Not Set/ કોરોનાની ત્રીજી લહેર આવી રહી છે, WHO એ આવી આપી ચેતવણી

કોરોનાની ત્રીજી લહેરની WHOની ચેતવણીમાં જણાવવામાં આવ્યું છે કે, ત્રીજો તબક્કો પણ અનેક દેશોનાં બે મહિનામાં શરૂ થવાની ભીંતી છે. સ્થિતિ અત્યંત ગંભીર બનવાની WHOએ ચેતવણી આપી છે

Top Stories World Breaking News
who declared emergency in China કોરોનાની ત્રીજી લહેર આવી રહી છે, WHO એ આવી આપી ચેતવણી
  • કોરોનાની ત્રીજી લહેરની WHOની ચેતવણી
  • ત્રીજો તબક્કો બે મહિનામાં શરૂ થવાની ચેતવણી
  • સ્થિતિ અત્યંત ગંભીર બનવાની આપી ચેતવણી
  • હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના અભાવે આવશે ત્રીજો તબક્કો
  • બીજી લહેરને પગલે કોરોનાના કેસમાં સતત વધારો

કોરોનાની ત્રીજી લહેરની WHOની ચેતવણીમાં જણાવવામાં આવ્યું છે કે, ત્રીજો તબક્કો પણ અનેક દેશોનાં બે મહિનામાં શરૂ થવાની ભીંતી છે. સ્થિતિ અત્યંત ગંભીર બનવાની WHOએ ચેતવણી આપી છે. WHOનાં કહેવા પ્રમાણે આ સ્થિતિ અને ત્રીજો તબક્કો હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના અભાવે આવશે. ત્રીજો તબક્કો અને બીજી લહેરને પગલે કોરોનાના કેસમાં સતત વધારો જોવામાં આવી રહ્યો છે. અને સંક્રમણની સાથે સાથે વિશ્વભરમાં કોરોનાનાં કારણે મોતનો આંકડો પણ વધી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, કોરોનાએ પોતાનો પ્રસરાવ ફરી એક વખત રોકેટ ગતિએ શરુ કરી દીધો છે અને કોરોનાનો હાહાકાર ફરી એક વખત વિશ્વ – દેશ સહિત ગુજરાતમાં છાપરે ચડી પોકારી રહ્યો છે. તજજ્ઞો દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે, વિશ્વના અનેક દેશોમાં કોરોનાની બીજી લહેર શરુ થઇ ચૂકી છે અને હાલ તે પીકમાં છે, તો વિશ્વનાં અનેક દેશોમાં કોરોનાની ત્રીજી લહેર ચાલી રહી હોવાનું પણ જણાવવામાં આવી રહ્યુ છે. આ મામલે WHO દ્વારા ચેતાવણી ઉચ્ચારી જ દીધી છે, ત્યારે તમામ લોકોને સંયમ સાથે કોરોના સામે સજ્જ રહેવુ અનિવાર્ય છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News ની નવી  મોબાઇલ એપ્લિકેશન….