આમ આદમી પાર્ટીના પૂર્વ કાઉન્સિલર તાહિર હુસૈન છેલ્લા 14 મહિનાથી દિલ્હી હિંસા મામલે જેલમાં છે .તાહિર ગત માર્ચથી જેલમાં છે.દિલ્હી હિંસા મામલે તેના પર 12થી વધુ એફઆરઅઆઇ નોંધાઇ છે. દિલ્હી કોર્ટે બે એફઆઇઆરમાં તાહિરની જામીન અરજી રદ કરી દીધી છે. બે લોકો પ્રમોદ અને બંસલને ગોળીઓ વાગી હતી તેમના નિવેદન પોલીસે લીધાં હતા .આ નિવેદનમાં તાહિરને જવાબદાર ગણાવ્યો હતો.જેનાઆધારે તાહિરની જામીન રદ કરવામાં આવી છે.
કોર્ટે તાહિરની જામીન અરજી નકારતા કહ્યું હતું કે દિલ્હી માં થયેલી મોટી હિંસા આયોજન વગર શક્ય જ નથી,તાહિરની દલીલનો સ્વીકાર કરી શકાય તેમ નથી ભલે તે શારિરીક રીતે હિંસામાં સામેલ ના હોય પરતું હિંસાને ભડકાવવાનું કામ કરી રહ્યો હતો તેને નજર અંદાજ ના કરી શકાય
તાહિર હુસેન વતી કાર્ટમાં દલીલ કરવામાં આવી હતી કે તેમના ઘરમાં તેમની પત્નીનું ધ્યાન રાખવાવાળું કોઇ નથી અને બાળકો પણ સગીર છે.તાહિર હુસેનના વકીલે કહ્યું હતું કે તાહિર આમ આદમી પાર્ટીનો કાઉન્સિલર છે તેથી તેને દિલ્હી હિંસામાં ફસાવવામાં આવી રહ્યા છે. તે રાજકારણનો ભોગ બની રહ્યો છે .પરતું કોર્ટે તેની તમામ દલીલોને નકારતા તેની જામીન અરજી રદ કરી હતી
