મુલાકાત/ અમિત શાહે દેશનાં તમામ નાગરિકોને વેક્સિન લેવાની કરી અપીલ

કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ ગુજરાતની બે દિવસની મુલાકાતે આવ્યા છે. પોતાના પહેલાથી નક્કી કરવામાં આવેલા સિડ્યુઅલ મુજબ આજે સવારે તેઓ અમદાવાદનાં સિંધુભવન પર આવેલા દિનદયાળ હોલની મુલાકાત કરી હતી.

Top Stories Ahmedabad Gujarat
2 159 અમિત શાહે દેશનાં તમામ નાગરિકોને વેક્સિન લેવાની કરી અપીલ
  • કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું સંબોધન
  • ભારત વેક્સિન લગાવવામાં અન્ય દેશો કરતા આગળ
  • જુલાઈ- ઓગસ્ટમાં વેકસીનને વેગ આપવામાં આવશે
  • તમામ નાગરિકોને અપીલ છે કે વેક્સિન લગાવે
  • જેમણે પ્રથમ ડોઝ લીધો છે તે સમયસર બીજો ડોઝ લે
  • આજે મારા મત વિસ્તારમાં રસી લેવા લોકોની કતારો

કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ ગુજરાતની બે દિવસની મુલાકાતે આવ્યા છે. પોતાના પહેલાથી નક્કી કરવામાં આવેલા સિડ્યુઅલ મુજબ આજે સવારે તેઓ અમદાવાદનાં સિંધુભવન પર આવેલા દિનદયાળ હોલની મુલાકાત કરી હતી. અમિત શાહ અહીં રસીકરણ સેન્ટરની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતુ.

આપને જણાવી દઇએ કે, આ પ્રસંગે તેમની સાથે રાજ્યનાં નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ, મનપાનાં પદાધિકારી અને અમદાવાદ શહેર ભાજપનાં આગેવાનો હાજર રહ્યાં હતાં. વળી જણાવી દઇએ કે, આજથી સમગ્ર દેશમાં નિશુલ્ક અને વોક ઈન વેક્સિનેશનનો પ્રારંભ થયો છે. ત્યારે દિનદયાળ હોલમાં સુપરસ્પ્રેડર અને સામાન્ય જનતાને રસી આપવાનું આયોજન કરવામાં આવ્યું છે.

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ / ભારતથી લઇને અમેેરિકા સુધી આજે તમામ લોકો યોગ દિવસની કરી રહ્યા છે ઉજવણી, Photos

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું સંબોધન

અમદાવાદની બે દિવસીય મુલાકાતે આવેલા કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહે પોતાના  સંબોધનમાં કહ્યુ કે, ભારત આજે વેક્સિન લગાવવામાં અન્ય દેશોની સરખામણીએ આગળ છે. તેમણે વધુમાં કહ્યુ, જુલાઈ-ઓગષ્ટમાં વેક્સિનને વેગ આપવાનો પણ નિર્ણય કરવામા આવ્યો છે. તેમણે આ દરમ્યાન દેશનાં તમામ નાગરિકોને અપીલ કરી કે વેક્સિન લગાવો. વધુમાં કહ્યુ કે, જેમણે પ્રથમ ડોઝ લીધો છે તે સમયસર બીજો ડોઝ પણ લઇ લે. તેમણે કહ્યુ કે, દેશની જનતા બન્ને ડોઝ લઇ લેશે ત્યારે આપણે કોરોના વિરુદ્ધ પોતાને સુરક્ષિત જોઇ શકીશુ.

2 161 અમિત શાહે દેશનાં તમામ નાગરિકોને વેક્સિન લેવાની કરી અપીલ

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે નવ નિર્માણ વૈષ્ણવ દેવી ફ્લાય ઓવર બ્રિજનું લોકપર્ણ કર્યુ.

2 160 અમિત શાહે દેશનાં તમામ નાગરિકોને વેક્સિન લેવાની કરી અપીલ

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહએ પાનસર રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ કર્યુ છે.

2 162 અમિત શાહે દેશનાં તમામ નાગરિકોને વેક્સિન લેવાની કરી અપીલ

અમિત શાહે કલોલ એપીએમસીનું ઉદઘાટન કર્યુ. દરમ્યાન અમિત શાહે સ્ટેજ કાર્યક્રમ અને સંબોધન રદ કર્યુ. કોરોના ગાઈડલાઈનનાં પાલનનાં લીધે સ્ટેજ કાર્યક્રમ રદ કર્યો. અહી કાર્યકર્તાઓને મળી રવાના થયા.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

આપને જણાવી દઇએ કે, અમિત શાહનાં બે દિવસનાં પ્રવાસનો સત્તાવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. ભાજપે આ કાર્યક્રમ જાહેર કર્યો છે. રાજ્યમાં આવતા વર્ષે એટલે કે 2022 માં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેને લઇને ભાજપે તૈયારીઓ અત્યારથી જ આરંભી છે. જણાવી દઇએ કે, આજે એટલે કે સોમવારે અમતિ શાહ વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે. તેઓ સવારે દસ વાગ્યે વૈષ્ણોદેવી સર્કલ ફ્લાયઓવરનું લોકાર્પણ કરશે. જે બાદ તેઓ ખોડિયાર કન્ટેનર ડેપો ફ્લાયઓવરનું પણ ઉદ્ઘાટન કરશે. આ ઉપરાંત કેન્દ્રિય મંત્રી અમિત શાહ પાનસર-છત્રાલ પર નવનિર્મિત રેલ્વે બ્રિજનું  ઉદ્ઘાટન કરશે. આ બે બ્રિજો ખુલ્લા મુકાતા ગાંધીનગર-સરખેજ હાઇવે પર અવર-જવર કરતા વાહનચાલકોને મોટી રાહત મળવાની છે. વળી આ બ્રિજ ખુલ્લો મુકાયા બાદ ટ્રાફિક પણ હળવો થઇ જશે.

જમ્મુ-કાશ્મીર / સોપોરમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ, લશ્કર-એ-તૈયબાનો ટોચનો આતંકવાદી ઠાર

આ સિવાય અમિત શાહ સાંજે કલોલમાં એપીએમસી બિલ્ડિંગનું લોકાર્પણ કરશે. જે બાદ કેન્દ્રિય મંત્રી ગાંધીનગર સ્થિત કોલવડા અને રૂપાલમાં રસીકરણ કેન્દ્રની મુલાકાત કરશે. જે બાદ તેઓ રૂપાલમાં શક્તિપીઠ વરદાયિની માાતાજીનાં મંદિરનાં દર્શન કરશે. બીજા દિવસે સવારે એટલે કે મંગળવારનાં રોજ અમિત શાહ વૃક્ષારોપણનાં કાર્યક્રમમાં વીડિયો કોન્ફરન્સનાં માધ્યમંથી જોડાશે. વળી સુત્રોનાં જણાવ્યા અનુસાર, આ બે દિવસની મુલાકાત દરમ્યાન અમિત શાહ આગામી વિધાનસભાની ચૂંટણીને લગતુ માર્ગદર્શન આપી શકે છે. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી જે પણ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની હોય છે, તેના 1 વર્ષ અગાઉ ભાજપ પક્ષ તરફથી તૈયારીઓ શરૂ થઇ જાય છે. ત્યારે આ વખતે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી 2022 માં છે. જો કે આ વખતે આમ આદમી પાર્ટીએ ભાજપ પહેલા જ પોતાની તૈયારીઓ બતાવતા કોંગ્રેસ અને સત્તાધારી પક્ષ ભાજપ ચિંતામાં મુકાયા હોવાની ચર્ચાઓ જનમુખે થવા લાગી છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

kalmukho str 9 અમિત શાહે દેશનાં તમામ નાગરિકોને વેક્સિન લેવાની કરી અપીલ