Not Set/ મોદીના સંકટમોચક રહેલા સુબ્રમણ્યમે સરકાર પર ઠીકરું ફોડતા કહ્યું કઈ ખાસ

નવી દિલ્હી, દેશભરમાં મોદી સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા એક સમાન કર “GST” અને નોટબંધીને લઇ અનેક સવાલો સામે આવી ચુક્યા છે, ત્યારે હવે એક સમયે પીએમ મોદીના સંકટમોચક અને પૂર્વ આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યમે સરકાર પર હુમલો બોલ્યો છે. “ઓફ કાઉન્સિલ” : “ધ ચેલેન્જ ઓફ ધ મોદી-જેટલી ઈકોનોમી”ના વિમોચન દરમિયાન GST” અને નોટબંધીને લઇ […]

Top Stories India Trending
India arvind Modi મોદીના સંકટમોચક રહેલા સુબ્રમણ્યમે સરકાર પર ઠીકરું ફોડતા કહ્યું કઈ ખાસ

નવી દિલ્હી,

દેશભરમાં મોદી સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા એક સમાન કર “GST” અને નોટબંધીને લઇ અનેક સવાલો સામે આવી ચુક્યા છે, ત્યારે હવે એક સમયે પીએમ મોદીના સંકટમોચક અને પૂર્વ આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યમે સરકાર પર હુમલો બોલ્યો છે.

“ઓફ કાઉન્સિલ” : “ધ ચેલેન્જ ઓફ ધ મોદી-જેટલી ઈકોનોમી”ના વિમોચન દરમિયાન GST” અને નોટબંધીને લઇ સરકાર પર ઠીકરું ફોડ્યું હતું.

GST અને નોટબંધીને લાગુ કરવાને લઈ સવાલો ઉઠાવતા તેઓએ કહ્યું, “કૃષિ તેમજ નાણાકીય વ્યવસ્થાના દબાવને કારણે દેશની અર્થવ્યવસ્થા કેટલાક સમય માટે મંદીમાંથી પસાર થઇ શકે છે”.

આ દરમિયાન તેઓએ કહ્યું, “દેશની વર્તમાન નાણાકીય સ્થિત તણાવ હેઠળ અને ચુસ્ત છે. હાલમાં અર્થવ્યવસ્થામાં એક પ્રકારની પહેલી ઉભી થઇ ગઈ છે.

નોટબંધી અને GDPના આંકડાઓમાં સંબંધ સ્થાપિત કરવા અંગે તેઓએ કહ્યું, “નોટબંધીના કારણે ઉભી થયેલી સમસ્યાથી શું GDPના આંકડા પર જોવા મળેલો પ્રભાવના કારણે એક પ્રકારની ચુસ્ત અર્થવ્યવસ્થાને પ્રતિબંધિત કર્યું છે અને વૃદ્ધિના દરના આંકડાના ઓફિશિયલ ડેટાની સંગ્રહ પ્રકિયાએ પણ સવાલો ઉભા કર્યા છે”.