ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ GSEB STD 10 Result બોર્ડનું ધોરણ 10નું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. આ વખતે ધોરણ10નું 64.62% પરિણામ જાહેર થયું છે. જો ગુજરાતના જિલ્લા મુજબ વાત કરી તો સુરત જિલ્લાનું સૌથી વધુ 76.45% પરિણામ, દાહોદ જિલ્લાનું સૌથી ઓછુ 40.75% પરિણામ, બનાસકાંઠાના કુંભારીયા કેન્દ્રનું સૌથી વધુ 95.92% પરિણામ, નર્મદાના ઉતાવળી કેન્દ્રનું સૌથી ઓછુ 11.94% પરિણામ, અમદાવાદ શહેરનું 64.18% પરિણામ, અમદાવાદ ગ્રામ્યનું 65.22% પરિણામ, રાજકોટ જિલ્લાનું 72.74% પરિણામ, વડોદરા જિલ્લાનું 62.24% પરિણામ આવ્યું છે. GSEB STD 10 Result ખાસ જણાવીએ કે વર્ષ 2022નું તુલનાએ 0.56 % ઓછું પરિણામ આવ્યું છે.
પરિણામ વોટ્સએપ પર
વિદ્યાર્થીઓ વોટ્સએપ દ્વારા પણ પોતાનું પરિણામ જાણી શકે છે. GSEB STD 10 Result આ માટે વિદ્યાર્થીઓ વોટ્સએપ નંબર 6357300971 પર પોતાનો બેઠક ક્રમાંક મોકલવાનો રહેશે. વિદ્યાર્થીઓના ગુણપત્રક અને SR નકલ શાળાવાર મોકલવા અંગેની વિગતવાર સૂચનાઓ હવે પછીથી કરવામાં આવશે તેવું ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જણાવવામાં આવ્યું છે.
SMSથી પણ જાણવા મળશે પરિણામ
આ ઉપરાંત વિદ્યાર્થીઓ SMS દ્વારા પણ પરિણામ જોઈ શકશે. GSEB STD 10 Result આ માટે વિદ્યાર્થીઓએ SSC<space>રોલ નંબર લખીને 56263 પર મેસેજ મોકલવાનો રહેશે. જે બાદ થોડા સમય પછી વિદ્યાર્થીઓ તેમના ફોન પર તેમના પરિણામો મેળવી શકશે.
અમદાવાદની વિદ્યાર્થિનીને 91 ટકા
અમદાવાદ શહેરનું 64.18% પરિણામ આવ્યું છે એવામાં આટલા GSEB STD 10 Result ઓછા પરિણામ વિશે વિદ્યાર્થિઓ દ્વારા વાતચીતમાં અમદાવાદની 91 ટકા લઈ આવનાર મિતવા પટેલે તેની મહેનત વિશે કહ્યું હતું કે હું વધારે પડતું વાંચતી નહતી પણ હું સ્માર્ટ વર્ક કરતી હતી. મોટા પ્રશ્નોને ટૂંકા કરીને ટેકનિકથી વાંચતી જેથી યાદ રહી જતું.
વિદ્યાર્થીઓ તેમનું પરિણામ પરીક્ષાનો બેઠક ક્રમાંક ભરીને મેળવી શકશે. વિદ્યાર્થીઓ વ્હોટ્સએપ નંબર 6357300971 પર પણ પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે. ઉલ્લેખનીય છે કે ધો.12 સાયન્સના રિઝલ્ટ પછી ધો.12 સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ આવતું હોય છે, પરંતુ પ્રથમવાર ધો.12 સામાન્ય પ્રવાહના રિઝલ્ટ પહેલાં ધો.10નું પરિણામ આવશે.
ગુજરાતમાં માર્ચ મહિનામાં ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાઓ GSEB STD 10 Result લેવાઈ ગઈ હતી ત્યારે હવે ગુજરાતમાં આ પરીક્ષાર્થીઓ પોતાના પરીણામની રાહ જોઈને બેઠા હતા. 25 મેના રોજ ધોરણ 10નું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. આજે એટલે કે ગુરુવારે સવારે 8 વાગ્યે બોર્ડની વેબસાઇટ પર ધોરણ 10નું પરિણામ જાહેર થયું છે. રાજ્યભરમાં 64.62 ટકા પરિણામ આવ્યું છે. આ તરફ હવે ધોરણ 12નું પરિણામ 30 તારીખની આસપાસ જાહેર થઈ શકે છે.
આ પણ વાંચોઃ બજરંગ દળ-ધ કેરળ સ્ટોરી/ હવે બજરંગ દળ ધ કેરલ સ્ટોરીની સામે મેદાનમાં ઉતર્યુ
આ પણ વાંચોઃ માઇક્રોસોફ્ટ-ચીન/ ચીન સમર્થિત હેકરો અમેરિકામાં મહત્વના ઇન્ફ્રાસ્ટ્રકચરને નિશાન બનાવી રહ્યા છે
આ પણ વાંચોઃ ન્યુ સ્ટાર/ કોણ છે આકાશ માધવાલઃ આઇપીએલમાં ઉભરી આવેલો નવો સ્ટાર