- દાહોદ અને છોટા ઉદેપુરમાં નકલી કચેરી કૌભાંડ
- કચેરી કૌભાંડનો રેલો ગાંધીનગર સુધી પહોંચ્યો
- પૂર્વ IAS બી ડી નિનામાની ગાંધીનગરથી ધરપકડ
@નઈમ મુન્ડા
Dahod News: છોટાઉદેપુર બોડેલી ખાતે સિંચાઈની નકલી કચેરીના બહુચર્ચિત રાજ્યવ્યાપી કૌભાંડ મામલે દાહોદની પ્રાયોજના અમલદારની કચેરીના નિવૃત IAS અધિકારીની ગાંધીનગરથી ધરપકડ કરાતા કૌભાંડ મામલે સમગ્ર વહીવટી તંત્ર સહીત રાજકીય ક્ષેત્રે ભૂકંપ જેવી પરિસ્તિથી સર્જાવા પામી છે.
છોટાઉદેપુર બોડેલી ખાતે નકલી કચેરીના બહુચર્ચિત રાજ્યવ્યાપી કૌભાંડ મામલે દાહોદની પ્રાયોજના અમલદારની કચેરીના મુખ્યા એવા તત્કાલીન હાલ નિવૃત IAS અધિકારીની ધરપકડ કરાતા કૌભાંડ મામલે સમગ્ર વહીવટી તંત્ર સહીત રાજકીય શેત્રે ભૂકંપ જેવી પરિસ્તિથી સર્જાવા પામી છે અત્રે ઉલ્લેખનીય છે કે દાહોદ ખાતે 18 કરોડ ઉપરાંતના કૌભાંડમાં નકલી સરકારી અધિકારી અંકિત સુથારનો ચાર દિવસ પહેલાજ દાહોદ પોલીસે ટ્રાન્ફર વોરંટથી છોટાઉદેપુર પોલીસ પાસેથી કબ્જો મેળવ્યો હતો.
સમગ્ર કૌભાંડમાં પોલીસની પુછપરછ દરમિયાન અનેક ચોકાવનારા ખુલાસા અંકિત સુથાર દ્રારા કરવામાં આવ્યા હોવાનું અંતરંગ વર્તુળો દ્રારા ધ્યાનમાં આવ્યું છે ધરપકડ કરાયેલા માજી IAS અધિકારીને કોર્ટમાં સમાચાર લખાય છે ત્યાં સુધી રિમાન્ડ મેળવવા માટે લઈ જવામાં આવ્યા છે આમ કુલ દાહોદ પોલીસે ત્રણ જેટલા આરોપીઓને પોતાની પાસે રાખી ટેક્નિકલ સોર્સ વૈજ્ઞાનિક ઢબ અને ક્રોસ વેરિફિકેશન સાથે ઝીણવટ ભરી તપાસ હાથ ધરતા દાહોદના સમગ્ર વહીવટી તંત્રમાં છુપાભય સાથે તરેહ તરેહની ચર્ચાઓએ જોર પકડ્યું છે.
રાજ્યવ્યાપી આ કૌભાંડમાં પ્રાયોજના અમલદારની સાથે સાથે અન્ય કઈ કચેરીના કયા અધિકારી સામેલ છે? કે કયા કર્મચારીની સંડોવણી છે? તેની ચર્ચા સરકારી વર્તુળોમાં તો થઈજ રહી છે પરંતુ એથી વિશેષ સમગ્ર કૌભાંડમાં ક્યાં રાજકીય દેવનો હાથ હતો તે દિશાની તપાસ પણ આરંભાઈ તેવી દહેશતના પગલે રાજકીય વર્તુળમાં પણ સન્નાટો છવાઈ જવા પામ્યો છે.
ત્યારે આગામી દિવસોમાં તપાસનો દોર હજુ કેટલા મોટા માથાઓનો ભોગ લે છે તે જોવું રહ્યું જોકે આ સમગ્ર કૌભાંડમાં દાહોદ કચેરીમાં સો જેટલા કેસો પૈકી 82 જેટલા કેસો ધરપકડ કરાયેલા માજી IAS અધિકારી બી ડી નિનામા ના સમયગાળા દરમિયાનજ મંજુર કરાયા હોવાનું બહાર આવવા પામ્યું છે ત્યારે આ અધિકારી અન્ય સાથીદારોના નામ ઓકશે કે બચાવશે કે અન્ય ભૂગર્ભમાં ડટાયેલા અન્ય કૌભાંડને પણ ડોક્યું કરવાની તક આપશે કે સમગ્ર બાબતને કાચબાની ગતીએ દબાવી દેવામાં આવશે તે તો આવનાર સમયજ બતાવશે પણ હાલ સમગ્ર બાબતે જિલ્લામાં તરેહ તરેહની ચર્ચાએ જોર પકડ્યું છે.
આ પણ વાંચો:આણંદના વાસદ બ્રિજ પર પોલીસ વાનનો અકસ્માત, એક હોમગાર્ડનું મોત
આ પણ વાંચો:મારી છોકરી જોડે કેમ વાત કરે છે…કહીને યુવતીના પિતાએ યુવકને છરીના ઘા ઝીકી ઉતાર્યો મોતને ઘાટ
આ પણ વાંચો:મોરબીના ચકચારી કેસમાં વધુ 6 આરોપીના કોર્ટે રીમાન્ડ મંજૂર
આ પણ વાંચો:ગુજરાતમાં હાર્ટ અટેકથી વધુ બેના મોત, 19 વર્ષના BSF જવાનનું થયું નિધન