Not Set/ ગુજરાત પોલીસ/ AK સિંઘનાં ઉત્તરાધિકારી કોણ? ચર્ચા શરુ – સાથે જ થઇ શકે છે મોટી જાહેરાત

ગુજરાત કેડરના 1985ના બેચના IPS એ.કે. સિંઘની દિલ્હીમાં નેશનલ સિક્યુરિટી ગાર્ડ (NSG)ના ડાયરેક્ટર જનરલ (DG)તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. એ.કે સિંઘ હાલમાં અમદાવાદ શહેરના પોલીસ કમિશનર છે. એ.કે સિંઘ NSGમાં DG તરીકે નિયુક્તિ થતા અમદાવાદ પોલીસ કમિશનર તરીકે કોણ આવશે તેની અટકળો પોલીસ બેડામાં શરૂ થઇ ગઇ છે. આપણ વાંચો : મંતવ્ય સ્પેશિયલ/ અમારા અહેવાલને […]

Top Stories Gujarat
pjimage 38 ગુજરાત પોલીસ/ AK સિંઘનાં ઉત્તરાધિકારી કોણ? ચર્ચા શરુ - સાથે જ થઇ શકે છે મોટી જાહેરાત

ગુજરાત કેડરના 1985ના બેચના IPS એ.કે. સિંઘની દિલ્હીમાં નેશનલ સિક્યુરિટી ગાર્ડ (NSG)ના ડાયરેક્ટર જનરલ (DG)તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. એ.કે સિંઘ હાલમાં અમદાવાદ શહેરના પોલીસ કમિશનર છે. એ.કે સિંઘ NSGમાં DG તરીકે નિયુક્તિ થતા અમદાવાદ પોલીસ કમિશનર તરીકે કોણ આવશે તેની અટકળો પોલીસ બેડામાં શરૂ થઇ ગઇ છે.

આપણ વાંચો : મંતવ્ય સ્પેશિયલ/ અમારા અહેવાલને ફરી મળ્યું સમર્થન, અમદાવાદના CP એ.કે.સિંઘ દિલ્હી દરબારમાં

AK સિંઘનાં ઉત્તરાધિકારી તરીકે આ 3 નામ સૌથી મોખરે

આશિષ ભાટીયા

AK સિંઘનાં ઉત્તરાધિકારી કોણ તેની ચર્ચામાં જેમનું નામ સૌથી મોખરે છે તે છે ગુજરાત કેડરનાં IPS આશિષ ભાટિયા. જી હા અમદાવાદ પોલીસ કમિશનર તરીકે હાલમાં CID ક્રાઈમનાં  હાલનાં વડા આશિષ ભાટિયા આવી શકે છે તેવી ચર્ચાઓ શરૂ થઇ છે. આશિષ ભાટિયા સિન્યોરીટી અને અનુભવ બનેંમાં અમદાવાદ પોલીસ કમિશનર બનવાની રેસમાં સૌથી આગળ જોવામાં આવી રહ્યા છે.

કેશવકુમાર

ગુજરાત કેડરનાં 1986 બેચનાં IPS કેશવકુમારનું નામ બીજા ક્રમે જોવાઇ રહ્યું છે. સિન્યોરીટી લીસ્ટ અનુસાર કેશવકુમાર અને પ્રવિણ સિન્હા બને આ પદ્દ માટે મજબૂત દાવેકાર માનવામાં આવી રહ્યા છે(જો કે સિન્હા હાલ, ઉચ્ચ પદ્દ સાથે દિલ્હી ડેપ્યુટેશનમાં છે), ત્યારે કેશવકુમાર પર પણ આ પદ્દભારનું દાઇત્વ આવી શકે છે. કેશવકુમાર હાલ ACBનાં ડાઇરેક્ટ છે.

અજય તોમર

ગુજરાત કેડરનાં આ અધિકારીનું નામ પણ અમદાવાદ પોલીસ કમિશન માટે ફેવરીટ જોવામાં આવી રહ્યું છે. ગુજરાત પોલીસ વડા શીવાનંદ ઝા, ટુંક સમયમાં રિટાયર્ડ થઇ રહ્યા છે, આશિષ ભાટીયા અને સિન્હા સિન્યોરીટી લાઇનમાં આ પદ્દ માટે પણ દાવેદાર માનવામાં આવે છે, ત્યારે ભવિષ્યનાં પ્રમોશનને ધ્યાનમાં રાખી સરકાર દ્વારા અજય તોમર પર પસંદગીનો કળશ ઢોળવામાં આવે તેવી પણ ચર્ચા ચાલી રહી છે.

દિવાળી પહેલા 19 IPSની બદલીની પણ જોવાઇ રહી છે શક્યતા

અમદાવાદ પોલીસ કમિશનની નિમણું દિવાળી પહેલા જ કરી દેવામાં આવશે તેવી શક્યતાની સાથે સાથે ગુજરાતનાં 19 IPSની બઢતી-બદલી પણ દિવાળી પહેલા જ જોવામાં આવી રહી છે. આઘાર ભૂત વર્તુળોનાં જણાવ્યા પ્રમાણે દિવાળી પહેલા જ સરકાર તરફથી બઢતી-બદલીની દિવાળી ગીફ્ટ આપવામાં આવે તેવી શક્યાતા જોવામાં આવી રહી છે. ગુજરાતમાં હાલ તમામ ચાર્જમાં હોય તેવી જગ્યાએ હંગામી નિમણુંકને કાયમી કરવાની સરકાર દ્વારા તૈયારી કરી લેવામાં આવી હોવાનું સામે આવી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.