Dharm & Bhakti: મહાશિવરાત્રિ (Mahashivratri) આ વર્ષે 15 ફેબ્રુઆરી 2026ના રોજ આવનાર છે. આ દિવસે એક અનોખો સંયોગ બનવા જઇ રહ્યો છે જેમાં સૂર્ય, શુક્ર, રાહુ અને બુધ ગ્રહો મળીને ચોકડી બનાવશે અર્થાત્ ચતુર્ગ્રહી યોગ (Chaturgrahi Yog) રચશે…આ એક દુર્લભ સંયોગ છે જે વિશેષ કરીને 4 રાશિઓ માટે અત્યંત શુભ સિદ્ધ થશે. આ રાશિઓ પર ભગવાન શિવ-શનિ (Shiv-Shani) બંનેની વિશેષ કૃપાદ્રષ્ટિ વરસી શકે છે.
ચતુર્ગ્રહી યોગ (Chaturgrahi Yog)થી આ રાશિઓ પર કૃપા થશે
કુંભ રાશિ શનિદેવનું સ્વામીત્વ ધરાવે છે અને મહાશિવરાત્રિના દિવસે એમની પ્રિય રાશિમાં ચાર ગ્રહોનો યોગ સર્જાશે. હાલ આ રાશિમાં રાહુ અને બુધ ગ્રહ (Rahu & Budh Grah) વિદ્યમાન છે પરંતુ, મહાશિવરાત્રિ અગાઉ શુક્ર અને સૂર્ય (Shukra & Surya Grah) પણ આ રાશિમાં ગોચર કરશે. જ્યોતિષ શાસ્ત્ર (Astrology) અનુસાર, આ વિશેષ દિને રચાવા જઇ રહેલા આ ચતુર્ગ્રહી યોગ રાશિઓને ઘણો લાભ આપી શકે છે. આ રાશિઓ પર ન કેવળ ભગવાન શિવ પરંતુ શનિ દેવની કૃપા પણ વરસી શકે છે! તો ચાલો જાણીએ કે, આ નસીબવંતી રાશિઓ કઇ-કઇ છે?

કુંભ રાશિ
ચતુર્ગ્રહી યોગ કુંભ રાશિ (Kumbh Rashi)માં જ સર્જાઇ રહ્યો છે આથી સૌથી વધુ લાભ આ રાશિના જાતકોને જ મળશે. એમની આવક વધવાથી કથળેલી આર્થિક સ્થિતિ હવે સુધરશે. કેરિયર અથવા વ્યાપારના ક્ષેત્રે કોઈ ઉચ્ચ પડાવ હાંસલ થઇ શકે છે. જે લોકો નોકરી છોડીને પોતાનું કામ કરવાનું વિચારી રહ્યા છે એમના માટે આ એક ઉત્તમ સમય છે. સોનુ તથા ચાંદી જેવી મૂલ્યવાન વસ્તુઓમાં તમે રોકાણ કરી શકશો. સંતાન પક્ષ તરફથી કોઈ સરપ્રાઇઝ પણ પ્રાપ્ત થઇ શકે છે.

મકર રાશિ
મકર રાશિ (Makar Rashi)ના જાતકોનો ધનસંબંધી કોઇ વિવાદ સમાપ્ત થઇ શકે છે. કોર્ટ-કચેરીના મામલા (Legal Matters) તમારા પક્ષમાં રહેશે. જો તમે કોઇ દેવા કે ખર્ચાના તણાવથી ગ્રસિત છો તો એ દૂર થઇ શકે છે. તમારી બચતમાં વૃદ્ધિ થઇ શકે છે અને બેન્ક બેલેન્સ પણ વધવાની સંભાવના છે. આ ઉપરાંત, અટકી પડેલા કાર્યો ઝડપભેર પૂર્ણ થશે. સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ પણ સમાપ્ત થવાથી રાહત મળશે. સંતાનો માતા-પિતાની અપેક્ષાઓ પર ખરા ઉતરશે.

કન્યા રાશિ
કન્યા રાશિ (Kanya Rashi)ના જાતકોને પૈતૃક સંપત્તિ (Ancestral Property)નો લાભ મળી શકે છે. મકાન કે વાહન સંબંધી નિર્ણયો ભવિષ્યમાં ઘણા જ લાભદાયી સાબિત થશે. આ દરમિયાન બનાવવામાં આવેલી યોજનાઓ તમને આજીવન લાભાન્વિત કરશે. આ ઉપરાંત, ગુપ્ત સ્ત્રોત દ્વારા પણ ધન પ્રાપ્તિ થવાની સંભાવનાઓ છે. કોઇ પ્રભાવશાળી વ્યક્તિ સાથે મુલાકાત તમારા કેરિયરને નવી દિશા આપી શકે છે. તમારુ સ્વાસ્થ્ય પણ સંતોષકારક રહેશે.

મેષ રાશિ
મેષ રાશિ (Mesh Rashi)ની આર્થિક સ્થિતિમાં ઘણો મોટું પરિવર્તન આવી શકે છે. પૈસા સરળતાથી પ્રાપ્ત થશે અને ખર્ચ પણ નિયંત્રણમાં રહેશે. રોકાણની યોજનાઓ પણ ફાયદાકારક રહેશે. નોકરી કરતા અને વેપારીવર્ગ, આ બંને ક્ષેત્રોમાં કાર્ય કરતા જાતકોની પ્રગતિ થઇ શકે એવા યોગ છે. બેરોજગાર વ્યક્તિઓનું નસીબ પણ ખૂલશે અને આ જાતકોની સામાજીક પ્રતિષ્ઠા વધવાની સંભાવનાઓ જણાઇ રહી છે.
Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.
આ પણ વાંચો: વૃષભ રાશિના જાતકો માટે 2026ની 10 ભવિષ્યવાણીઓ…આર્થિક ક્ષેત્રે સોનેરી સમયનો પ્રારંભ..!
આ પણ વાંચો: માયાવી ગ્રહ રાહુ બન્યો શક્તિશાળી, 2026માં આર્થિક અને કેરિયર ક્ષેત્રે આ રાશિઓનો ગોલ્ડન ટાઇમ…
આ પણ વાંચો: વર્ષ 2026નું પહેલું ચંદ્રગ્રહણ આ 3 રાશિઓ માટે લાવશે મુસીબત! જાણો શું કરવું અને શું નહીં
