શરમજનક/ રાજકોટની આ શાળામાં ફી ઉપર વસુલવામાં આવે છે “વ્યાજ” | જાણો સમગ્ર મામલો

લક્ષ્મીજી સરસ્વતી ઉપર ભારે પડી રહ્યા છે ત્યાં સુધી શિક્ષણ જગતનો વિકાસ કેવી રીતે થશે એ જ મોટો સવાલ છે.

Top Stories Gujarat Rajkot
કોટક ઈંગ્લીશ

રાજકોટમાં શિક્ષણ જગતને વધુ એક વખત નીચું જોવું પડે તેવો એક કિસ્સો સામે આવ્યો છે. રાજકોટની નામાંકિત કોટક ઈંગ્લીશ મીડિયમ સ્કૂલમાં ફી બાબતે સંચાલકોની દાદાગીરી જોવા મળી છે અને શિક્ષાનાં ક્ષેત્રને વધુ એક વખત કલંક લાગ્યું છે.  એક વિદ્યાર્થિનીના વાલી સ્કૂલ ફી દેવામાં થોડા મહિનાનો સમય થઈ ગયો ત્યારે સ્કૂલ દ્વારા લેટ ફીની પેન્લટી લેવામાં આવી હતી. કોટક ઈંગ્લીશ…….

વ્યાજે લીધેલા નાણાનું વ્યાજ ચૂકવવું પડે એ તો સાંભળ્યું છે પણ જો સ્કૂલ ફી ચૂકવણીમાં વાર લાગે તો સ્કૂલ દ્વારા વ્યાજખોરોની જેમ વ્યાજ લેવામાં આવે છે. આ કિસ્સો રાજકોટની કોટક ઈંગ્લીશ મીડિયમ સ્કૂલનો છે જેમાં એક વિદ્યાર્થિનીના વાલી સ્કૂલ ફી દેવામાં થોડા મહિનાનો સમય થઈ ગયો ત્યારે સ્કૂલ દ્વારા લેટ ફીમાં રૂપિયા 200ની પેન્લટી લેવામાં આવી હતી. આ સમગ્ર મામલે એક વિડીયો પણ વાયરલ થયો છે જેમાં સ્કૂલના પ્રિન્સિપાલે ફી બાબતે વાલીને લેટ ફીની રકમ ચૂકવવાનું કહ્યું.

FRC કચેરી ખાતે નિયમની ખરાઈ કરતાં FRC દ્વારા આવો કોઈ પણ નિયમ ઘડવામાં આવ્યો નથી એવું FRC અજય પટેલ જણાવ્યું હતું. આ સાથે જિલ્લા શિક્ષણાધિકારી બી.એસ.કૈલા જણાવ્યું કે, સ્કૂલ દ્વારા લેટ ફી લેવાનો કોઈ પણ નિયમ છે નહીં અને જો કોઇ સ્કૂલ દ્વારા લેટ ફી લેવામાં આવે તો તેના ઉપર કડક કાર્યવાહી કરવામાં આવશે ત્યારે સ્કૂલ દ્વારા ફી માટે વાલીઓને પ્રેશર કરવામાં આવે છે તે તો હકીકત છે પણ લેટ ફી લેવી તે કેટલા અંશે વ્યાજબી કહેવાય? આ સમગ્ર મામલે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી અને રાજકોટ જિલ્લા શિક્ષણ બી.એસ કૈલા શું પગલાં લેશે કે આવા બેરહેમ પ્રિન્સિપાલને નોટિસ આપી જવા દેવામાં આવશે તે હવે જોવું રહ્યું.

આ પણ વાંચો : ભાવનગરનાં મઢડા ગામે ‘રાષ્ટ્રમાતા’નું મંદિર ભક્તો માટે છે બંધ : શું સરકાર સ્વતંત્રતા દિવસે ભારતમાતા મંદિરનાં દરવાજા ખોલશે?