Vadodara-Stonepelting/ વડોદરામાં રામજીની શોભાયાત્રામાં પથ્થરમારો કરનારા જેલમાં

અયોધ્યામાં 22મી જાન્યુઆરીએ ભગવાન શ્રીરામની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ હતો. આ સમયે દેશના અનેક શહેરોમાં શોભાયાત્રા નીકળી હતી તે જ રીતે વડોદરામાં પણ શોભાયાત્રા નીકળી હતી. 500 વર્ષ પછી ભગવાન શ્રીરામ પોતાના ધામ પરત ફરી રહ્યા હતા.

Top Stories Gujarat Vadodara
YouTube Thumbnail 2024 01 24T115559.404 વડોદરામાં રામજીની શોભાયાત્રામાં પથ્થરમારો કરનારા જેલમાં

વડોદરાઃ અયોધ્યામાં 22મી જાન્યુઆરીએ ભગવાન શ્રીરામની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ હતો. આ સમયે દેશના અનેક શહેરોમાં શોભાયાત્રા નીકળી હતી તે જ રીતે વડોદરામાં પણ શોભાયાત્રા નીકળી હતી. 500 વર્ષ પછી ભગવાન શ્રીરામ પોતાના ધામ પરત ફરી રહ્યા હતા.

અયોધ્યામાં ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા આયોજન ચાલુ હતુ ત્યારે વડોદરામાં પણ શોભાયાત્રા નીકળી હતી.  સમયે કેટલાક અસામાજિક તત્વોએ વાતાવરણ બગાડવાનો પ્રયાસ કર્યો હતો. તે દિવસે વડોદરાના પાદરાના ભોજ ગામે શ્રીરામજીની શોભાયાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. પોલીસે હવે આ શોભાયાત્રામાં પથ્થરમારો કરનારા 13 તોફાનીઓની ધરપકડ કરી છે.

વડોદરા જિલ્લાના ભોજ ગામે નીકળેલી રામજીની શોભાયાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ પથ્થરમારામાં દસ મહિલાઓ ઇજા પામી હતી. બધી મહિલાઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. ઘટનાના પગલે મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી.

રામજીની શોભાયાત્રામાં લઘુમતી સમાજના ટોળાએ પથ્થરમારો કર્યો હતો. આ પથ્થરમારામાં કેટલાયને ઇજા પહોંચી હતી. તેના પગલે કુલ 26 જણા સામે નામજોગ ફરિયાદ નોંધાઈ હતી. તેના પર કાર્યવાહી કરીને આજે 16 તોફાનીઓની ધરપકડ કરવામાં આવી છે.


આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ