former ips sanjiv bhatt/ ખોટા એનડીપીએસ કેસમાં આઈપીએસ સંજીવ ભટ્ટ પાલનપુર કોર્ટમાં હાજર

1996 ના કેસમાં ચૂંક સમયમાં સજાની જાહેરાત થશે

Top Stories India
Beginners guide to 89 4 ખોટા એનડીપીએસ કેસમાં આઈપીએસ સંજીવ ભટ્ટ પાલનપુર કોર્ટમાં હાજર

 

Gujarat News : પૂર્વ આપીએસ અધિકારી સંજીવ ભટ્ટ સામે નોંધાયેલા એનડીપીએસ એક્ટ કેસમાં પાલનપુર એડિ. સેશન્સ કોરટે દોષિત જાહેર કર્યા છે. હાલમાં ભટ્ટ પાલનપુર જેલમાં બંધ છે અને થોડી વારમાં તેમને સજા સંભળાવવામાં આવે તેવી શક્યતા છે. જેને પગલે સમગ્ર બનાસકાંઠા જીલ્લા પોલીસ સતર્ક થઈ ગઈ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે 1996 માં સંજીવ ભટ્ટ પર પાલનપુરની એક હોટેલમાં રાજસ્થાનના વકીલની રૂમમાં ખોટી રીતે ડ્રગ્સ પ્લાન્ટ કરીને દુકાન ખાલી કરવાની ધમકી આપી વકીલને ફસાવવાનો આરોપ લાગ્યો હતો. જેમાં 5 સપ્ટેમ્બરના રોજ સીઆડી ક્રાઈમે સંજીવ ભટ્ટની ધરપકડ કરી હતી. તે સિવાય પાલનપુરના તત્કાલિન પીઆ વ્યાસની પણ ધરપકડ કરી હતી. 30 એપ્રિલ, 1996માં નોંધાયેલા કેસ મુજબ પાલનપુરની લાજવંતી હોટેલમાં સુમેરસિંહ રાજપુરોહિત અફીણનો જથ્થો લઈને આવવાનો હોવાની પોલીસને મળી હતી. જેને આધારે પોલીસે દરોડો પાડીને 1 કિલો 15 ગ્રામ અફીણ કબજે કર્યું હતું.

જયારે આઈપીએસ ભટ્ટ ગોધરાંકાડ કેસ સંદર્ભે આક્ષેપ કરી રહ્યા હતા ત્યારે તેમને એક સુરક્ષા કર્મચારી સાથે ઝઘડો થયો હતો. જેમાં તેમણે સુરક્ષાકર્મીને તમાચો મારી દેતા તેની પણ ફરિયાદ દાખલ થઈ હતી. તે સિવાય ભટ્ટે તેમના મેમનગર પાસે આવેલા બંગલોમાં ગેરકાયદે બાંધકામ કરતા તેનો પણ વિવાદ થયો હતો.

ઉલ્લેખનીય છે કે સંજીવ ભટ્ટે 2011 માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સામે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામુ દાખલ કરતા ભારે કાયદાકીય વિવાદ થયો હતો.  સોગંદનામાં તેમણે કહ્યું હતું કે 2002ના રમખાણો માટે બનાવાયેલી એસઆઈટી પર તેમને વિશ્વાસ નથી. બીજીતરફ રાજ્યના અધિકારીઓએ ભટ્ટ પર આરોપ લગાવતા કહ્યું હતું કે તેઓ મોદી પર ખોટા આક્ષેપો લગાવી રહ્યા છે.

2011 માં રાજ્ય સરકારે સંજીવ ભટ્ટને ફરજ પર ગેરહાજર રહેવા બદલ તથા સરકારી વાહનોનો દુરૂપયોગ કરવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. 2015 માં કેન્દ્રિય ગૃહ મંત્રાલયે તેમને ફરજ પરથી ફરજમુકત કરવાની ભલામણ કરી હતી જે માન્ય રાખવામાં આવી હતી.



whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ  કેજરીવાલની ધરપકડ મામલે દિલ્હી હાઈકોર્ટ આજે સુનાવણી હાથ ધરશે

આ પણ વાંચોઃયોગી આદિત્યનાથ આજથી લોકસભા ચૂંટણી પ્રચારનો કરશે પ્રારંભ, આ જીલ્લાઓ રણમેદાનમાં ફેરવાશે

આ પણ વાંચોઃ પત્ની ઘરે પાણીનો ગ્લાસ પણ આપતી ન હોય તેવા લોકો મને સલાહ આપતા હતાઃ નીતિન પટેલ

આ પણ વાંચોઃ શેરબજારમાં આજે બજારના આરંભે સેન્સેક્સ અને નિફ્ટીમાં નજીવા વધારા સાથે થઈ શરૂઆત