Jamnagar News : જામખંભાળીયામાં ફરિયાદી સામે થયેલી અરજીના કેસમાં લોકઅપમાં નહી બેસાડવા માટે રૂ.8,000 ની લાંચ લેતા એક ASI અને હેડ કોન્સ્ટેબલ ACBની જાળમાં ફસાયા હતા.આ કેસની વિગત મુજબ ફરીયાદી વિરૂધ્ધ થયેલ અરજી તપાસ જામનગરના એ ડિવીઝન પોલીસ સ્ટેશનના ખંભાળીયાગેટ પોલીસ ચોકીના ASI યુવરાજસિંહ જગદીશસિંહ ગોહીલ કરી રહ્યા હતા. જ્યારે પોલીસ હેડ કોન્સ્ટેબલ પુષ્પરાજસિંહ ગીરીરાજસિંહ જાડેજા તેની સાથે કામગીરી કરે છે.
આરોપી યુવરાજસિંહ ગોહિલે ફરીયાદીને હેરાન ન થવુ હોય અને લોકઅપમાં નહીં બેસાડી તાત્કાલીક મામલતદાર કચેરીમાં રજુ કરી દેવાના અવેજ પેટે રૂ.૧૦,૦૦૦/- ની ગેરકાયદેસર લાંચની માંગણી કરી હતી. ઉપરાંત આ રકમ આરોપી પુષ્પરાજસિંહ જાડેજાને આપી દેવાનું જણાવ્યું હતું. જાડેજાએ ફરીયાદીને તા.૧૯/૦૫/૨૦૨૫ ના રોજ અટક કરી મામલતદાર કચેરીમાં રજુ કરતા પહેલા ફરીયાદી પાસે થી રૂ.૧૦,૦૦૦/- માંગતા ફરીયાદી પાસે જે તે વખતે. આટલી રકમ ન હોવાથી જાડેજાએ ફરીયાદી પાસેથી રૂ.૨,૦૦૦/- લઇ લીધેલ અને બાકીના રૂ.૮,૦૦૦/- ફોન કરીએ આપી જવાનું જણાવ્યું હતું.
જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય ફરીયાદીની ફરીયાદ આધારે ખંભાળીયા ગેટ પોલીસ ચોકી ખાતે આ કામના આરોપી યુવરાજસિંહ ગોહિલેલાંચની રકમ આરોપી પુષ્પરાજસિંહ જાડેજાને આપી દેવાનું કહ્યું હતું. જેમાં લાંચની રકમ રૂા.૮,૦૦૦/- માંગી, સ્વીકારી બન્ને આરોપીઓએ એક બીજાને મદદગારી કરી, પોતાના રાજ્યસેવક તરીકેના હોદ્દાનો દુરપયોગ કરી, પકડાઇ જઇ ગુનો કર્યો હતો.
આ પણ વાંચો: ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં તથ્ય પટેલને જામીન : માતાની સારવાર માટે હાઈકોર્ટે 7 દિવસના હંગામી જામીન આપ્યા
આ પણ વાંચો: અમદાવાદના 9 લોકોને મોતને ઘાટ ઉતારનાર તથ્ય પટેલે હાઈકોર્ટમાં કરી અરજી
આ પણ વાંચો: ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસના આરોપી તથ્ય પટેલે માંગ્યા જામીન, હાઈકોર્ટમાં આજે સુનાવણી
