Not Set/ આંધ્રપ્રદેશ, બંગાળ બાદ હવે આ રાજ્યમાં પણ CBIની એન્ટ્રી પર લગાવાયો પ્રતિબંધ

નવી દિલ્હી, દેશની ટોચની જાસૂસ એજન્સી CBI (સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન) અને કેન્દ્ર સરકાર વચ્ચે ચાલી રહેલા વિવાદોને લઈ ઘણી ચર્ચાઓ સામે આવી રહી છે. એક બાજુ જ્યાં આલોક વર્માને સીબીઆઈના વડા તરીકે હટાવવાનો નિર્ણય કરાયો છે, ત્યારે હવે કેટલાક રાજ્યોની સરકાર દ્વારા હવે પ્રદેશમાં CBIની એન્ટ્રી પર બેન  લગાવાવમાં આવી રહ્યો છે. આંધ્રપ્રદેશ અને […]

Top Stories India Trending

નવી દિલ્હી,

દેશની ટોચની જાસૂસ એજન્સી CBI (સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન) અને કેન્દ્ર સરકાર વચ્ચે ચાલી રહેલા વિવાદોને લઈ ઘણી ચર્ચાઓ સામે આવી રહી છે. એક બાજુ જ્યાં આલોક વર્માને સીબીઆઈના વડા તરીકે હટાવવાનો નિર્ણય કરાયો છે, ત્યારે હવે કેટલાક રાજ્યોની સરકાર દ્વારા હવે પ્રદેશમાં CBIની એન્ટ્રી પર બેન  લગાવાવમાં આવી રહ્યો છે.

આંધ્રપ્રદેશ અને પશ્ચિમ બંગાળ બાદ હવે છત્તીસગઢમાં CBIની એન્ટ્રી પર પ્રતિબંધ લગાવાયો છે. રાજ્યમાં હાલમાં જ શાનદાર જીત હાંસલ કરવામાં સફળ રહેલી કોંગ્રેસની સરકાર દ્વારા આ નિર્ણય કરાયો છે.

national-andhra-pradesh-and-west-bengal-chhattisgarh-take-the-decision-ban-cbi-entry-state

એક રિપોર્ટ મુજબ, છત્તીસગઢ સરકાર દ્વારા રાજ્યમાં CBIની છાપેમારી તેમજ તપાસ કરવાની પરવાનગી પાછી લઈ લીધી છે.

આ પહેલા ગત ગુરુવારે છત્તીસગઢ સરકાર દ્વારા કેન્દ્ર સરકારને એક પત્ર લખીને CBIની એન્ટ્રી પર બેન અંગેની જણાવવામાં આવ્યું હતું.

છત્તીસગઢની કોંગ્રેસ સરકાર દ્વારા આ નિર્ણય ત્યારે લેવામાં આવ્યો છે જયારે પીએમ મોદીની અધ્યક્ષતાવાળી સિલેક્ટ કમિટી દ્વારા આલોક વર્માને CBIના ડાયરેક્ટરના પદેથી હટાવ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ પહેલા આંધ્રપ્રદેશ અને પશ્ચિમ બંગાળ દ્વારા પોતાના રાજ્યોમાં CBIની એન્ટ્રી પર પ્રતિબંધ લગાવ્યો હતો અને CBIની છાપેમારી તેમજ તપાસ માટેની પરવાનગી પાછી લીધી છે.