Politics/ ખાનગી હોસ્પિટલોમાં ઉંચા ભાવે કોવેક્સિન વેંચી રહી છે પંજાબ સરકારઃ પ્રકાશ જાવડેકર

કેન્દ્ર સરકારે પંજાબ સરકારની રસીકરણ નીતિ પર સવાલ ઉઠાવતા હુમલો કર્યો છે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કોવેક્સિન વેચવાનો આરોપ લગાવ્યો છે. જાવડેકરે જણાવ્યું હતું કે પંજાબ સરકાર ખાનગી હોસ્પિટલોમાં ઉંચા ભાવે કોવેક્સિન વેચે છે.

Top Stories India
1 132 ખાનગી હોસ્પિટલોમાં ઉંચા ભાવે કોવેક્સિન વેંચી રહી છે પંજાબ સરકારઃ પ્રકાશ જાવડેકર

કેન્દ્ર સરકારે પંજાબ સરકારની રસીકરણ નીતિ પર સવાલ ઉઠાવતા હુમલો કર્યો છે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કોવેક્સિન વેચવાનો આરોપ લગાવ્યો છે. જાવડેકરે જણાવ્યું હતું કે પંજાબ સરકાર ખાનગી હોસ્પિટલોમાં ઉંચા ભાવે કોવેક્સિન વેચે છે.

1 133 ખાનગી હોસ્પિટલોમાં ઉંચા ભાવે કોવેક્સિન વેંચી રહી છે પંજાબ સરકારઃ પ્રકાશ જાવડેકર

દિલ્હી / જેલમાં જવા માટે કર્યું આવું… PM મોદીને ધમકી આપનાર યુવક બોલ્યો

કેન્દ્રિય મંત્રી પ્રકાશ જેવડેકરે આ સાથે, કોંગ્રેસનાં સાંસદ રાહુલ ગાંધી પર પ્રહાર કરતા કહ્યું કે, બીજાને જ્ઞાન આપવાને બદલે રાહુલ ગાંધીએ પહેલા તેમના (કોંગ્રેસ) રાજ્યની સંભાળ લેવી જોઈએ. પંજાબ સરકારને કોવેક્સિનનાં 1.40 લાખથી વધુ ડોઝ 400 રૂપિયામાં પૂરા પાડવામાં આવ્યા હતા અને તેઓએ તેને 20 ખાનગી હોસ્પિટલોમાં 1000 રૂપિયામાં વેચી દીધા છે. કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, ‘પંજાબ કોરોના રોગચાળાથી પ્રભાવિત રાજ્ય છે, જ્યાં વેક્સિનનું સંચાલન યોગ્ય રીતે કરવામાં આવતું નથી. જાવડેકરે કહ્યું કે પંજાબ સરકાર છેલ્લા 6 મહિનાથી આંતરિક કલેશમાં છે અને એક બીજા પર તેઓ હુમલો કરી રહ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે પરસ્પર વિવાદનાં સમાધાન માટે સમગ્ર પંજાબ સરકાર અને પાર્ટી છેલ્લા 3-4 દિવસોથી દિલ્હીમાં પડાવ કરી રહ્યા છે. કોંગ્રેસ પર સવાલ ઉઠાવતા તેમણે કહ્યું કે પંજાબ કોણ જોશે? તેના આંતરિક રાજકારણ માટે પંજાબનાં લોકોને અવગણવા એ કોંગ્રેસનું મોટું પાપ છે. આપને જણાવી દઈએ કે, કેટલાક અહેવાલોમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પંજાબ કોંગ્રેસમાં છેલ્લા કેટલાક દિવસોથી બધુ બરાબર ચાલી રહ્યું નથી. પાર્ટીનાં કેટલાક નેતાઓ અહીં કેપ્ટન અમરિંદર સિંહનાં નેતૃત્વથી ખુશ નથી. પક્ષની અંદર ચાલી રહેલા આ ઝઘડાને ખતમ કરવા માટે, કોંગ્રેસમાં ત્રણ સભ્યોની પેનલ બનાવવામાં આવી છે અને આ પેનલને મળવા માટે પંજાબનાં મુખ્ય પ્રધાન હાલમાં દિલ્હીમાં છે.

1 134 ખાનગી હોસ્પિટલોમાં ઉંચા ભાવે કોવેક્સિન વેંચી રહી છે પંજાબ સરકારઃ પ્રકાશ જાવડેકર

દેશની વધશે તાકત / રક્ષા મંત્રાલયે ‘પ્રોજેક્ટ-75 ઈન્ડિયા’ અંતર્ગત 6 સબમરીન માટે ભારતીય નૌકાદળનાં પ્રસ્તાવને આપી મંજૂરી

જાવડેકરે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, હાલમાં કેન્દ્ર સરકારે રાજ્યોને વિના મૂલ્યે 22 કરોડની વેક્સિન પૂરી પાડી છે. તેમણે (પંજાબ સરકાર) રસીકરણનાં વિકેન્દ્રીકરણની માંગ કરી રહ્યા છે, પરંતુ હવે તેઓ તેને કેન્દ્રિય બનાવવા માંગ કરી રહ્યા છે. હવે પંજાબ દ્વારા કથિત રીતે ખાનગી હોસ્પિટલોમાં વેક્સિન વેચવાના આરોપ પર રાહુલ ગાંધી કેન્દ્રીય નેતાઓનાં નિશાના પર આવી ગયા છે. આપને જણાવી દઈએ કે, કોરોના સમયગાળા દરમિયાન રાહુલ ગાંધી લોકોને મફત રસી આપવાની હિમાયત કરતા રહ્યા છે. તેમણે તાજેતરમાં કહ્યું હતું કે દેશનાં તમામ નાગરિકોને વિના મૂલ્યે વેક્સિન મળવી જોઈએ.

kalmukho str 2 ખાનગી હોસ્પિટલોમાં ઉંચા ભાવે કોવેક્સિન વેંચી રહી છે પંજાબ સરકારઃ પ્રકાશ જાવડેકર