Gujarat-Heartattack/ સુરતમાં 35 વર્ષીય જિમ ટ્રેનરનું હાર્ટએટેકથી મોત, કોઈપણ બીમારી ના હોવા છતાં યુવાન થયો હાર્ટએટેકનો શિકાર

સુરતમાં એક યુવાનનું હાર્ટએટેકથી મોત થયાનો કિસ્સો સામે આવ્યો છે. સુરતનો 35 વર્ષીય યુવાન કે જે જિમ ટ્રેનર છે તેનું હાર્ટએટેકથી મોત થયું.

Top Stories Gujarat
Beginners guide to 2024 03 26T105221.475 સુરતમાં 35 વર્ષીય જિમ ટ્રેનરનું હાર્ટએટેકથી મોત, કોઈપણ બીમારી ના હોવા છતાં યુવાન થયો હાર્ટએટેકનો શિકાર

સુરતમાં એક યુવાનનું હાર્ટએટેકથી મોત થયાનો કિસ્સો સામે આવ્યો છે. સુરતનો 35 વર્ષીય યુવાન કે જે જિમ ટ્રેનર છે તેનું હાર્ટએટેકથી મોત થયું. જિમ ટ્રેનર યુવાન રાત્રી દરમ્યાન અચાનક ઢળી પડ્યો. જેના બાદ તેમને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હોસ્પિટલમાં ટૂંકી સારવામાં યુવાનનું મોત નિપજ્યું.

કોરોના બાદ હાર્ટએટેકથી થતા મૃત્યુમાં આંચકાજનક વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને યુવાનોમાં હાર્ટએટેકથી મોત થવાના કિસ્સા વધુ જોવા મળ્યા છે. હાલમાં સુરતનો સાહિલ નામનો યુવાન રાત્રે અચાનક ઢળી પડ્યો. જેના બાદ તેને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો. હોસ્પિટલમાં ડોક્ટરો વધુ તપાસ કરે તે પહેલા જ સાહિલનું મૃત્યુ થયું. આ કિસ્સામાં સામે આવ્યું છે કે યુવાન એક જિમ ટ્રેનર છે. જિમ ટ્રેનર યુવાન સ્વાસ્થ્યપૂર્ણ જીવન પસાર કરી રહ્યો હતો. તેને કોઈપણ જાતની સામાન્ય કે ગંભીર બીમારી નહોતી. છતાં પણ આ યુવાન ગત રાત્રે અચાનક ઢળી પડ્યા બાદ હોસ્પિટલ લઈ જવાયો. જ્યાં ટૂંકી સારવારમાં તેનું મૃત્યુ થયું. અને ડોક્ટરોએ મૃત્યુ થવાના કારણમાં પ્રાથમિક ધોરણે હાર્ટએટેક હોવાનું જણાવ્યું છે. સાહિલની લાશેને હાલ પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી છે. પોસ્ટમોર્ટમ રીપોર્ટ પરથી સાહિલના મૃત્યુનું સાચુ કારણ જાણી શકાશે. દેશમાં ફરી પાછો હાર્ટએટેકનો કહેર જોવા મળ્યો.

માણસને ગંભીર બીમારી હોય તો તે મૃત્યુ પામે તો એક સ્વાભાવિક બાબત ગણી શકાય. પરંતુ આજકાલ નખમાં પણ બીમારી ના હોય તેવા લોકો હાર્ટએટેકના કારણે મૃત્યુ પામી રહ્યા છે. કોરોના બાદ હાર્ટએટેકના કિસ્સા વધવાને લઈને લોકો વેક્સીનેશનને એકરીતે જવાબદાર ગણાવે છે તો અનેક વખત ડોક્ટર દ્વારા આ બાબતને નકારવામાં આવી છે. નિષ્ણાતોના મતે લોકોની બદલાયેલ જીવનશૈલીના કારણે સંભવત હાર્ટએટેકથી મોત વધ્યા છે. કારણ જે પણ હોય હાર્ટએટેક આજે કેન્સર, ડાયાબિટીસ અને ગંભીર બિમારીની જેમ લોકો માટે મોટી સમસ્યા બન્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ uttarpradesh news/જેલમાં બંધ માફિયા ડોન મુખ્તાર અંસારીની તબિયત બગડી , સ્લો પોઈઝન અપાતું હોવાના આરોપ જેલ પ્રસાસનને ફગાવ્યા

આ પણ વાંચોઃ BJP-Congress/કોંગ્રેસ નેતા સુપ્રીયા શ્રીનેતે કંગના રનૌત પર અભદ્ર કમેન્ટ કરવા પર રાજકારણમાં ગરમાવો, ભાજપના આકરા પ્રહાર, NCW એકશનમાં

આ પણ વાંચોઃ Delhi Capitals/IPL 2024માં દિલ્હી કેપિટલ્સ સાથે જોડાયો સ્ટાર ખેલાડી

આ પણ વાંચોઃ Border–Gavaskar Trophy/બોર્ડર-ગાવસ્કર ટ્રોફી માટે લેવાયો આ મહત્વનો નિર્ણય