Ahmedabad News : અમદાવાદમાં 2 આરોપીઓ મોટાપાયે બાઇક ચોરીની કિસ્સામાં ઝડપાયા છે. પોલીસના જણાવ્યા મુજબ, આરોપીઓએ 18 બાઈકની ઉઠાંતરી કરી હતી, જેમાં ચાંગોદર, બાવળા અને સરખેજ વિસ્તારમાં ચોરી કરવામાં આવી હતી. પોલીસે તેઓની ધરપકડ કરી અને ચોરી કરેલી બાઈક સાથે 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે.
મળતી માહિતી મુજબ, અમદાવાદમાં બાઇકની ઉઠાંતરી કરતા 2 આરોપીને પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. પોલીસે 18 બાઈકની ઉઠાંતરી કરનાર 2 આરોપીઓને ઝડપ્યા છે. અમદાવાદના ચાંગોદર, બાવળા, સરખેજમાંથી ચોરી કરેલા બાઈક સાથે 2 ઝડપાયા છે. પોલીસે 18 બાઈક ઝડપી ચોરીનો ભેદ ઉકેલ્યો છે. પોલીસે 2 આરોપી નામે બીપીન પરમાર અને ઉમર કુલીમાર નામના આરોપીઓની ઝડપી પાડ્યા છે.
આ આરોપીઓની ઓળખ બીપીન પરમાર અને ઉમર કુલીમાર તરીકે કરવામાં આવી છે. પોલીસે ચોરીના ગુનાનો ભેદ ઉકેલતાં, વધુ તપાસની કાર્યવાહી શરૂ કરી છે. આ મામલે પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
થોડા સમય પહેલા, અમદાવાદમાં 4 ચેઇન સ્નેચરોને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયા. આરોપી વસ્ત્રાપુર, નારણપુરા, વાડજ, રામોલ સહિત 11થી વધુ જગ્યાએ ચેઇન સ્નેચિંગના બનાવને અંજામ આપ્યો હતો. અમદાવાદમાં રહેતા આરોપી હિમાંશુ પટની, રાહુલ પટની, મનીષ પટની, આકાશ પટની આ તમામ 4 આરોપી મોજ શોખ પુરા કરવા માટે એક્ટિવા અને બાઇક લઈને અમદાવાદના રસ્તાઓ પર નીકળી જતા અને એકલ દોકલ જતા લોકોને નિશાન બનાવતા અને મોકો જોઈને સોનાના દોરાની લૂંટ કરતા હતા. ક્રાઇમ બ્રાન્ચે 4 આરોપીઓને પકડી 7 લાખ કિંમતની 11 જેટલી ચેઇન રિકવર કરી છે. હાલ તો પોલીસે 11 જેટલા ગુનાનો ભેદ ઉકેલીને વધુ તપાસી ચલાવી છે.
આ પણ વાંચો: આખરે ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસના iPhone ચોરી કરનાર ઝડપાયો
આ પણ વાંચો: દેવ ગ્રુપની ઇન્કમ ટેક્સ સમક્ષ 150 કરોડની કરચોરીની કબૂલાત
આ પણ વાંચો: ચોરી કરતા પહેલા માંગી ભગવાન પાસે માનતા – જો તેને મોટી રકમ મળશે, તો તે એક લાખ ચડાવશે
