Ahmedabad News/ સોલામાં ભાગવત બ્રિજ નીચેથી દારૂના જથ્થા સાથે 10.66 લાખનો મુદ્દામાલ કબજે

પોલીસે બે આરોપીને ઝડપી લઈને બે ફરાર આરોપીની શોધ હાથ ધરી

Top Stories Ahmedabad Gujarat

Ahmedabad News :  સોલામાં એસ.જી.હાઈવે પર ભાગવત વિદ્યાપીઠ બ્રિજ નીચેથી કારમાં દારૂ ભરીને વઈ જવાતો હોવાની માહિતી સ્ટેટ મોનીટરીંગ સેલ (એસએમસી)ના અધિકારીઓને મળી હતી. આ માહિતીને આધારે પોલીસે બ્રિજ પાસે જાળ બિછાવી હતી. જેમાં પોલીસે કાર અટકાવીને તેમાંથી 2,36,700 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો. પોલીસે દારૂ અને કાર મળીને કુલ રૂ. 10,66,700 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

પોલીસે કારના ડ્રાઈવર અને રાજસ્થાનના રહેવાસી રૂપારામ ઉર્ફે રૂપકિશોર જાટ અને હેલ્પર જસારાજ જાટની ધરપકડ કરી હતી. જ્યારે અન્ય બે આરોપી ફરાર થઈ જતા પોલીસે તેમની શોધ હાથ ધરી છે. જેમાં પોલીસે દારૂનો જથ્થો મોકલનારા પવનગિરી ઉર્ફે પવન મહારાજ અને સેટેલાઈટમાં દારૂનો જથ્થો મગાવનારા શખ્સની શોધ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:બોટાદમાં રૂ. 72 લાખનો ફ્રોડ કરનારો પકડાયો

આ પણ વાંચો:ઘર બંધ જોતાં તસ્કરોએ હાથ ફેરો કર્યો

આ પણ વાંચો:સાળંગપુર કષ્ઠભંજન દેવનો જુઓ દિવ્ય શણગાર, જોઈને અભિભુત થઈ જશો!