જો તમે શ્વાન ને પાળો છો તો આ શહેરમાં તમારે રજિસ્ટ્રેશન કરાવું અનિવાર્ય છે. હા આપણે વાત કરી રહ્યા છે ભારતની રાજધાની દિલ્હીની. આ શેહેરમાં તમે જો કોઇ ડોગ પાળો છો તો તેનું રજિસ્ટ્રેશન અનિવાર્ય કરવામાં આવ્યું છે. જો તમે પૂર્વ દિલ્હીમાં રહો છો અને પાલતુ શ્વાન રાખો છો તો તમારે તમારા પાલતુ શ્વાનને પૂર્વ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (EDMC) સાથે નોંધાવવાની જરૂર પડશે. આ માટે EDMC એ ઓનલાઈન પોર્ટલની સુવિધા પણ શરૂ કરી છે.
ઇડીએમસીના એક અધિકારીએ આ મામલે તમામ માહિતી આપી હતી અને ઓનલાઇન અંગેની તમામ જાણકારી પણ તેમણે આપી હતી https://mcdonline.nic.in/vtlpetedmc/web/citizen/info લિંક પર ક્લિક કરીને અને નિયત ફી જમા કરીને તેમના પાલતુ શ્વાનની નોંધણી કરાવી શકે છે.
દક્ષિણ નિગમે 2016 માં પાળેલા શ્વાનની ફરજિયાત ઓનલાઈન નોંધણી માટેની પ્રક્રિયા પણ શરૂ કરી હતી. જો કે, ઘણા લોકોએ તેમાં રસ દાખવ્યો ન હતો.

EDMC એ નાગરિકોને ચેતવણી આપી છે કે જો તેઓ તેમના શ્વાન ઓની નોંધણી અનિવાર્ય પણે કરવી જ પડશે. એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે અમે નાગરિકોને અપીલ કરીએ છીએ કે તેઓ બે મહિનાની અંદર તેમના પાલતુ શ્વાનની નોંધણી કરે જાે આમ કરવામાં નિષ્ફળ જશે તો ઈડીએમસી દ્વારા તેમની સામે ડીએમસી એક્ટ મુજબ યોગ્ય કાર્યવાહી કરશે. આ નિયમ એવા લોકોને પણ લાગુ પડે છે જેમણે રખડતા શ્વાન પાલતુ તરીકે અપનાવ્યા છે.

વધુમાં, અધિકારીઓએ જણાવ્યું હતું કે ટૂંક સમયમાં મ્યુનિસિપલ કોર્પોરેશન કૂતરાઓને રજિસ્ટ્રેશન ઓથોરિટી દ્વારા જારી કરાયેલ કોલર (લીશ) પહેરવાનું ફરજિયાત બનાવવાનું આયોજન કરી રહ્યું છે જેથી ગુમ અથવા ત્યજી દેવાયેલા પાલતુ ડોગને માલિકોને પરત કરી શકાય.
મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફ દિલ્હી એક્ટ 1957 હેઠળ તમામ પાલતુ ડોગ માટે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નોંધણી કરાવવી ફરજિયાત છે. પાલતુ ડોગ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નોંધાયેલ ન હોય તો માલિકને દંડ ફટકારવાની પણ જોગવાઈ છે.
આ રજિસ્ટ્રેશનનો હેતુ પાલતુ ડોગના માલિકોનો ડેટાબેઝ બનાવવો, બિન નોંધાયેલા ડોગઓના સંવર્ધન જેવી ગેરકાયદેસર પ્રથાઓને નિયંત્રિત કરવાનો અને પાળેલા ડોગઓને રોગોથી બચાવવા માટે રસીકરણ કાર્યક્રમની દેખરેખ રાખવાનો છે.
ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયામાં પાલતુ ડોગના માલિકે ફોર્મ ભરવું અને જરૂરી દસ્તાવેજો જોડવા જરૂરી છે, ત્યારબાદ એક ટોકન નોંધણી નંબર જનરેટ થશે
Sourav Ganguly Biopic / સૌરવ ગાંગુલીની બાયોપિકની કરાઈ ઘોષણા, ફેન્સ જોઈ શકશે દાદાની જિંદગીની સફર
