મુંબઇ,
મુકેશ અંબાણી અને નીતા અંબાણીની પુત્રી ઇશા અંબાણી 12 ડિસેમ્બરના રોજ (એટલે કે આજે )આનંદ પિરામલ સાથે લગ્ન કરશે. બંનેની ઉદયપુરમાં પ્રી-વેડિંગ સેરેમની થઇ. જેમાં દેશ-વિદેશના મહેમાનો એકત્ર થયા છે. આ મહેમાનોની લિસ્ટમાં બોલિવૂડ-હોલિવૂડ સેલિબ્રિટીઝથી લઈને રાજકારણીઓમાં સામિલ થયા છે. ગ્રૈમી પુરસ્કાર વિજેતા અમેરિકન પોપ સિંગર બેયોન્સ અને હિલેરી ક્લિન્ટન પણ ઇશા અંબાણીના સંગીત જોડાયા અને હવે મુંબઈમાં બંનેના લગ્ન છે જેની તૈયારીઓ શરુ કરવામાં આવી છે અને આ સાથે, અંબાણી પરિવારનું ‘એન્ટીલિયા’ ઘરને દુલ્હનની જેમ સજાવામાં આવ્યું છે.

ઘરના કેટલાક ફોટા સામે આવ્યા છે. ઘરના ગેટને સુંદર લાલ ફૂલોથી સજાવવામાં આવ્યો છે અને તે ગોલ્ડન કલરની રેપિંગ આપવામાં આવી છે.

આ સાથે ઘરના દરવાજા પર ખૂબ જ સુંદર રીતે સફેદ લાઇટથી સજાવવામાં આવ્યો છે. અહેવાલો અનુસાર, ફોર્બ્સ મેગેઝીને 20 અબજોપતિઓના ઘરની યાદી રજૂ કરી છે જેમાં એન્ટીલિયા પહેલા નંબર પર છે. 27 માળવાળા એન્ટીલિયાને બનાવા માટે રૂ. 10 હજાર 500 કરોડ ખર્ચવામાં આવ્યા છે.

મળતી માહિતી અનુસાર, મુકેશ અંબાણીનું નવું ઘર ‘એન્ટીલિયા’નું આ મહિનાનું વીજળી બીલ રૂ .70 લાખ આવ્યું છે, અને માત્ર એક મહિનામાં એન્ટીલિયામાં 6 લાખ 37 હજાર 240 યુનિટ વીજળીનો વપરાશ કરવામાં આવ્યો છે.

