પણ વાંચો: માયાવી ગ્રહ રાહુ બન્યો શક્તિશાળી, 2026માં આર્થિક અને કેરિયર ક્ષેત્રે આ રાશિઓનો ગોલ્ડન ટાઇમ…

આ પણ વાંચો: વર્ષ 2026નું પહેલું ચંદ્રગ્રહણ આ 3 રાશિઓ માટે લાવશે મુસીબત! જાણો શું કરવું અને શું નહીં