Not Set/ સૌરાષ્ટ્રમાં GST વિભાગે બોલાવ્યો સપાટો, 100 કરોડના બિનહિસાબી વ્યવહારો ઝડપાયા

દેશભરમાં એક સમાન ટેક્સ એટલે કે GST લાગુ થયા બાદ પણ ટેક્સ ચોરી થવાની અનેક ફરિયાદો મળી રહી છે, જેથી જીએસટી લાગુ કરવા પાછળનો એક મોટો ઉદ્દેશ ટેક્સ ચોરો સામે લગામ લગાવવાનું પણ હતું. પરંતુ કૌત્યારબાદ ટેક્સ ચોરો હજી પણ ચોરી કરીને સરકારને કરોડો રૂપિયાનો ચૂનો લગાવી રહ્યા છે. ત્યારે હવે GST વિભાગ દ્વારા ટેક્સ […]

Gujarat Others

દેશભરમાં એક સમાન ટેક્સ એટલે કે GST લાગુ થયા બાદ પણ ટેક્સ ચોરી થવાની અનેક ફરિયાદો મળી રહી છે, જેથી જીએસટી લાગુ કરવા પાછળનો એક મોટો ઉદ્દેશ ટેક્સ ચોરો સામે લગામ લગાવવાનું પણ હતું. પરંતુ કૌત્યારબાદ ટેક્સ ચોરો હજી પણ ચોરી કરીને સરકારને કરોડો રૂપિયાનો ચૂનો લગાવી રહ્યા છે. ત્યારે હવે GST વિભાગ દ્વારા ટેક્સ ચોરીને લઈ સૌરાષ્ટ્રમાં સપાટો બોલાયો છે.

GST વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવતા રૂ.100 કરોડના બિનહિસાબી વ્યવહારો ઝડપાયા છે. સૌરાષ્ટ્રમાં અમદાવાદ જીએસટીની ટીમે સૌરાષ્ટ્રમાં 15થી વધુ સ્થળોએ દરોડા પાડયા હતા. જેમાં સિંગદાણાના વેપારીઓએ જેટલો માલ વેચ્યો હતો તેના કરતા ઓછો ટેક્સ ભરીને બોગસ બિલિંગ કૌભાંડ આચર્યું હતું.

મળતી માહિતી મુજબ, GST વિભાગ દ્વારા ગત બુધવારથી જૂનાગઢ, માંગરોળ, કેશોદ, ધોરાજી, ઉપલેટા અને ગોંડલ સહિતના સ્થળોએ અમદાવાદ જીએસટીની ટીમ ત્રાટકી હતી. જેમાં હાલ રૂ.100 કરોડના બિનહિસાબી વ્યવહારો થયા હોવાનો ખુલાસો થયો છે. તો બીજી તરફ આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.