ઉત્તરાયણ/ પંરપરા જાળવી રાખતા ગૃહમંત્રી અમિત શાહે ઘાટલોડિયા ખાતે ચગાવી પતંગ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉત્તરાયણનાં દિવસે પોતાનાં હોમ ટાઉન અમદાવાદમાં છે અને જ્યારે ઉત્તરાયણના દિવસે અમિત શાહ ઉત્તરાયણની ઉજવણી કરવા માટે અમદાવાદના પ્રવાસે આવ્યા હોય

Top Stories Gujarat
amit shah પંરપરા જાળવી રાખતા ગૃહમંત્રી અમિત શાહે ઘાટલોડિયા ખાતે ચગાવી પતંગ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉત્તરાયણનાં દિવસે પોતાનાં હોમ ટાઉન અમદાવાદમાં છે અને જ્યારે ઉત્તરાયણના દિવસે અમિત શાહ ઉત્તરાયણની ઉજવણી કરવા માટે અમદાવાદના પ્રવાસે આવ્યા હોય ત્યારે પતંગ તો ચગે જ ને. ગૃહમંત્રીએ અમદાવાદના થલતેજના મેપલ ટાવર ટ્રીના PME-બ્લોક ખાતે પતંગબાજી કરી હતી. મેપલ ટાવર આસપાસના લોકો ભેગા થઈને શાહ સાથે પતંગબાજી કરી હતી.

શાહ દર વર્ષે ઉત્તરાયણ પોતાના પરિવાર સાથે ઉજવે છે. થલતેજની સાથે સાથે કેન્દ્રીય ગૃહમંત્રીએ ઘાટલોડિય વિસ્તારમાં પણ પવનની દિશા પારખી અને પતંગ પર હાથ અજમાવ્યો હતો અને  ઉતરાયણની ઉજવણી કરી હતી. ઉલ્લેખનીય છે કે, કોરોના કાળમાં પણ પોતાનાં પરિવાર અને કાર્યકરો સાથે ઉત્તરાયણની ઉજવણી કરી શાહે દર વર્ષની પરંપરા યથાવત રાખી છે.

ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉત્તરાયણ નિમિતે ગઇકાલે જ શહેરમાં આવી ચૂક્યા હતા. ઉત્તરાયણ પર્વ નિમિત્તે ગૃહમંત્રી અમિત શાહ પરિવાર સાથે અમદાવાદમાં જગન્નાથ મંદિર દર્શાનાર્થે પણ સવારનાં ભાગે ગયા હતા. અમિત શાહે જગન્નાથ ભગવાનની પુજા અર્ચના કરી આશિર્વાદ લીધા હતા, તો સાથે સાથે મકર સંક્રાતિ નિમિત્તે પરિવાર સાથે ગાય તેમજ ગજરાજની પુજા કરી ધન્યતા અનુભવી હતી.

જુઓ સંપૂર્ણ વિગત સાથેનો આ વીડિયો અહેવાલ – અમિત શાહે ઘાટલોડિયા ખાતે ચગાવી પતંગ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…