અમદાવાદમાં કુબેરનગર વોર્ડના કોર્પોરેટરે ગાંધીગીરીનો રસ્તો અપનાવી જાતે રસ્તાનું સમારકામ કર્યું. અમદાવાદમાં કુબેરનગર વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી રસ્તાઓ બિસ્માર હાલતમાં છે. જ્યારે લોકો પાણીની સમસ્યાને લઈને મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. અનેક વખત કુબેરનગરના સ્થાનિકો દ્વારા પડતર સમસ્યાને લઈને કોર્પોરેશનમાં ફરિયાદ કરવામાં આવી. ત્યારે કોર્પોરેશન દ્વારા મંથર ગતિએ કામ હાથ ધરતા પાણીની લાઈન નાખવામાં આવી. પરંતુ પાણીની લાઈન નાખ્યા બાદ તેના પર પુરણકામ ના કરતા આસપાસના રહીશો આવન-જાવન માટે મુશ્કેલી ભોગવી રહ્યા હતા. આ મામલે કોર્પોરેશનમાં રજૂઆત કરવામાં આવી છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી હાથ ના ધરાઈ. આ મામલે વોર્ડના કોર્પોરેટ દ્વારા અનેક પ્રયાસ કરાયા.
કુબેરનગર વોર્ડના કોર્પોરેટર નિકુલસિંહ તોમરે ખોદકામની કામગીરી બાદ રસ્તાનું સમારકામ પૂર્ણ કરવા અનેક વખત ઉગ્ર રજૂઆત કરી. કુબેરનગરના લોકો છેલ્લા પાંચ-છ મહિનાથી આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. આખરે તંત્રના બહેરા કાન લોકોની સમસ્યા ના સાંભળતા કોર્પોરેશને રસ્તો સાફ ન કરતા અંતે કોર્પોરેટરે જાતે સમારકામ અને સફાઈ કરી. પાણીની પાઈપ લાઈનનું ખોદકામ કર્યા બાદ કોર્પોરેશને સમારકામના કરતા તથા અન્ય પ્રકારની પણ કોઈ મદદના મળતા કોર્પોરેટર નિકુલસિંહ તોમરે જાતે જ પથ્થરો ઉંચકીને કરી વોર્ડમાં સાફ-સફાઈ કરી ગાંધીગીરીનું ઉદાહરણ પૂરું પાડ્યું.
અમદાવાદના અનેક વિસ્તારોમાં ચોમાસા બાદ કોર્પોરેશન દ્વારા સફાઈ કામગીરી હાથ ધરાઈ નથી. હાલમાં દિવાળી તહેવારના દિવસો ચાલી રહ્યા છે. ત્યારે લોકો પોતાના ઘરોમાં સાફ-સફાઈ કરતા હોય છે. પરંતુ જ્યારે ઘરની બહારના સ્થાન પર જયારે ખોદકામ કરેલ રસ્તા પર પૂરણ ના કરતા લોકો ભારે હાલાકીનો સામનો કરે છે. તહેવારના દિવસો હોવા છતાં કોર્પોરેશન દ્વારા ખોદકામ કરેલ સ્થાન પર સમારકામ ના કરતા આખરે કુબેર વોર્ડના કોર્પોરેટરે જાતે સફાઈ અભિયાન હાથ ધર્યું.
આ પણ વાંચો : Delhi/ આજે CM કેજરીવાલ ED સમક્ષ હાજર નહીં થાય, નોટિસ પર આપ્યો જવાબ
આ પણ વાંચો : Ahmedabad/ અસામાજિક તત્વો બન્યા બેફામ! સરકારી સ્કૂલમાં આગ ચાંપી
આ પણ વાંચો : Stock Market/ ફેડે બજારમાં પ્રાણ ફૂંક્યાઃ સેન્સેક્સની 500 પોઇન્ટની તેજી સાથે શરૂઆત