Philippines Ferry Fire Incident: ફિલિપાઈન્સના પાલાવાન ટાપુ નજીક દરિયામાં એક પેસેન્જર ફેરીમાં ભીષણ આગ લાગતાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. બુધવારની રાત્રે બનેલી આ ઘટનામાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 5 લોકોનાં મોતની પુષ્ટિ થઈ છે, જ્યારે 80થી વધુ લોકો લાપતા હોવાનું સામે આવ્યું છે. બચાવ અને શોધખોળનું ઓપરેશન હજુ પણ ચાલુ હોવાથી આ આંકડામાં ફેરફાર થઈ શકે છે.
દરિયામાં અચાનક ભડકી આગ
આ દુર્ઘટના પાલાવાન પ્રાંતના કોરોન નજીક બની હતી. M/V June Aster નામની ફેરી મનીલાથી કોરોન તરફ જઈ રહી હતી ત્યારે કિનારાથી આશરે 2.2 કિલોમીટર દૂર તેમાં આગ ફાટી નીકળી હતી. આગ લાગ્યા બાદ જહાજનો મોટો ભાગ જ્વાળાઓમાં ઘેરાઈ ગયો હતો. ફિલિપાઈન્સ(Philippines) કોસ્ટ ગાર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા વીડિયોમાં ફેરીના વિવિધ ભાગોમાં ભીષણ આગ લાગેલી જોવા મળી રહી છે. રેસ્ક્યૂ ટીમો દરિયામાંથી લોકોને બહાર કાઢતી અને મૃતદેહોને કિનારે લાવતી પણ જોવા મળી હતી.
At least five people have been killed and over 80 are unaccounted for after a fire broke out on a ferry in the Philippines.
Footage shows the MV June Aster ablaze in waters near the tourist hotspot of Coron in the Palawan district.
Search and rescue efforts are ongoing. pic.twitter.com/6f7YUMyT51
— Pacific Wire (@JMChyno) September 10, 2026
134 લોકો સવાર હોવાની માહિતી
કોસ્ટ ગાર્ડના જણાવ્યા પ્રમાણે જહાજના મેનિફેસ્ટમાં કુલ 134 લોકો નોંધાયેલા હતા. તેમાં 117 મુસાફરો અને 17 ક્રૂ મેમ્બર્સનો સમાવેશ થાય છે. શરૂઆતના બચાવ અભિયાનમાં 42 લોકો સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા, જ્યારે રોઇટર્સના અહેવાલમાં 43 લોકોને બચાવ્યાની માહિતી આપવામાં આવી છે. હાલના આંકડા પ્રમાણે 87 લોકોનો કોઈ પત્તો મળ્યો નથી. જોકે કોસ્ટ ગાર્ડે સ્પષ્ટ કર્યું છે કે આ આંકડો અંતિમ નથી અને સર્ચ ઓપરેશન(Philippines) આગળ વધશે તેમ તેમાં ફેરફાર થઈ શકે છે. બચાવાયેલા કેટલાક લોકો પાસેથી પણ સંપૂર્ણ માહિતી હજુ મેળવી શકાઈ નથી.
ખરાબ હવામાન વચ્ચે રેસ્ક્યૂ ઓપરેશન
ફિલિપાઈન્સ(Philippines) કોસ્ટ ગાર્ડ ઉપરાંત સ્થાનિક પ્રશાસન, ફાયર વિભાગ અને અન્ય બચાવ એજન્સીઓ દ્વારા સંયુક્ત રીતે શોધખોળ કરવામાં આવી રહી છે. સ્થાનિક માછીમારો પણ બચાવ કામગીરીમાં મદદ માટે આગળ આવ્યા છે. દરિયામાં હવામાન અને પાણીના તેજ પ્રવાહને કારણે રેસ્ક્યૂ ટીમો માટે પડકાર વધી રહ્યો છે. ફેરીમાં આગ કયા કારણોસર લાગી તે અંગે હાલમાં સત્તાવાર ખુલાસો થયો નથી. અધિકારીઓ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે. ફેરી મનીલાથી રવાના થઈ હતી અને કોરોન તરફ જઈ રહી હતી. હવે સૌથી મોટો પડકાર લાપતા લોકોને શોધવાનો અને બચાવ કામગીરી ઝડપથી પૂર્ણ કરવાનો છે.
આ પણ વાંચો: સિયોલના ડિફેન્સ ફોરમમાં ચીનને ફિલિપાઇન્સની આકરી ટકોર, રક્ષામંત્રીએ કહ્યું- થોડી તો શરમ કરો
આ પણ વાંચો: અમેરિકા-કેનેડા વેપાર યુદ્ધ વકર્યું, કેનેડાએ 600થી વધુ અમેરિકી વસ્તુઓ પર 50% સુધી ટેરિફ ઝીંક્યો
આ પણ વાંચો:H-1B Visa પર ટ્રમ્પનો મોટો દાવ, 97 લાખ રૂપિયાની ફીથી ભારતીયોની ચિંતા વધી
