Eid-ul-Azha/ ઈદ પર BSFએ પાકિસ્તાની સેનાને આપી મીઠાઇ, PM મોદીએ પાઠવી શુભેચ્છા

ઈદના શુભ અવસર પર જોઇન્ટ ચેકપોસ્ટ અટારી બોર્ડર પરથી બીએસએફ (BSF) ના જવાનો દ્વારા પાકિસ્તાન આર્મીને મીઠાઇ આપીને કરવામાં આવી હતી.

Top Stories India
મીઠાઇ

મુસ્લિમોના મુખ્ય તહેવાર ઈદ-ઉલ-અઝહા (બકરી ઈદ)ની સમગ્ર દેશમાં મુસ્લિમ સમુદાય દ્વારા ભારે ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. દરમિયાન ઈદના શુભ અવસર પર જોઇન્ટ ચેકપોસ્ટ અટારી બોર્ડર પરથી બીએસએફ (BSF) ના જવાનો દ્વારા પાકિસ્તાન આર્મીને મીઠાઇ આપીને કરવામાં આવી હતી.તો બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના તમામ મુસ્લિમ સમુદાયને શુભેચ્છા પાઠવી છે.

પીએમ મોદીએ આજે ​​વહેલી સવારે દેશના લોકોને ઈદ-ઉલ-અઝહા (બકરી ઈદ)ની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે. વડાપ્રધાન મોદીએ ટ્વિટર પર ટ્વિટ કરીને લખ્યું કે, ઈદ મુબારક, ઈદ-ઉલ-અઝહા (બકરી ઈદ)ની હાર્દિક શુભેચ્છાઓ. આ તહેવાર આપણને સૌની સુખાકારીની ભાવનાને મજબૂત કરવા અને સમૃદ્ધિ લાવવા માટે સાથે મળીને કામ કરવાની પ્રેરણા આપે. દરમિયાન, તેમણે લખ્યું કે, આ તહેવાર બધાની સુખાકારીની લાગણીને મજબૂત કરવાનો તહેવાર છે. આપણી ઈચ્છા છે કે આપણે બધાને સાથે જોડીને દેશના વિકાસની પ્રેરણા મેળવીએ અને સાથે મળીને દેશમાં સુખ અને સમૃદ્ધિનું વાતાવરણ સર્જીએ.

બીજી તરફ પાકિસ્તાનની અટારી બોર્ડર પર બીએસએફ (BSF) કમાન્ડન્ટ જસબીર સિંહે કહ્યું કે, અમારી પરંપરા BSF અને પાકિસ્તાન રેન્જર્સ વચ્ચે વધુ સારા તાલમેલમાં મદદરૂપ સાબિત થાય છે. આ આપણી પરંપરાઓ, સદ્ભાવના નીતિ અને શાંતિ પહેલનું પણ પ્રતિબિંબ પાડે છે. જૂની પરંપરા મુજબ અમે ઈદના અવસર પર પાકિસ્તાની સેનાને મીઠાઇ આપી છે.

આ પણ વાંચો:દેખાવમાં કોઈ હિરોઈનથી ઓછી નથી રાજનાથ સિંહની પુત્રવધૂ, તે રાજકારણમાં નહીં પણ આ ક્ષેત્રમાં છે સક્રિય

આ પણ વાંચો:ઉમા ભારતીએ દારૂ વિરુદ્ધ ઝુંબેશ તેજ કરી, MPની દારૂની નીતિ વિરુદ્ધ જેપી નડ્ડાને પત્ર લખ્યો

આ પણ વાંચો: અમરનાથ યાત્રા બંધ : જમ્મુ-કાશ્મીર પ્રશાસને મોટો નિર્ણય

આ પણ વાંચો:નૌકાદળના જહાજ પર મોટી સૂટકેસ લઈને ભાગી રહેલા એક વ્યક્તિનો વીડિયો વાયરલ, રાષ્ટ્રપતિ ભાગી ગયા હોવાનો દાવો