Loksabha Election 2024/ યોગી આદિત્યનાથ આજથી લોકસભા ચૂંટણી પ્રચારનો કરશે પ્રારંભ, આ જીલ્લાઓ રણમેદાનમાં ફેરવાશે

27 થી 31 માર્ચ સુધી 15 જીલ્લાઓમાં સભાઓના માધ્યમથી મુખ્યમંત્રી ચૂંટણીમાં…..

Top Stories India Breaking News
YouTube Thumbnail 101 યોગી આદિત્યનાથ આજથી લોકસભા ચૂંટણી પ્રચારનો કરશે પ્રારંભ, આ જીલ્લાઓ રણમેદાનમાં ફેરવાશે

Uttar Pradesh News: ઉત્તર પ્રદેશમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજથી લોકસભા ચૂંટણી, 2024 માટે ચૂંટણી પ્રચાર શરૂ કરશે. આ માટે રેલીઓ યોજતા પહેલા યોગી આદિત્યનાથ સભાઓ યોજી રાજ્યના વિવિધ જીલ્લાઓમાં લોકો સાથે સંવાદ સાધશે. તેમજ સરકારની કામગીરીઓનો હિસાબ શેર કરશે. 27 થી 31 માર્ચ સુધી 15 જીલ્લાઓમાં સભાઓના માધ્યમથી મુખ્યમંત્રી ચૂંટણીમાં ભાજપ પક્ષ અડીખમ રહે તે માટે ચૂંટણીનું મેદાન તૈયાર કરશે.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ 27 માર્ચથી મથુરા, મેરઠ, ગાઝિયાબાદથી સભાઓ યોજશે. 28 માર્ચે બિજનોર, મુરાદાબાદ, અમરોહામાં કાર્યક્રમો કરશે. 29 માર્ચે શામલી, મુઝફ્ફરનગર અને સહારનપુર તેમજ 30 માર્ચે મુખ્યમંત્રી બાગપત, બુલંદશહેર, ગૌતમબુદ્ધનગરમાં સભાઓ યોજી સંવાદ સાધશે. 31 માર્ચે બરેલી, રામપુર, પીલીભીતમાં કાર્યક્રમો યોજશે.

3 તબક્કામાં ચૂંટણીનું આયોજન

યોગી આદિત્યનાથ તેમના ચૂંટણી પ્રચારની શરૂઆત પશ્ચિમ ઉત્થર પ્રદેશથી કરશે. જ્યાંથી પ્રથમ તબક્કાની ચૂંટણી યોજાશે. 19 એપ્રિલે સહારનપુર, કૈરાના, મુઝફ્ફરનગર, બિજનોર, મુરાદાબાદ, રામપુર, પીલીભીતમાં ચૂંટણી થશે. બીજા તબક્કામાં એટલે કે 26મી એપ્રિલે અમરોહા, મેરઠ, બાગપત, ગાઝિયાબાદ, ગૌતમ બુદ્ધ નગર, બુલંદશહેર, અલીગઢ અને મથુરામાં ચૂંટણી યોજાવાની છે. ત્રીજા તબક્કામાં 7 મેના રોજ સંભલ, હાથરસ, આગ્રા, ફતેહપુર સીકરી, ફિરોઝાબાદ, મૈનપુરી, એટાહ, બદાઉન અને બરેલીમાં ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃસુરતમાં 35 વર્ષીય જિમ ટ્રેનરનું હાર્ટએટેકથી મોત, કોઈપણ બીમારી ના હોવા છતાં યુવાન થયો હાર્ટએટેકનો શિકાર

આ પણ વાંચોઃ ચોટીલા પાસે એમ્બ્યુલન્સ અને ટ્રક વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, ઘટનાસ્થળ પર જ 3ના મોત

આ પણ વાંચોઃ અરવિંદ કેજરીવાલની ધરપકડના વિરોધમાં આપ પાર્ટી આજે PM મોદીના નિવાસ્થાનનો કરશે ઘેરાવો, પોલીસે ટ્રાફિક એડવાઈઝરી કરી જાહેર