Surat/ સુરતની સચિન GIDCમાં ભીષણ આગ દુર્ઘટનામાં કામદારો દાઝયા, સ્ટોરેજ ટેન્કમાં થયો મોટો વિસ્ફોટ

સુરત ના સચિન GIDC વિસ્તાર માં આવેલી એથર ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડમાં ગત રાત્રે 2 વાગ્યે અગમ્ય કારણોસર આગ લાગી હતી. આથી કંપનીમાં કામ કરતા કામદારો અને સ્ટાફમાં દોડધામ મચી ગઈ હતી.

Top Stories Gujarat
મનીષ સોલંકી 97 સુરતની સચિન GIDCમાં ભીષણ આગ દુર્ઘટનામાં કામદારો દાઝયા, સ્ટોરેજ ટેન્કમાં થયો મોટો વિસ્ફોટ

સુરતમાં એક ફેકટરીમાં ભીષણ આગ દુર્ઘટના બનવા પામી. ગઈકાલે રાત્રે સચિન GIDCની કેમિકલ ફેકટરીમાં મોટો વિસ્ફોટ થયો. સચિન GIDCમાં ભીષણ આગ દુર્ઘટનામાં અનેક કર્મચારીઓ દાઝ્યા હોવાની માહિતી મળી. આગમાં દાઝેલા તમામ કર્મચારીઓને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા. જેમાં ત્રણની હાલત ગંભીર હોવાનું હોસ્પિટલ સ્ટાફે જણાવ્યું. ફાયરબિગ્રેડની ટીમે ઘટનાની જાણ થતાં તત્કાળ ઘટના સ્થળ પર પંહોચી આગ પર કાબૂ મેળવ્યો.

સુરત ના સચિન GIDC (Surat’s Sachin GIDC)વિસ્તાર માં આવેલી એથર ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડમાં ગત રાત્રે અગમ્ય કારણોસર આગ લાગી હતી. આથી કંપનીમાં કામ કરતા કામદારો અને સ્ટાફમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા ફાયરબ્રિગેડના જવાનો ફાયર ફાઈટરો સાથે પહોંચ્યા હતા. રાતથી ફાયરના જવાનો દ્વારા આગ પર પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો હતો.. રાત્રિના સમયે બધા કામદારો ત્યાં કામ કરી રહ્યા હતા. નિયમિત જે કામ હોય છે તે કામ ચાલુ હતું. તે દરમિયાન એકાએક બ્લાસ્ટ થયો હતો અને બધાએ ભાગવાનું શરૂ કરી દીધું હતું. ઘણા બધા લોકો બ્લાસ્ટના કારણે દાઝી ગયા હતા. કેટલાક ઈજાગ્રસ્તો હતા .તાત્કાલિક સ્થાનિકો દ્વારા તેમને લઈને એપલ હોસ્પિટલમાં પહોંચ્યા હતા. ત્રણ જેટલા કામદારોને સિવિલ તેમજ કેટલાક ને સંજીવની હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. તો અન્ય કેટલાક કામદારોને સચિનની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.મહત્વનું છે કે કેમિકલ ની ફેકટરી માં આગ લાગતા કેમિકલ રિએક્શન ના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હોય તરવી પણ શંકા વ્યક્ત કરવામાં આવી છે.

માહિતી અનુસાર ગતરાત્રે 2 વાગ્યાની આસપાસ સચિન GIDC (Surat’s Sachin GIDC)માં આગ દુર્ઘટના બની. આ ઘટનાને પગલે ફાયરબ્રિગેડની ટીમ સાથે પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળ પર પંહોચી. ફાયરબ્રિગેડની ટીમે તાત્કાલિક બચાવ કાર્ય શરૂ કરતા અનેક કામદારોને બચાવી લેવાયા. જ્યારે કંપનીમાં કામ કરતા 24 જેટલા ઘાયલ કામદારોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા.


whatsapp ad White Font big size 2 4 સુરતની સચિન GIDCમાં ભીષણ આગ દુર્ઘટનામાં કામદારો દાઝયા, સ્ટોરેજ ટેન્કમાં થયો મોટો વિસ્ફોટ


આ પણ વાંચો : ડાયમંડ સીટીમાં રોગચાળાનો અજગરી ભરડો, ઝેરી મેલેરિયા થયા બાદ 5 વર્ષીય બાળકીનું મોત

આ પણ વાંચો : Modi’s Strategist/ ભાજપના ભૂતપૂર્વ વિધાનસભ્ય સુનિલ ઓઝાનું નિધન

આ પણ વાંચો :Pakistan And Afghanistan/ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે શરણાર્થી અને ખતરનાક આતંકવાદીને લઈને સંબંધો વણસ્યા