Gandhinagar News/ GSRTC કર્મચારીઓ માટે રાજ્ય સરકારનો નિર્ણય: ફરજ દરમિયાન અવસાન થવા પર વળતરમાં વધારો

GSRTC કર્મચારીઓ ફરજ દરમિયાન અવસાન થવા પર રૂ. 14 લાખનું વળતર ચૂકવવામાં આવશે.

Top Stories Gandhinagar Gujarat Breaking News

Gandhinagar News : ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC) ના કર્મચારીઓ માટે રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ નિર્ણય અંતર્ગત, GSRTC કર્મચારીઓના પરિવારજનોને કર્મચારીના ચાલુ ફરજે અવસાનના કિસ્સામાં મળવાપાત્ર આર્થિક વળતરમાં વધારો કરવામાં આવ્યો છે.

મળતી માહિતી અનુસાર, GSRTC કર્મચારીઓના ચાલુ ફરજે અવસાન થવા પર તેમના પરિવારજનોને જે આર્થિક પેકેજ ચૂકવવામાં આવે છે, તેમાં રૂ. 8 થી 10 લાખનો વધારો કરવામાં આવ્યો છે. હવેથી, રાજ્ય સરકારના કર્મચારીઓને ચૂકવવામાં આવતા પેકેજ જેટલું એટલે કે રૂ. 14 લાખનું વળતર ચૂકવવામાં આવશે.

સરકારના આ નિર્ણયથી GSRTCના કર્મચારીઓના પરિવારજનોને આર્થિક સહાય મળશે અને તેઓને મુશ્કેલ સમયમાં મદદરૂપ થશે. આ નિર્ણયને ટૂંક સમયમાં અમલમાં મૂકવામાં આવશે અને સંબંધિત આદેશો જારી કરવામાં આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: CM ભૂપેન્દ્ર પટેલે મહાકુંભ મેળામાં જવા GSRTCની વોલ્વો બસોને આપી લીલી ઝંડી

આ પણ વાંચો: GSRTC ની ૮ હજારથી વધુ બસોમાં લાઈવ ટ્રેકિંગ સિસ્ટમ કાર્યરત, ૭.૫ લાખ જેટલા મુસાફરોએ કર્યો ઉપયોગ

આ પણ વાંચો: GSRTC કંડકટર ભરતી પરીક્ષા સફળતાપૂર્વક પૂર્ણ