Anand Crime/ ઓનલાઇન હોટલ અને રિસોર્ટ બૂક કરાવતા લોકો સાવધાન! તમે પણ છેતરાઈ શકો છો….

દિન પ્રતિદિન ઓનલાઈન ફ્રોડના કિસ્સાઓ વધી રહ્યા છે ત્યારે ટેચનોલોજીના જાણકાર હવે નવા નવા કિમીયાઓ અપનાવી લોકો સાથે છેતરપિંડી આચરતા હોય છે.

Top Stories Gujarat Others
રિસોર્ટ
  • રિસોર્ટ છેતરપિંડી: ઓનલાઈન ફ્રોડના કિસ્સાઓ વધી રહ્યા
  • ખાનગી રિસોર્ટના નામે બોગસ વેબસાઈટ બનાવી
  • 18 હજાર 500 રૂપિયા પડાવી લેવાનો બનાવ બન્યો
  • ગ્રાહક સાથે છેતરપિંડી આચરવામાં આવી

Anand News: દિન પ્રતિદિન ઓનલાઈન ફ્રોડના કિસ્સાઓ વધી રહ્યા છે ત્યારે ટેચનોલોજીના જાણકાર હવે નવા નવા કિમીયાઓ અપનાવી લોકો સાથે છેતરપિંડી આચરતા હોય છે ત્યારે આણંદની ખાનગી રિસોર્ટ બોગસ વેબસાઈટ બનાવી ગ્રાહક સાથે છેતરપિંડી કરી 18500 રૂપિયા પડાવી લેવાનો બનાવ બન્યો હતો. સમગ્ર મામલે આણંદ સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાઇ હતી જેમાં સાઇબર ક્રાઇમે 1 આરોપીની યુપી થી ધરપકડ કરી છે.

ખાનગી  રિસોર્ટના સંચાલકોને પોતાના નામનો ઉરપયોગ થયો હોવાની માહિતી મળતા રિસોર્ટના કર્મચારી ઘ્વારા આણંદ સાયબર ક્રાઇમમાં ગુનો નોંધાવ્યો હતો. જેમાં પોલીસે યુપીથી વેબસાઈટ બનાવનાર આરોપીને ગણત્રીના દિવસો માં ઝડપી 4 દિવસના રિમાન્ડ મેળવ્યા હોવાની માહિતી સામે આવી છે.

જોકે વેબસાઈટનો ઉપયોગ કરી નાણાં પડાવી લેનાર શખ્સ હજુ પણ પોલીસ પકડથી દૂર છે જેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. આરોપી ઘ્વારા આ પ્રકારના કિમીયો અજમાવી અગાઉ કેટલા લોકો સાથે છેતરપિંડી આચરી છે  અને અન્ય કેટલી વેબસાઈટ બનાવાય છે તે દિશામાં તપાસ હાથધરી છે.

બોગસ વિઝાના નામે 8.50 લાખની છેતરપિંડી

આણંદની નેક્સ્ટ ડેસ્ટિનેશન કન્સલ્ટન્સી દ્વારા એક યુવાન સાથે લાખોની છેતરપિંડી કરાઇ છે. પ્રાથમિક વિગતો મુજબ વિરસદના યુવકે વિદેશ જવાની લાલચમાં નેક્સ્ટ ડેસ્ટિનેશન કન્સલ્ટન્સીનો સંપર્ક કર્યા બાદ તેમની વાતોમાં આવી ગયો હતો. જે બાદમાં આ યુવકને UKના બોગસ વિઝા પધરાવી 8.50 લાખની ઠગાઇ કરાઇ હતી. જોકે સમગ્ર મામલે આણંદ ટાઉન પોલીસે અમન દિવાન નામના શખ્સ સામે ગુનો નોંધાયો છે. આ તરફ હવે તપાસ દરમિયાન અનેક બોગસ વિઝા કૌભાંડના ખુલાસાની શક્યતા છે.



આ પણ વાંચો:ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાનાર પરીક્ષાની પદ્ધતિમાં કરાયા મોટા ફેરફાર

આ પણ વાંચો:ગુજરાતની પ્રથમ એઇમ્સ હોસ્પિટલ ડિસેમ્બરના અંત સુધીમાં સંપૂર્ણ સુવિધા સાથે ધમધમશે

આ પણ વાંચો:દાહોદ ખાતે છ નકલી કચેરી કૌભાંડનો રેલો ગાંધીનગર સુધી પહોંચ્યો..

આ પણ વાંચો:મારી છોકરી જોડે કેમ વાત કરે છે…કહીને યુવતીના પિતાએ યુવકને છરીના ઘા ઝીકી ઉતાર્યો મોતને ઘાટ