Surat News/ સુરતમાં ડિમોલેશનના વિરોધ વચ્ચે મહિલા બેભાન

સુરતમાં ડિમોલિશનના ઉગ્ર વિરોધ વચ્ચે મહિલા બેભાન થઈ જતા હોબાળો મચી ગયો છે. કોંગ્રેસના ઉગ્ર વિરોધ પ્રદર્શન દરમિયાન મહિલાની તબિયત લથડી હતી. ન્યાયની માંગ સાથેના ધરણામાં મહિલા ઢળી પડતાં દોડધામ મચી ગઈ હતી.

Top Stories Gujarat Surat Breaking News Sports

Surat News: સુરતમાં ડિમોલિશનના ઉગ્ર વિરોધ વચ્ચે મહિલા બેભાન થઈ જતા હોબાળો મચી ગયો છે. કોંગ્રેસના ઉગ્ર વિરોધ પ્રદર્શન દરમિયાન મહિલાની તબિયત લથડી હતી. ન્યાયની માંગ સાથેના ધરણામાં મહિલા ઢળી પડતાં દોડધામ મચી ગઈ હતી. મહિલા બેભાન થતાં 108ની મદદથી તેને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.આના પગલે 15 દિવસથી ધરણા પર બેઠેલા રજૂઆતકારોમાં ચિંતાની લાગણી ફેલાઈ હતી. ભારે ગરમી અને ઉકળાટના પગલે નાસીરનગરમાં ધરણા સ્થળે મહિલા બેભાન થતાં અફરાતફરી મચી ગઈ છે.

સુરત નાસીરનગર નકલી ડિમોલિશનનો કેસ નોંધાયો છે. હવે ડિમોલિશનના તપાસ માટે છ સભ્યોની સમિતિ બનાવવામાં આવી હતી. હવે આ ડિમોલિશન તપાસ સમિતિ 72 કલાક બાદ પણ નિષ્ક્રીય છે. તપાસ સમિતિએ જ તપાસ ન કરતાં સમિતિની કામગીરી પર સવાલ ઉઠ્યા છે. નાસીરનગર કાંડમાં હજી તપાસની દિશા નક્કી થઈ નથી. તેથી આ અંગે એવું કહેવાય છે કે પૂર્વ વિધાનસભ્ય અને બિલ્ડરોના ઇશારે આ કાંડ રચાયો છે.

ગઇકાલે આ અંગે મ્યુનિસિપલ કમિશ્નરને સવાલો પૂછવામાં આવ્યા હતા તો તેમણે ચાલતી પકડી હતી. સમગ્ર ઓપરેશનમાં સુરત મહાનગરપાલિકાના કેટલાક ભ્રષ્ટ કર્મચારીઓ અને ઉચ્ચ અધિકારીઓની ભૂમિકાને લઈને સવાલો ઉઠ્યા છે. ડિમોલિશનનો વિવાદ વધતાં મનપાએ તાત્કાલિક બેઠક યોજવી પડી રહી છે.

આના પગલે સુરતના તાપી ભવન ખાતે મનપાની ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. મનપા કમિશ્નર સાથે તમામ હોદ્દેદારોએ આ બેઠક યોજી છે. મનપાના કમિશ્નર એમ નટરાજન હવે આ બધાનો આળિયોગાળિયો તપાસ સમિતિ પર નાખી રહ્યા છે અને જણાવી રહ્યા છે કે જે છે તે તપાસ સમિતિ નક્કી કરશે. હવે મનપાના અધિકારીઓ એમ કહે છે કે ડિમોલિશન કાયદાકીય જ છે, જ્યારે મનપાના કમિશ્નર કહે છે કે આ ડિમોલિશન કોણે કર્યુ તેની ખબર નથી. આ બતાવે છે કે મનવાના અધિકારીઓ અને કમિશ્નર વચ્ચે વહીવટી સંકલનનો કેટલો અભાવ છે. તેથી મનપાના અધિકારીઓ અને કમિશ્નર બંને જુદી-જુદી જ વાત કરે છે.

આના કારણે ગૂંચવાડો વધ્યો છે. ભૂતિયા ડિમોલિશન મામલે ધારાસભ્ય વિનુ મોરડિયાએ ઉચ્ચસ્તરીય તપાસની માંગ કરી છે. તેમણે જણાવ્યું હતું કે એક જનપ્રતિનિધિ તરીકે તેમણે સવાલ ઉઠાવતા કેટલાક લોકોને તકલીફ થઈ રહી છે. ઘૂસણખોરોને ચોક્કસપણે અહીં રહેવા દેવા ન જોઈએ, પરંતુ સુરત મહાનગરપાલિકા આખા વિવાદમાં કેમ કોઈ સ્પષ્ટતા કરતી નથી તે મારો સવાલ છે. ડિમોલિશન કંઈ એમને એમ થતાં નથી તેના માટે એક કાયદાકીય પ્રક્રિયાનું પાલન થાય છે.

હવે આ માટે ડેપ્યુટી કમિશ્નર એમ એમ ગજ્જરના અધ્યક્ષ પદ હેઠળ સમિતિ નીમાઈ છે. હાઈ પાવર કમિટીની અંદર વહીવટી અને ટેકનિકલ નિષ્ણાતોનો સમાવેશ કરવામાં આવ્યો છે.તેમા બે ડેપ્યુટી કમિશ્નર અને એક એડિશનલ સિટી ઇજનેર, બે કાર્યપાલક ઇજનેર અને એક ડેપ્યુટી ઇજનેર સહિતના ઉચ્ચ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. આ છ સભ્યોની સમિતિ નીમવામાં આવ્યે 72 કલાક થવા આવ્યા પરંતુ આ મુદ્દે કોઈ સળવળાટ દેખાતો નથી.


આ પણ વાંચો: નાસીરનગર ડિમોલિશન : કાજલ હિન્દુસ્થાનીના ગંભીર આરોપ

આ પણ વાંચો: નાસીરનગર ડિમોલિશન વિવાદમાં પાલિકાનો ખુલાસો: ‘આ કોઈ ભૂતિયા ડિમોલિશન નથી’

આ પણ વાંચો: સુરતના નાસીરનગર ડિમોલિશન વિવાદમાં નવો વળાંક: બિલ્ડરની કાર પર ‘MLA ગુજરાત’ પ્લેટથી ઉઠ્યા સવાલો