Not Set/ તાનાશાહ કિમ જોંગ ઉને ફરી આપ્યો તુડ મિઝાજીનો પરિચય, પોતાનાં પાંચ અધિકારીને ઉતાર્યા મોતને ઘાટ

ઉત્તર કોરિયાના માથા ફરેલા તાનાશાહ કિમ જોંગ ઉને ફરી તુડ મિઝાજીનો પરિચય આપ્યો છે. તાનાશાહ કિમ દ્રારા પોતાનાં જ સૈન્યનાં 5 ઉચ્ચ અધિકારીને સજાએ મોતનું ફરમાન કરી, તેમની હત્યા કરી નાખવામાં આવી છે.  જી હા ઉનનાં મત પ્રમાણે આ તમામ અધિકારીઓ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની હનોઈમાં કરવામાં આવેલી વાટાઘાટની નિષ્ફળતા માટે જવાબદાર હતા. દક્ષિણ […]

Top Stories World
kim jong un close up તાનાશાહ કિમ જોંગ ઉને ફરી આપ્યો તુડ મિઝાજીનો પરિચય, પોતાનાં પાંચ અધિકારીને ઉતાર્યા મોતને ઘાટ

ઉત્તર કોરિયાના માથા ફરેલા તાનાશાહ કિમ જોંગ ઉને ફરી તુડ મિઝાજીનો પરિચય આપ્યો છે. તાનાશાહ કિમ દ્રારા પોતાનાં જ સૈન્યનાં 5 ઉચ્ચ અધિકારીને સજાએ મોતનું ફરમાન કરી, તેમની હત્યા કરી નાખવામાં આવી છે.  જી હા ઉનનાં મત પ્રમાણે આ તમામ અધિકારીઓ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની હનોઈમાં કરવામાં આવેલી વાટાઘાટની નિષ્ફળતા માટે જવાબદાર હતા.

દક્ષિણ કોરિયાના સમચાર પત્રક ‘ધ ચોસુન ઇલ્બો’નાં શુક્રવારે પ્રકાશિત કરવામાં આવેલા અહેવાલો અનુસાર હનોઈ બેઠકમાં કિમની સાથે રહેલા ઉચ્ચ અધિકારી ચોલ કે જેણે હનોઇ જવા માટે કિમની સાથે તેમની જ ખાનગી ટ્રેનમાં જ સફર કરી હતી. તે ચોલ અમેરિકાનાં પ્રભાવમાં આવી ગયાનો આરોપ લગાવ્યો હતા. અને  કિમ દ્રારા તેમને ઉત્તર કોરિયાનાં સર્વોચ્ચ નેતા સાથે દગો કરવાનાં આરોપ સાથે સજાએ મોત આપી દીધી હતી. ચોલને ઉત્તર કોરિયાન સૈન્યનાં સાર્પ શૂટર યુનિટ દ્રારા ગોળી મારી મોતની સજા આપવામાં આવી છે. તો સાથે સાથે આજ કારણ સાથે મિરિમ એરપોર્ટ પર ઉત્તર કોરિયન વિદેશ મંત્રાલયના અન્ય ચાર વરિષ્ઠ અધિકારીઓની પણ ગોળી મારી હત્યા કરી નાખવામાં આવી છે.

kimjongunhanoisummit reuters તાનાશાહ કિમ જોંગ ઉને ફરી આપ્યો તુડ મિઝાજીનો પરિચય, પોતાનાં પાંચ અધિકારીને ઉતાર્યા મોતને ઘાટ

કિમનાં આ તાનાશાહી વલણ પર યુએસના સેક્રેટરી ઑફ સ્ટેટ માઇક પોમ્પોએ કહ્યું કે તેણે આ સમાચાર જોયો છે, પરંતુ તે તેની પુષ્ટિ કરી શકશે નહીં. તેઓ આ વિશે કંઇક જાણતા નથી. બર્લિનની મુલાકાત દરમિયાન, માઇક પોમ્પોએ કહ્યું  ‘ માધ્યમો જે સમાચાર વિશે વાત કરો છે, તે સમાચારો અમે પણ જોયાં છે. પરંતુ અમે આ સમાચારની પુષ્ટિ કરવાનો પ્રયાસ કરી રહ્યા છી. હાલ મારે તેના વિશે કંઈ કહેવાનું નથી. ‘

kim trump તાનાશાહ કિમ જોંગ ઉને ફરી આપ્યો તુડ મિઝાજીનો પરિચય, પોતાનાં પાંચ અધિકારીને ઉતાર્યા મોતને ઘાટ

આપને જણાવી દઇએ કે કિમ જોંગ માટે આ પ્રકારની ક્રૂરતા આચરવી કોઇ નવી વાત નથી. તેના માટે ભૂલની સજા દર વખતની જેમ મૃત્યુ જ છે. ભૂલ કરવા પર  ગોળ મારી દેવી, ટેકરી પરથી નીચે ફેંકી દેવા, જીવંત બાળી નાખવા કે પછી તોપનાં નાળચે બાંધી ઉડાવી દેવા તે કિમની જુની આદત છે. અહેવલો મુુજબ 2011 માં સત્તાઆરુઢ થયેલા કિમે અત્યાર સુધીમાં 400થી વધારે અધિકારીઓને ભૂલ બદલ મોતને ઘાટ ઉતારી દીધા છે.