Not Set/ દિલ્હીમાં વધ્યા LPG સિલિન્ડરનાં ભાવ, ગુજરાતનાં ક્યારે વધશે તેની વધી ચિંતા!!!

દેશની રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં સામાન્ય માણસ પર મોંધવારીનો બોજો વધ્યો છે. દિલ્હીમાં બિન-સબસીડીકૃત ગેસ LPG સિલિન્ડરની બજાર કિંમતમાં 25 રૂપિયા જેવો તોતીંગ વધારો કરવામાં આવ્યો છે. સતત ચોથા મહિનામાં LPGની કિંમતમાં વધારો થયો રહ્યો છે. તો આ ભાવ વધારા સાથે દિલ્હીમાં ઘર વપરાશલનું એલપીજી સિલિન્ડર (14.2 કિલોગ્રામ)નાં  રૂ .771.50 થયા છે. ત્યારે નવાઇની વાત એ […]

Top Stories Gujarat India Others
Gas દિલ્હીમાં વધ્યા LPG સિલિન્ડરનાં ભાવ, ગુજરાતનાં ક્યારે વધશે તેની વધી ચિંતા!!!

દેશની રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં સામાન્ય માણસ પર મોંધવારીનો બોજો વધ્યો છે. દિલ્હીમાં બિન-સબસીડીકૃત ગેસ LPG સિલિન્ડરની બજાર કિંમતમાં 25 રૂપિયા જેવો તોતીંગ વધારો કરવામાં આવ્યો છે. સતત ચોથા મહિનામાં LPGની કિંમતમાં વધારો થયો રહ્યો છે. તો આ ભાવ વધારા સાથે દિલ્હીમાં ઘર વપરાશલનું એલપીજી સિલિન્ડર (14.2 કિલોગ્રામ)નાં  રૂ .771.50 થયા છે. ત્યારે નવાઇની વાત એ છે કે લાંબા સમય પછી પણ વાણિજ્યિક ગેસ સિલિંડરો(19 કિલો)ની કિંમતમાં કોઈ વધારો થયો નથી.

હવે દિલ્હીવાસીઓને ચૂંકવવા પડશે આટલા પૈસા….

રેગ્યુલર ઘરેલું ગેસ સિલિન્ડર (14.2 કિગ્રા) – 771.50

નાના ઘરેલું ગેસ સિલિન્ડર (5 કિલો) –  282.50

વાણિજ્યિક સિલિન્ડર (19 કિ.ગ્રા) – 1403.50

ચૂંટણી પૂર્ણ થતા દિલ્હીમાં ઝીંકવામાં આવેલા ભાવ વધારાથી દેશભરમાં ગેસ વપરાશકારોમાં ઉચ્ચાટ જોવા મળી રહ્યો છે. અને ગુજરાત સહિતનાં તમામ રાજ્યમાં ભાવ વધારો ઝીંકવામા આવશે તેવી ભીંતી જોવા મળી રહી છે ત્યારે હવે તો ગ્રાહકો પાસે ભાવ ક્યારે ઘટશેની બદલે ક્યારે વધશે તેની રાહ જોવા સીવાય કોઇ આરો જ નથી.