Not Set/ દેશમાં બદલાતી મનોવિકૃતી સમાજ માટે ચેતવણીની ઘંટી વગાડી રહી છે, જાગૃતીની જરૂર છે નહીંતર પસ્તાવો પણ કરવાનાં હકદાર નહીં રહીએ

માત્ર છેલ્લા બે દિવસોમાં દેશનાં બે અલગ અલગ ભાગની ઘટના સમાજ માટે લાલબત્તી સમાન છે. આંધ્રપ્રદેશમાં 7 વર્ષની બાળકી પર 16 વર્ષીય યુવકે આચર્યુ દુષ્કર્મ, ગુજરાતમાં 11 વર્ષીય બાળા પર 16 વર્ષીય યુવકે આચર્યુ દુષ્કર્મ. ખરેખર શું કારણ છે, દેશમાં પનપી રહેલી આવી વિકૃતની હદ સમાન મનોવિકૃતીનું ? તમામ અદ્યમ કૃત્યમાં વિકૃતીનો પ્રભાવ વધારે જોવામાં […]

Top Stories
teens kissing in grass દેશમાં બદલાતી મનોવિકૃતી સમાજ માટે ચેતવણીની ઘંટી વગાડી રહી છે, જાગૃતીની જરૂર છે નહીંતર પસ્તાવો પણ કરવાનાં હકદાર નહીં રહીએ
  • માત્ર છેલ્લા બે દિવસોમાં દેશનાં બે અલગ અલગ ભાગની ઘટના સમાજ માટે લાલબત્તી સમાન છે.
  • આંધ્રપ્રદેશમાં 7 વર્ષની બાળકી પર 16 વર્ષીય યુવકે આચર્યુ દુષ્કર્મ,
  • ગુજરાતમાં 11 વર્ષીય બાળા પર 16 વર્ષીય યુવકે આચર્યુ દુષ્કર્મ.
  • ખરેખર શું કારણ છે, દેશમાં પનપી રહેલી આવી વિકૃતની હદ સમાન મનોવિકૃતીનું ?

તમામ અદ્યમ કૃત્યમાં વિકૃતીનો પ્રભાવ વધારે જોવામાં આવે છે. આ ધટનામાં દુષ્કર્મ આચરનારની વિકૃતીને કારણે ભોગ બનનાર તેનો શિકાર બનતી હોય છે. આ કિસ્સામાં પણ ઘણીવાર મનોવિકૃતીની હદ જોવા મળે જ છે, જ્યારે બાપે – દિકરી પર, ભાઇએ – બહેન પર, કોઇ નાની બાળકીઓ(1 કે 2 – 4 વર્ષની) પર બળાત્કાર, કે સામુહિક દુષ્કર્મનાં બેરહેમ કિસ્સા સામે આવે છે, અમુક કિસ્સાઓમાં તો નરાધમો દ્વારા પિડીતાને શિકાર બનાવ્યા પછી મોતને ઘાટ પણ ઉતારી દેવામાં આવે છે.

બળાત્કાર, પાસ્વી બળાત્કાર, સગીરા પર દુષ્કર્મ, નાની બાળકીઓ(1 કે 2 – 4 વર્ષની) પર બળાત્કાર, સામુહિક દુષ્કર્મ એટલે કે ગેંગ રેપ આ તમામ શબ્દો જો આજકાલ દિવસમાં એક-બેથી વધારે વાર સાંભળવા ન મળે, તો તમે ભાગ્યશાળી કહેવાય. આજના આ સમયમાં દેશમાં આ પાસ્વી અને અદ્યમ કૃત્ય કરતી, વધુ ભયાનક મનોવિકૃતી આકાર લઇ રહી હોય, તેવી ઘટનાઓ હાલ સામે આવી રહી છે. તેમા કોઇ બે મત નથી કે દુષ્કર્મ કોઇ પણ સંજોગોમાં અને કોઇ પણ સ્થિતિમાં એક હિન કૃત્ય છે, છે અને છે જ.

પરંતુ છેલ્લા બે દિવસમાં દેશનાં બે અલગ અલગ પ્રાંતમાં મહદ અંશે એક સમાન કહી શકાય તેવા મનોવિકૃતીનાં કિસ્સા સામે આવ્યા, આ કિસ્સા ઉલ્લેખનીય અધમકૃત્યો કરતા પણ મનોવિકૃતીની દષ્ટ્રીએ સમાજ અને સામાજીક જીવન માટે વધુ ખતરનાક કહી શકાય, કારણ કે આ બનેં કિસ્સામાં ભોગી અને ભોગ બનનાર બનેં સગીર(જીવેનીયલ) છે. કિસ્સા વિશે વાત કરવામા આવે તો…

પહેલો કિસ્સો

આંધ્રપ્રદેશનાં વિશાખાપટ્ટનમનાં વેપગુંતામાં ગઈકાલે એક 7 વર્ષની બાળકી પર 16 વર્ષીય યુવક દ્વારા બળાત્કાર ગુજારવામાં આવ્યો હોવાનુંં સામે આવે છે. પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ (પીઓસીએસઓ) એક્ટ અને ભારતીય દંડ સંહિતા (આઈપીસી)ની અન્ય સંબંધિત કલમો હેઠળ કેસ નોંધ્યો છે. આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

બીજો કિસ્સો

ગુજરાતનાં અમદાવાદમાં ધોરણ -5 માં ભણતી 11 વર્ષીય બાળકી પર બળાત્કાર ગુજારાયાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. 10માં ધોરણમાં ભણતા 16 વર્ષીય વિદ્યાર્થી યુવક દ્વારા બાળકીની સાથે દુષ્કર્મ કરાયાનાં આરોપ સાથે પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવતા સમગ્ર કિસ્સો બહાર આવ્યો છે. જુવેનાઇલ(સગીર) દ્વારા છોકરી પર એક વાર નહીં પરંતુ ઘણી વખત બળાત્કાર ગુજાર્યો હોવાની વિગતો ફરિયાદમાં સામે આવી રહી છે.

અહીં વાંચો સમગ્ર કિસ્સો : અમદાવાદનાં 16 વર્ષનાં સગીરે 11 વર્ષની બાળકી સાથે વારંવાર આચર્યું દુષ્કર્મ

ઉપરોક્ત બનેં કિસ્સા સામાન્ય રીતે જોવામાં આવે તો બળાત્કારનાં કિસ્સા જ લાગે છે, પરંતુ આ કિસ્સા બળાત્કારનાં કિસ્સા કરતા પણ વધુ મોટી સામાજીક ખતરાની ઘંટડી વગાળી રહ્યા છે. કારણ છે કે બનેંમાં સગીરત્વ મહત્વનું છે. ઉંમર – ઉંમરનું કામ કરે છે અને પહેલા પણ કરતી જ હશે. પરંતુ અહીં બાળકોમાં આટલી હદે મનોવિકૃતી આવી ક્યાંથી ? અને તેનાંમાં આવા સામાજીક અભીશાપ કરતા કૃત્યો કરવા માટે કેવી રીતે હિંમત આવી તે મહત્વનું છે. વળી આ બનેં કિસ્સામાં બનેં આપરાધીઓ – બનેં ભોગ બનનારથી સારી રીતે પરિચીત હોવાનું અને સાથે જ એક બિલ્ડીંગ કે વિસ્તારમાં રહે છે તે પણ પ્રતિત થાય છે.

આ પ્રકારનાં અપરાધ માટે સમાજ અને દરેક માતા-પિતાએ વિચારવું જ રહેશે કે, આવી મનોવિકૃતી પોતાનાં સંતાનોમાં આવે છે ક્યાંથી? અને આવ્યા પછી એટલી આક્રમકતાથી ઘર કઇ રીતે કરી જાય છે ? શું આ વિકૃતી આજના કહેવાતા વિકાસને આભારી છે ? ઇન્ટરનેટ, મોબાઇલ અને સ્વછંદતા શું આપણા સામાજીક પાયાને હચમચાવી રહી છે ? કે પછી મા-બાપ પણ પોતાનાં સંતાનોનાં ઉછેરમાં પુરતુ ધ્યાન નથી અપી રહ્યા કે નથી આપી શકતા ? હોઇ શકે કે આ ન્યૂક્લિઅર ફેમિલીનું ગર્વ લેવીની સાઇડ ઇફેક્ટ હોય?

અંતે કહી શકાય કે પહેલાનાં જૂના સમયમાં મણસો હથીયાર તરીકે લાઠી ઉપયોગ કરતા અને આજે લાઠીની જગ્યા AK – 47 જેવા અદ્યતન હથીયારોએ લીધી છે. શું આજ ખરા અર્થે વિકાસ છે ?  આપણે કશું ચૂકી તો નથી રહ્યાને? કારણ કે આ એવી ચૂક છે જે પાછળથી પસ્તાવો કરવાનો અવસર પણ આપશે નહીં તે પણ ચોક્કસ છે. 

   

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.