Not Set/ જમ્મુ-કાશ્મીર : પત્રકાર શુજાત બુખારીના હત્યારા ઠાર કરાયેલા ૬ આતંકીઓમાં શામેલ

કાશ્મીરમાં ભારતીય સુરક્ષાબળના જવાનો દ્વારા અંનતનાગમાં ૬ આતંકીઓનો ઠાર કરવામાં આવ્યો છે. આ આતંકીની ઓળખાણ પણ મળી ગઈ છે. તમને જણાવી દઈએ કે કાશ્મીરના પ્રખ્યાત પત્રકાર શુજાત બુખારીની હત્યાનું કાવતરું પાકિસ્તાનમાં કરવામાં આવ્યું હતું. પત્રકારની હત્યાને લશ્કર-એ-તૈયબ્બાના ખૂંખાર આતંકીઓએ અંજામ આપ્યો હતો. શ્રીનગરમાં ૧૪ જુનના રોજ તેમની હત્યા કરવામાં આવી હતી. શુજાત બુખારીની હત્યાના આરોપીની […]

Top Stories India Trending
2018 6largeimg215 Jun 2018 040925653 જમ્મુ-કાશ્મીર : પત્રકાર શુજાત બુખારીના હત્યારા ઠાર કરાયેલા ૬ આતંકીઓમાં શામેલ

કાશ્મીરમાં ભારતીય સુરક્ષાબળના જવાનો દ્વારા અંનતનાગમાં ૬ આતંકીઓનો ઠાર કરવામાં આવ્યો છે. આ આતંકીની ઓળખાણ પણ મળી ગઈ છે.

તમને જણાવી દઈએ કે કાશ્મીરના પ્રખ્યાત પત્રકાર શુજાત બુખારીની હત્યાનું કાવતરું પાકિસ્તાનમાં કરવામાં આવ્યું હતું. પત્રકારની હત્યાને લશ્કર-એ-તૈયબ્બાના ખૂંખાર આતંકીઓએ અંજામ આપ્યો હતો. શ્રીનગરમાં ૧૪ જુનના રોજ તેમની હત્યા કરવામાં આવી હતી.

શુજાત બુખારીની હત્યાના આરોપીની ઓળખાણ સજ્જાદ ગુલ, આઝાદ અહમદ મલિક, મુજફાર અહમદ ભટ અને નવીદ જટના રૂપમાં થઇ છે. જેમાં સજ્જાદ ગુલ પાકિસ્તાનમાં રહેતો હતો જયારે આઝાદ અહમદ મલિક અનંતનાગ જીલ્લામાં રહેતો હતો.

પોલીસના જણાવ્યા પ્રમાણે લાંબો સમય સુધી ચાલેલા આ એનકાઉન્ટરમાં ૬ આતંકીઓનો ઠાર કરવામાં આવ્યો છે અને તેની ડેડબોડીને જપ્ત કરવામાં આવી છે.

સુત્રોના જણાવ્યા પ્રમાણે ઠાર કરેલ આતંકીઓ લશ્કરે-તૈયબા સાથે જોડાયેલા હોઈ શકે છે.જો કે સર્ચ ઓપરેશન હાલ પણ ચાલુ રાખવામાં આવ્યું છે.ઘટના સ્થળથી કેટલાક હથિયાર પણ જપ્ત કરવામાં આવ્યા છે.

ઉલ્લખનીય છે કે ગુરુવારે કુલગામમાં આર્મીના આરઆર કેમ્પ પર આતંકીઓએ હુમલો કર્યો હતો. આની પહેલા પણ મંગળવારે કરેલા એનકાઉન્ટરમાં ૪ આતંકીઓને ઠાર કરી દીધા હતા. જો કે આ એનકાઉન્ટરમાં એક જવાન શહીદ થઇ ગયો હતો જયારે અન્ય ૩ જવાનો ઘાયલ થયા હતા.