Modi's Strategist/ ભાજપના ભૂતપૂર્વ વિધાનસભ્ય સુનિલ ઓઝાનું નિધન

ગુજરાત ભાજપના ભૂતપૂર્વ વિધાનસભ્ય સુનિલ ઓઝાનું નિધન થતાં પક્ષે વધુ એક આગેવાન ગુમાવ્યો છે. તેમનું બુધવારે સવારે હૃદયરોગના હુમલાના લીધે નિધન થયું હતું.

Gandhinagar Top Stories Gujarat
YouTube Thumbnail 2023 11 29T113700.731 ભાજપના ભૂતપૂર્વ વિધાનસભ્ય સુનિલ ઓઝાનું નિધન

નવી દિલ્હીઃ ગુજરાત ભાજપના ભૂતપૂર્વ વિધાનસભ્ય સુનિલ ઓઝાનું નિધન થતાં પક્ષે વધુ એક આગેવાન ગુમાવ્યો છે. તેમનું બુધવારે સવારે હૃદયરોગના હુમલાના લીધે નિધન થયું હતું. બે દિવસ પહેલા તેમને સિવિયર હાર્ટએટેક આવ્યા પછી તેમની સારવાર ચાલતી હતી. આમ તેઓ હોસ્પિટલાઇઝ્ડ હતા.

સુનિલ ઓઝાને વડાપ્રધાન મોદીની વારાણસીની બેઠકના મુખ્ય કર્તાધર્તા માનવામાં આવતા હતા. વડાપ્રધાન મોદીએ 2014માં વારાણસીની બેઠક પરથી સંસદીય ચૂંટણી લડવાનો નિર્ણય લીધા પછી સુનિલ ઓઝાએ તેમની આ બેઠકનો હવાલો સંભાળ્યો હતો. તેથી વારાણસીની બેઠક ભલે પીએમ મોદીની કહેવાતી હોય, પરંતુ મહદ અંશે તેના ગ્રાઉન્ડ વર્કનો બધો હવાલો સુનિલ ઓઝા પાસે હતો. ભાવનગરના આ ભૂતપૂર્વ વિધાનસભ્ય છેલ્લા દસ વર્ષથી વારાણસી સ્થાયી થયા હતા અને પીએમની બેઠકની જવાબદારી સફળતાપૂર્વક સંભાળી રહ્યા હતા, જો તે જીવતા હોત તો 2024ની ચૂંટણીમાં પણ વારાણસી બેઠકની જવાબદારી તેમના શિરે જ હોત.

તેઓ બિહાર ભાજપન સહપ્રભારી પમ રહી ચૂક્યા છે. તેઓ ગુજરાતમાં ભાજપની ટિકિટ પર ભાવનગરથી બે વખત વિધાનસભ્ય તરીકે ચૂંટાયા હતા. 2007માં પક્ષે ટિકિટ ન આપતા તે બળવો કરી અપક્ષ ચૂંટણી લડ્યા હતા. જો કે તેઓ ચૂંટણી હારી ગયા હતા.

સુનીલ ઓઝા ફરીથી 2011માં ભાજપમાં જોડાયા હતા અને તેમની કાર્યશૈલીથી મોદી-શાહના ખાસ બની ગયા હતા. સુનીલ ઓઝાને વારાણસીમાં પીએમની ચૂંટણીની જમીન સ્તરની રણનીતિ અને ચૂંટણી સંલગ્ન કાર્યોના મેનેજમેન્ટમાં અત્યંત મહત્વની વ્યક્તિ મનાય છે. 2014 અને 2019માં પીએમ આ બેઠક પરથી ભવ્ય વિજય મેળવે તેના માટે તેમણે ખૂબ જ મહેનત કરી હતી.


આ પણ વાંચોઃ Uttarkashi Rescue Operation/ 422 કલાક, કેવી રીતે પાર પડ્યું આ ઓપરેશન; જાણો 17 દિવસની 17 વાર્તા  

આ પણ વાંચોઃ Silkyara Tunnel/ સિલ્કયારા ટનલમાંથી બહાર આવેલા શ્રમિકો માટે બીજી ‘સિલ્કયારા ટનલ’ તૈયાર

આ પણ વાંચોઃ Stock Markets/ શેરબજારમાં તેજીનો દોર, સેન્સેક્સ 200 પોઈન્ટ જ્યારે નિફ્ટી 20 હજારની નજીક ખુલ્યો


whatsapp ad White Font big size 2 4 ભાજપના ભૂતપૂર્વ વિધાનસભ્ય સુનિલ ઓઝાનું નિધન