Ahmedabad News/ અમદાવાદના 9 લોકોને મોતને ઘાટ ઉતારનાર તથ્ય પટેલે હાઈકોર્ટમાં કરી અરજી

કેસમાંથી છુટકારો મળી જાય તેવી અરજી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

Top Stories Ahmedabad Gujarat

Ahmedabad News: અમદાવાદ (Ahmedabad)ના ઇસ્કોન બ્રિજ (ISCKON Bridge) અકસ્માત (Accident)માં 9 લોકોને મોતને ઘાટ ઉતારનાર આરોપી તથ્ય પટેલે હાઈકોર્ટમાં કેસમાંથી મુક્તિ મેળવવા અરજી કરી છે. ડિસેમ્બર, 2024માં તથ્ય પટેલે (Tathya Patel) ગુજરાત હાઈકોર્ટ (Gujarat High Court)માં જામીન માટે અરજી કરી હતી.  19મી જુલાઈની રાત્રે પોતાની જગુઆર કારથી તથ્ય પટેલે ઇસ્કોન બ્રિજ પર ભયંકર અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતમાં 9 લોકોના ઘટનાસ્થળ પર જ મોત નિપજ્યા હતા અને 13 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. અગાઉ તેને હંગામી ધોરણે જામીન આપવામાં આવ્યા હતા.

હાઈકોર્ટમાં જામીન (Bail) માંગનાર તથ્ય પટેલે ઇસ્કોન બ્રિજ પર સર્જાયેલ અકસ્માતે રાજ્યભરમાં ઉહાપોહ મચાવ્યો હતો. આ કેસ લાંબો સમય સુધી ચર્ચામાં રહ્યો હતો. જગુઆર કારથી અકસ્માત સર્જનાર તથ્ય પટેલ અને તેના પિતા સામે પણ અનેક ગુના નોંધાયા હતા. દરમ્યાન સાબરમતી જેલ (Sabarmati Jail)માં સજા ભોગવનાર આરોપી તથ્ય પટેલ દ્વારા હાલમાં કેસમાંથી છુટકારો મળી જાય તેવી અરજી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

Agency News | Jaguar Luxury Car Kills Nine People in Ahmedabad; Driver  Tathya Patel Undertreatment | LatestLY

અમદાવાદ શહેર (Ahmedabad City)માં આરોપી તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલ (Pragnesh Patel) સામે ખંડણી, દુષ્કર્મ અને ઠગાઈ જેવા અનેક ગુનાઓ નોંધાયા છે. માહિતી મુજબ રાણીપ પોલીસ, સોલા પોલીસ, શાહપુર પોલીસ, ડાંગ પોલીસ, મહેસાણા પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ અને મહિલા પોલીસ સ્ટેશનમાં 1 – 1 કેસ નોંધાયા છે.

શહેર પોલીસે અગાઉ જણાવ્યું હતું કે, ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસના આરોપી તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલ સામે દુષ્કર્મ, છેતરપિંડી, ખંડણી સહિત 8 કેસ નોંધાયેલા છે. તેની સામે સોલા પોલીસ સ્ટેશનમાં 2, શાહપુર પોલીસ સ્ટેશનમાં 1, રાણીપ પોલીસ સ્ટેશનમાં 1, ક્રાઈમ બ્રાન્ચમાં 1, મહિલા ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં 1, ડાંગ પોલીસ સ્ટેશનમાં 1 અને મહેસાણા પોલીસ સ્ટેશનમાં 1 ફરિયાદ નોંધાયેલી છે.

Double accidents at ISKCON flyover on SG Highway; Nine dead | DeshGujarat

તથ્ય પટેલના પિતાએ અગાઉ કેન્સર (Cancer)ની સારવાર માટે સેશન્સ કોર્ટ અને હાઇકોર્ટમાંથી પણ જામીન માગ્યા હતા જે બાદ પ્રજ્ઞેશ પટેલને ગુજરાત હાઇકોર્ટે જામીન આપ્યા હતા. અમદાવાદના ઈસ્કોન ઓવરબ્રિજ પર અકસ્માત સર્જી 9 લોકોને મોતને ઘાટ ઉતારનાર તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલે કોર્ટમાં હંગામી જામીન અરજી કરી હતી. જેને ગુજરાત હાઈકોર્ટે અગાઉ ફગાવી દીધી હતી. ગ્રામ્ય કોર્ટ (Rural Court)ના ઓર્ડર છતાં તપાસ માટે કેન્સર હોસ્પિટલ જવાનો પ્રજ્ઞેશ પટેલે ઈનકાર કર્યો હતો. તેથી કોર્ટે હંગામી જામીન અરજી ફગાવી હતી. જો કે હવે તેની જામીન અરજી મંજુર કરવામાં આવી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસના આરોપી તથ્ય પટેલે માંગ્યા જામીન, હાઈકોર્ટમાં આજે સુનાવણી

આ પણ વાંચો:નવનો ભોગ લેનારા ઇસ્કોન બ્રિજ કેસના આરોપી તથ્ય પટેલના બીજા અનેક ‘તથ્યો’ બહાર આવ્યા

આ પણ વાંચો:ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસના આરોપી તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલને મળ્યા જામીન